આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું

વિશ્વ કપ 2019ના રસપ્રદ મુકાબલા જવા થઈ રહ્યાં છે. ત્યારે આ અંગે વાત કરતા પહેલા એવી કેટલીક ટીમો છે, જે ટીમોએ લોએસ્ટ સ્કોર કર્યો છે તથા લોએસ્ટ સ્કોર જે ઓછી ઓવરમાં ઓલ આઉટ થયા છે. ઘણી વખત એવું પણ થાય છે કે જોરદાર ટીમ પણ મેદાનમાં પોતાના હથિયારો મૂકી દે છે અને તેને ઓછા સ્કોરમાં […]

આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું
Kunjan Shukal

| Edited By: TV9 WebDesk8

Jun 01, 2019 | 12:15 PM

વિશ્વ કપ 2019ના રસપ્રદ મુકાબલા જવા થઈ રહ્યાં છે. ત્યારે આ અંગે વાત કરતા પહેલા એવી કેટલીક ટીમો છે, જે ટીમોએ લોએસ્ટ સ્કોર કર્યો છે તથા લોએસ્ટ સ્કોર જે ઓછી ઓવરમાં ઓલ આઉટ થયા છે. ઘણી વખત એવું પણ થાય છે કે જોરદાર ટીમ પણ મેદાનમાં પોતાના હથિયારો મૂકી દે છે અને તેને ઓછા સ્કોરમાં જ પેવેલિયનમાં પરત ફરવું પડતું હોય છે.

આ પણ વાંચો:  ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ખેલાડીઓને લઈને કરી એવી ભવિષ્યવાણી કે ચાહકોનુ દિલ તૂટી જશે!

વાત કરવામાં આવે કેનેડાની તો વર્ષ 2003માં શ્રીલંકાની સામે 18.4 ઓવરમાં 36 રનમાં ઓલ આઉટ થઈ હતી. તે પછી બાંગ્લાદેશની ટીમ વેસ્ટ ઈન્ડિઝની સામે 2011માં 18.5 ઓવરમાં 58 રનમાં ઓલ આઉટ થઈ હતી. તે સિવાય 2011માં કેન્યાની ટીમ ન્યુઝીલેન્ડની સામે 23.5 ઓવરમાં 69 રનમાં ઓલ આઉટ થઈ હતી. 2019માં પાકિસ્તાનની ટીમે વેસ્ટ ઈન્ડિઝની સામે કંગાળ દેખાવ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં 105 રનમાં ઓલ આઉટ થઈ હતી.

TV9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati