કુકાબૂરા બોલ શું છે ? કેવી રીતે મળ્યું તેને આંતરરાષ્ટ્રીય સ્થાન, વાંચો સમગ્ર માહિતી
ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવી રહ્યા છે. આનો અંદાજ ફક્ત એ હકીકત પરથી જ લગાવી શકાય છે કે ભારતીય ખેલાડીઓ બેટિંગ અને બોલિંગના 9 અલગ-અલગ માપદંડોમાં ટોચ પર છે. પરંતુ શું તમે જાણો છે ક્રિકેટ મેચમાં રમાતા દરેક બોલના નામ હોય છે, આવો જાણીએ..
ભારત અને ઓસ્ટ્રેલિયા ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટકરાવા માટે તૈયાર છે. આ મેચ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાની ટીમ જોરદાર ફોમમાં છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમે ખરાબ શરૂઆત બાદ જે રીતે વાપસી કરી છે તે પણ પ્રશંસનીય છે.
ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવી રહ્યા છે. આનો અંદાજ ફક્ત એ હકીકત પરથી જ લગાવી શકાય છે કે ભારતીય ખેલાડીઓ બેટિંગ અને બોલિંગના 9 અલગ-અલગ માપદંડોમાં ટોચ પર છે. પરંતુ શું તમે જાણો છે ક્રિકેટ મેચમાં રમાતા દરેક બોલના નામ હોય છે, ICC ODI વર્લ્ડ કપ 2023માં જે બોલથી રમાવાની છે એનું નામ છે કુકાબૂરા, આવો જાણીએ તેની ખાસિયત.
કૂકાબુરા એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા માન્ય બોલ છે. કુકાબુરા 125 વર્ષ જૂની ઓસ્ટ્રેલિયન કંપની છે. એજી થોમસે આ કંપનીની શરૂઆત 1890માં કરી હતી, એક નાની દુકાનમાં લેધર આર્ટ વર્ક બનવાનું શરૂ થયું હતું. આ વ્યવસાય 10 વર્ષમાં સફળ થયો. 1900માં થોમસે ક્રિકેટના બોલ બનાવવાનું શરૂ કર્યું, આ બોલની જેમ આ બિઝનેસમાં પણ જોરદાર સ્વિંગ હતો.
બોલ બિઝનેસમાં જોડાતી વખતે, થોમસે પોતે વિચાર્યું ન હતું કે એક દિવસ આ રાઉન્ડ પ્રોડક્ટ સમગ્ર વિશ્વને કબજે કરશે. એવું નથી કે કૂકાબુરા પહેલી કંપની હતી, આલ્ફ્રેડ કંપની પહેલાથી જ ઈંગ્લેન્ડમાં આ બિઝનેસમાં મોટું નામ હતું.
1939 માં, કંપનીએ બેઝબોલ અને શાફ્ટ બોલ બનાવવાનું પણ શરૂ કર્યું. પરંતુ કંપનીનો ટર્નિંગ પોઈન્ટ 1945માં આવ્યો. આ સમયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કંપની પાસેથી બોલના સેમ્પલ માંગ્યા હતા. પ્રથમ વખત આ સેમ્પલ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ શ્રેણી માટે મંગાવવામાં આવ્યા હતા. સર ડોન બ્રેડમેન પણ આ ટીમનો ભાગ હતા.ક્રિકેટની દુનિયામાં કૂકાબુરાનું આ ઉદ્ઘાટન હતું. આ પછી તેણે એટલી સ્પીડ મેળવી કે આ બોલની સામે આખી બોલ કંપની ક્લીન બોલ્ડ થઈ ગઈ.
શરૂઆતમાં તેને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા દ્વારા માન્યતા આપવામાં આવી હતી. 1977માં, કેરી પેકર અને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ નાઈનએ કંપનીને સફેદ બોલ બનાવવાની વિનંતી કરી. આ ડે નાઇટ સિરીઝ માટે હતું. 2003માં, કુકાબુરા ક્રિકેટ રમતા તમામ દેશોની ટોચની યાદીમાં નહોતું. આલ્ફ્રેડ રીડરને નોકરીએ રાખીને કંપનીએ પોતાની જાતને મજબૂત બનાવી. આજે કૂકાબુરા બોલ ટેસ્ટ, વન ડે અને ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં રમાય છે. ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પણ આજ બોલથી રમવામાં આવશે, અને ભારતીય ટીમ જીતવાનો પ્રયાસ કરશે.