Breaking News : IPL 2025 ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીની પહેલી પોસ્ટ, 18 વર્ષ રાહ જોવી પડી
વિરાટ કોહલીએ એક લાંબી રાહ જોયા બાદ આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. તે છેલ્લી 17 સીઝનમાં અનેક વખત ટ્રોફીની નજીક પહોંચ્યો હતો પરંતુ તેમની ટીમ ટ્રોફી જીતી શકી ન હતી. હવે આ રાહ પૂર્ણ થઈ છે. ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની જીત એક સપનું સાચું થવા જેવું હતુ. આ ઐતિહાસિક જીત બાદ ટીમના સૌથી સીનિયર ખેલાડી વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ કરી પોતાની વાત રજુ કરી હતી. 4 જૂન 2025ના સવારે 8 કલાકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં વિરાટે પોતાની ખુશી વ્યક્ત કરી હતી પરંતુ ચાહકો અને આ લાંબી સફરને યાદ કરી હતી. પોસ્ટમાં તેની ભાવુક વાતો અને ટ્રોફી સાથે પોતાના ફોટોએ ચાહકોનું દિલ જીતી લીધું હતુ. તેની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ હતી.
View this post on Instagram
IPL ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીની પહેલી પોસ્ટ
વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આરસીબી ચેમ્પિયન બન્યાના કેટલાક ફોટો શેર કર્યા હતા. તેના એક ફોટોમાં લાલ રંગની આરસીબીની જર્સી પહેરી છે અને ગર્વથી આઈપીએલ 2025ની ટ્રોફી લઈને ઉભો છે.આ ફોટોની સાથએ તેમણે એક ભાવુક વાત પણ રજુ કરી છે. જેમાં તેમણે પોતાની ટીમ,ચાહક અને આ 18 વર્ષની સફરને યાદ કરી છે. આ પોસ્ટની શરુઆતના 1 કલાકમાં 5 મિલિનયથી વધારે લાઈક્સ અને કોમેન્ટ આવી હતી.
આઈપીએલ 2025માં વિરાટ કોહલીનું બેટ સારું ચાલ્યું હતુ. તેમણે આખી સીઝનમાં 15 મેચમાં 657 રન બનાવ્યા છે. જેમાં 8 અડધી સદી સામેલ છે. વિરાટ કોહલીએ આઈપીએલ 2025માં 657 રન 144.71ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.
આ ટ્રોફી વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ
IPL 2025 ની ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી. RCBના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટ્રોફી વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે. કારણ કે વિરાટ કોહલી IPL ની 18 સીઝનમાં RCB માટે રમી ચૂક્યો છે અને પહેલીવાર તેણે આ ટ્રોફી જીતી છે.
વિરાટે પહેલેથી જ એક મોટો ખુલાસો કર્યો હતો
વિરાટ કોહલીએ પહેલેથી જ ખુલાસો કર્યો હતો કે, ‘મારા પિતાનું 18 ડિસેમ્બરે અવસાન થયું. જ્યારે હું અંડર-19 ટીમમાં જોડાયો, ત્યારે તેમણે મને18 નંબરની જર્સી આપી. મેં 18 ઓગસ્ટે ભારત માટે ડેબ્યૂ કર્યું. મને ખબર નથી પણ 18 નંબર મારા જીવનમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે.’
ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે વિરાટ કોહલી, આવો છે પરિવાર અહી ક્લિક કરો