AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy: પ્રિયાંકના શતક વડે ટીમ ગુજરાત સેમીફાઇનલમાં, આંધ્રપદેશ સામે 117 રનથી મોટી જીત

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) ની પહેલી ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત (Team Gujarat) ની ટીમ એ શાનદર પ્રદર્શન વડે જીતી લીધી હતી. આંધ્રપ્રદેશ (Andhra Pradesh) સામે 117 રન થી ગુજરાતની ટીમે જીત મેળવી હતી.

Vijay Hazare Trophy: પ્રિયાંકના શતક વડે ટીમ ગુજરાત સેમીફાઇનલમાં, આંધ્રપદેશ સામે 117 રનથી મોટી જીત
ગુજરાત તરફથી અર્જૂન નાગવસ્વલ્લા એ 28 રન આપીને 4 વિકેટ મેળવી હતી.
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 09, 2021 | 7:32 AM
Share

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) ની પહેલી ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત (Team Gujarat) ની ટીમ એ શાનદર પ્રદર્શન વડે જીતી લીધી હતી. આંધ્રપ્રદેશ (Andhra Pradesh) સામે 117 રનથી ગુજરાતની ટીમે જીત મેળવી હતી. ગુજરાત તરફથી પ્રિયાંક પંચાલ (Priyank Panchal) એ 134 રનની આતશી રમત રમી હતી. ગુજરાત એ પ્રથમ બેટીંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 299 રન કર્યા હતા. જેના જવામાં આંધ્રપ્રદેશની ટીમ માત્ર 182 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાત તરફથી અર્જૂન નાગવસ્વલ્લા (Arjun Nagavasvalla) એ 28 રન આપીને 4 વિકેટ મેળવી હતી.

પ્રિયાંક પંચાલ એ શાનદાર બેટીંગ કરી હતી. તેણે 131 બોલમાં 134 રનની રમત રમી હતી. તેણે આ ઇનીંગ દરમ્યાન 10 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. આંધ્રપ્રદેશના કેપ્ટન અને ભારતીય ટેસ્ટ ટીમના નિયમીત સભ્ય હનુમા વિહારી પાંચ બોલની ઇનીંગમાં ખાતુ ખોલવામાં અસફળ રહીને આઉટ થયો હતો. અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ગુજરાતના ઓપનર ઘ્રુવ રાવલ એ 18 રનમાં જ સસ્તામાં વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પંચાલ એ રાહુલ શાહ અને હેત પટેલ તેમ જ રિપલ પટેલનો સારો સાથ મેળવતા સ્કોરને આગળ વધાર્યો હતો. આંધ્ર પ્રદેશ માટે હરિશંકર રેડ્ડીએ ત્રણ, જ્યારે કેવી શશિકાંત અને લલિત મોહનએ બે બે વિકેટ ઝડપી હતી.

આંધ્ર પ્રદેશની ટીમે બેટીંગ ઇનીંગની શરુઆતમાં જ 21 રન સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાતના બોલરોએ નિયમીત અંતરાયલ દરમ્યાન વિકેટ ઝડપવાનુ જારી રાખ્યુ હતુંં. આંધ્રપ્રદેશન તરફથી રિકી ભુઇએ સર્વાધીક 67 રનની રમતનુંં યોગદાન આપ્યુંં હતુંં. ગુજરાત માટે નાગવસ્વલ્લાઅને ચાવલા ઉપરાંત ચિંતન ગાઝા, હાર્દિક પટેલ અને કરણ પટેલ એક એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે જ ગુજરાતની ટીમ હવે અંતિમ ચારમાં પોતાનુંં સ્થાન પાકુ કરી લીધુંં છે.

g clip-path="url(#clip0_868_265)">