WTC 2021: ચેતેશ્વર પૂજારાએ કહ્યુ કોઈ પણ દેશની ટીમને પણ પરાસ્ત કરવા ટીમ ઇન્ડિયા સક્ષમ
આગામી 18મી જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાશે.

આગામી 18મી જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાશે. ભારતીય ટીમ (Team India) 2જી જૂને ઇંગ્લેંડ જવા રવાના થનાર છે. ટીમ હાલ બે સપ્તાહ માટે મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ છે.
ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતવા તમામ દમ લગાવી દેશે. ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ આ દરમ્યાન કહ્યુ છે કે, ભારતીય ટીમ પાસે વિશ્વની કોઇ પણ ટીમને હરાવવાની ક્ષમતા છે.
ભારતીય ટીમ હાલમાં વર્તમાન વર્ષમાં રમેલી બંને ટેસ્ટ શ્રેણી જીતી ચુક્યુ છે. ઓસ્ટ્રેલીયાને તેના જ ઘર આંગણે હરાવ્યુ હતુ, બાદમાં ઇંગ્લેંડને ભારતમાં હરાવ્યુ હતુ. તો વળી સાઉથંમ્પટનમાં છેલ્લે રમેલી મેચમાં ચેતેશ્વર પૂજારાએ અણનમ 132 રન ફટકાર્યા હતા. આમ તમામ રીતે ભારતીય ટીમ હાલમાં ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે.
ચેતેશ્વર પૂજારા એ એક મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યુ હતુ કે, હાલમાં કોરોના ને લઇને મશ્કેલ સમય છે. આવી સ્થિતી સો કે તેથી વધુ વર્ષમાં એક વાર જ આવતી હોય છે. જોકે સૌ ભાગ્યની વાત છે કે, અમે રમી રહ્યા છીએ. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના નિશ્વિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યા છીએ. ભલે અમે પૂરતી તૈયારીઓ નથી કરી શક્યા પરંતુ, મને લાગે છે તે ટીમ મજબૂત પ્રદર્શન કરવા માટે પૂરતો અનુભવ ધરાવે છે.
આગળ પણ પુજારાએ વાત કરતા કહ્યુ હતુ કે, હાલના દિવસોમાં ભારતીય ટીમ દરેક જગ્યાએ જીત મેળવી રહી છે. અમે એ આત્મવિશ્વાસ ન્યુઝીલેન્ડ સામેની મેચ અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં લઇ જઇશું. ભારતીય ટીમે પાછળના બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. અમે ફાઇનલમાં પહોંચવા માટે સારુ રમ્યા છીએ. સૌ કોઇ તેના માટે ખૂબ જ રાહ જોઇ રહ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટોપ ટીમો છે અને તેમની વચ્ચે એક સારી ટક્કર થશે. કારણ કે બંને ટીમો એકસમાન રીતે મજબૂત છે. તેમનુ બોલીંગ આક્રમણ ખૂબ જ સંતુલીત છે. તેણે ક્હયુ વર્ષ 2020માં ન્યુઝીલેન્ડ માં સિરીઝ હાર્યા હતા, જોકે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ તટસ્થ સ્થળે છે. કોઇ પણ ટીમને ઘરેલુ લાભ નહી મળે. અમારા તમામ બેઝ કવર છે. જો ટીમ ઇન્ડીયા તેની ક્ષમતા મુજબ રમે છે તો, અમે વિશ્વની કોઇ પણ ટીમ ને પરાસ્ત કરી શકીએ છીએ.
Latest News Updates





