Wrestlers Protest: FIRની વાત પર બોલ્યા બ્રિજ ભૂષણ સિંહ, કહ્યું – હું મજામાં છું, તપાસમાં સત્ય સામે આવશે

યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહે એક નિવેદન આપ્યું છે.એક મીડિયા એજન્સીને તેમણે જણાવ્યું કે, મને ખબર પડી છે કે મારા વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે છે. પણ મને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરો ભરોસો છે. 

Wrestlers Protest: FIRની વાત પર બોલ્યા બ્રિજ ભૂષણ સિંહ, કહ્યું - હું મજામાં છું, તપાસમાં સત્ય સામે આવશે
brij bhushan sharan singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 7:06 PM

દેશમાં હાલમાં રેસલર્સનું વિરોધ પ્રદર્શન ભારે ચર્ચામાં છે. મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ હાલમાં જંતર મંતર પર ન્યાય માટે ધરણા કરી રહ્યા છે. તેવામાં યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહે એક નિવેદન આપ્યું છે. એક મીડિયા એજન્સીને તેમણે જણાવ્યું કે મને ખબર પડી છે કે મારા વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે છે પણ મને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરો ભરોસો છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, હું મજામાં છું, કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દિલ્હી પોલીસ પોતાની રીતે તપાસ કરી શકે છે. મને પોલીસ પર ભરોસો છે. પૂરેપૂરુ સત્ય સામે આવી જશે. હવે હું કોઈની સાથે વાત નહીં કરુ, મને મીડિયા ટ્રાયલ નથી કરાવવું. બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR નોંધવાના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી પોલીસ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસ બેકફૂટ પર આવી ગઈ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, તે આજે જ બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ દાખલ કરશે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા મોટા કુસ્તીબાજો બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, સંગીતા ફોગાટ જેવા ઘણા મોટા નામ સામેલ છે.

સુપ્રીમ કોર્ટ ખેલાડીઓને સુરક્ષા આપવાના પક્ષમાં

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમને ફરિયાદીની સુરક્ષાને લઈને કોઈ વાંધો નથી. આ સાથે કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને ધમકી અંગે સંપૂર્ણ તપાસ કર્યા બાદ  ફરિયાદીને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટ આ કેસની સુનાવણી હાલ પૂરતું અટકાવશે નહીં. આ મામલે આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

જંતર મંતરના દ્રશ્યો

બ્રિજ ભૂષણપર જાતીય શોષણનો આરોપ

બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. જાન્યુઆરીમાં બ્રિજ ભૂષણ વિશેના ખુલાસા બાદ વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત ઘણા સ્ટાર રેસલર્સ ધરણા પર બેઠા હતા. આ પછી રમત મંત્રાલયે એક તપાસ સમિતિની રચના કરી, પરંતુ 3 મહિના પછી કુસ્તીબાજોએ કહ્યું કે તેમની ફરિયાદ છતાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને કુસ્તીબાજો ભૂતકાળમાં ફરી ધરણા પર બેઠા હતા.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">