Knowledge : POCSO એક્ટ એટલે શું ? કોણ છે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખના બ્રિજ ભૂષણ ? જાણો આ અહેવાલમાં
મહિલા ખેલાડીઓની ફરિયાદ બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાલો જાણી કે શું છે પોક્સો એક્ટ અને કોણ છે બ્રિજ ભૂષણ શરણ સિંહ.

દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે. મહિલા ખેલાડીઓની ફરિયાદ બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સગીર પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે બીજી એફઆઈઆર અન્ય મહિલા રેસલરની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી છે.
સુપ્રીમ કોર્ટને દિલ્હી પોલીસ દ્વારા આજે જ કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજો સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ એકઠા થયા છે. તેઓ અહીં છેલ્લા છ દિવસથી હડતાળ પર છે. સાત મહિલા ખેલાડીઓએ ફેડરેશન ચીફ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી.
2 FIRs registered in Connaught Place PS over the complaints by female wrestlers against WFI chief Brij Brijbhushan Sharan Singh: Pranav Tayal, DCP
— ANI (@ANI) April 28, 2023
POCSO એક્ટ શું છે ?
POCSO (પોક્સો) – ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ . આ કાયદો બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે ઘડવામાં આવ્યો છે. આ અધિનિયમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2012માં POCSO એક્ટ-2012ના નામે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા જાતીય સતામણી, જાતીય શોષણ અને પોર્નોગ્રાફી જેવા જાતીય અપરાધો અને સગીર બાળકોની છેડતીના મામલામાં કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદા હેઠળ અલગ-અલગ ગુનાઓ માટે અલગ-અલગ સજા નક્કી કરવામાં આવી છે.
12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં અપરાધીને મોતની પણ સજા મળી શકે છે. પહેલાની જોગવાઈ મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે જોડાયા દુષ્કર્મના કેસમાં દોષિતને વધારેમાં વધારે આજીવન કેદ અને ઓછામાં ઓછી 7 વર્ષની સજા હતી.
કોણ છે બ્રિજ ભૂષણ શરણ સિંહ ?
- બ્રિજ ભૂષણ હાલમાં યુપીની કૈસરગંજ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ 6 વખત સાંસદ બન્યા છે.
- બ્રિજ ભૂષણ છેલ્લા 11 વર્ષથી ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે બેઠા છે.
- યુપીના ગોંડા જિલ્લાના બિશ્નોહર ગામનો રહેવાસી બ્રિજ ભૂષણ બાળપણથી જ કુશ્તીના દાવ અજમાવી રહ્યો છે.
- યુવાનીમાં તેઓ અયોધ્યાના અખાડાઓમાં જોરદાર લડાઈ લડ્યા હતા. તેઓ વિદ્યાર્થી રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા.
- 1990ના દાયકામાં જ્યારે રામ મંદિરને લઈને આંદોલન થયું ત્યારે તેમણે ઉગ્ર હિંદુ નેતાની છબી મેળવી.
- તેમનું નામ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં પણ આવ્યું છે.
- બ્રિજ ભૂષણના પુત્ર પ્રતીક ભૂષણ પણ છેલ્લા બે વખત ગોંડા સદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે.
- તેમની પત્ની કેતકી દેવી સિંહ ભાઈ હાલમાં ગોંડા જિલ્લા પંચાયતના પ્રમુખ છે.
- બ્રિજ ભૂષણ સંપૂર્ણપણે બાહુબલી ઇમેજ ધરાવતો નેતા છે.
બ્રિજ ભૂષણપર જાતીય શોષણનો આરોપ
બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. જાન્યુઆરીમાં બ્રિજ ભૂષણ વિશેના ખુલાસા બાદ વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત ઘણા સ્ટાર રેસલર્સ ધરણા પર બેઠા હતા. આ પછી રમત મંત્રાલયે એક તપાસ સમિતિની રચના કરી, પરંતુ 3 મહિના પછી કુસ્તીબાજોએ કહ્યું કે તેમની ફરિયાદ છતાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને કુસ્તીબાજો ભૂતકાળમાં ફરી ધરણા પર બેઠા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…