IND vs NZ 2nd Test : ખાતું ખોલાવ્યા વગર વિરાટ કોહલી આઉટ, થર્ડ અમ્પાયરે રિવ્યુમાં કરી ભૂલ, LBW આપવા પર ઉઠ્યા સવાલ

વિરાટ કોહલી કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રમ્યો નહોતો. તે ટેસ્ટ માટે તેણે આરામ લીધો હતો. મુંબઈ ટેસ્ટ દ્વારા તે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં પાછો ફર્યો.

IND vs NZ 2nd Test : ખાતું ખોલાવ્યા વગર વિરાટ કોહલી આઉટ, થર્ડ અમ્પાયરે રિવ્યુમાં કરી ભૂલ, LBW આપવા પર ઉઠ્યા સવાલ
Virat Kohli

IND vs NZ 2nd Test : ભારતીય ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી (Virat Kohli)ની વાપસી ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ ટેસ્ટ (Mumbai Test)માં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં તેને વિવાદાસ્પદ આઉટ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વગર ચાર બોલ રમીને આઉટ થયો હતો. તે એજાઝ પટેલના બોલ પર એલબીડબલ્યુ (Lbw) આઉટ થયો હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે, બોલ પહેલા બેટ સાથે અથડાયો અને પછી પેડ પર વાગ્યો.

પરંતુ ત્રીજા અમ્પાયરે (Umpire) મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. જો કે આ દરમિયાન તેણે એક ભૂલ પણ કરી હતી. રિવ્યુ જોઈને વિરાટ કોહલી અને ભારતીય છાવણી આશ્ચર્યચકિત દેખાઈ રહી હતી,થર્ડ અમ્પાયર સોશિયલ મીડિયા પર છવાયો હતો.

વિરાટ કોહલી (Virat Kohli)કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રમ્યો નહોતો. તે ટેસ્ટ માટે તેણે આરામ લીધો હતો. મુંબઈ ટેસ્ટ દ્વારા તે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં પાછો ફર્યો. તે ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો ત્યારે ચેતેશ્વર પૂજારા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેની સામે એજાઝ પટેલ બોલર હતો. કોહલીએ પ્રથમ ત્રણ બોલનો બચાવ કર્યો હતો. ચોથા બોલ પર પણ તેણે બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ પેડ સાથે અથડાયો. કિવી ટીમે અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયર અનિલ ચૌધરીએ આંગળી ઉંચી કરી. કોહલીએ તરત જ રિવ્યુ લઈ લીધો.

બોલ લગભગ એક જ સમયે બેટ અને પેડ બંને પર અથડાયો હતો. બોલની એક બાજુ બેટ અને એક બાજુ પેડના સંપર્કમાં હતી. આ સાથે અલ્ટ્રા એજમાં પણ હલચલ જોવા મળી હતી. જોકે, રિવ્યુ લેવા પર એવું લાગ્યું કે બોલ બેટ સાથે અથડાયો અને પેડ તરફ ગયો.

થર્ડ અમ્પાયર બોલ ટ્રેકિંગ જોવાનું ભૂલી ગયા

પરંતુ ત્રીજા અમ્પાયરે કહ્યું કે, પહેલા બેટ વાગ્યું હોવાના કોઈ નક્કર પુરાવા નથી. તેણે મેદાન પરના અમ્પાયરને તેના નિર્ણય પર વળગી રહેવા કહ્યું. પરંતુ બોલ સ્ટમ્પ પર જઈ રહ્યો છે કે નહીં તે કહેતા પહેલા તેણે બોલ ટ્રેકિંગ પણ જોયું ન હતું. અનિલ ચૌધરીએ તેને યાદ કરાવ્યું. તેમાં કશું ખોટું નહોતું. બોલ સ્ટમ્પની લાઈનમાં પડ્યો અને આગળ જઈને મિડલ સ્ટમ્પ પર અથડાયો. આનો અર્થ એ થયો કે ભારતીય કેપ્ટને ચાર બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ જવું પડ્યું. પરંતુ તે આ નિર્ણયથી ખુશ નહોતો. તેણે અમ્પાયર નીતિન મેનન સાથે વાત કરી અને તેની નિરાશા વ્યક્ત કરી.

આ નિર્ણયથી ભારતીય ડ્રેસિંગ રૂમ પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. કોચ રાહુલ દ્રવિડના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે, તે આ નિર્ણયથી ખુશ નથી. બાદમાં વિરાટ કોહલી (Virat Kohli) ડ્રેસિંગ રૂમમાં ગયો અને તેનો રિવ્યુ જોયો. ત્યારબાદ તે અમ્પાયરના નિર્ણય પર હસતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ 2nd Test, Day 1 LIVE Score: મયંક અગ્રવાલની અડધી સદી,કોહલી અને પુજારા ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati