Tokyo Olympics 2020: આર્ચરીમા દીપિકા કુમારીએ રેન્કિંગ રાઉન્ડમાં મેળવ્યુ નવમું સ્થાન

Tokyo Olympics 2020 :આર્ચરીમાં સૌથી પહેલો રાઉન્ડ રેન્કિંગ રાઉન્ડ હોય છે. આ રાઉન્ડમાં તમામ 64 ખેલાડીઓ 12 રાઉન્ડમાં નિશાના લગાવે છે. દરેક રાઉન્ડમાં તેમને છ તીર ચલાવવાનો મોકો આપવામાં આવે છે.

Tokyo Olympics 2020: આર્ચરીમા દીપિકા કુમારીએ રેન્કિંગ રાઉન્ડમાં મેળવ્યુ નવમું સ્થાન
Archer Deepika Kumari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 9:11 AM

Tokyo Olympics 2020: વર્લ્ડ નંબર વન આર્ચર દીપિકા કુમારીએ (Deepika Kumari) શુક્રવારે વ્યક્તિ ગત મહિલા વર્ગના રેન્કિંગ રાઉન્ડ (Ranking Round)માં ભાગ લીધો અને નવમાં સ્થાન પર રહી. દીપિકા કુમારી પાસેથી સારા ખેલ પ્રદર્શનની આશા હતી. દીપિકા દેશ માટે મેડલ લાવવા માટેની પ્રબળ દાવેદાર છે. આ રમત પહેલા વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શન બાદ આશાઓ વધી ગઇ હતી. ઓલિમ્પિક પહેલા થયેલા વર્લ્ડ કપમાં તેમણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેઓ નંબર વન તરીકે આ રમતમાં ઉતરી છે.

આ રીતે થાય છે રેન્કિંગ 

આર્ચરીમાં સૌથી પહેલો રાઉન્ડ રેન્કિંગ રાઉન્ડ હોય છે. આ રાઉન્ડમાં તમામ 64 ખેલાડીઓ 12 રાઉન્ડમાં નિશાના લગાવે છે. દરેક રાઉન્ડમાં તેમને છ તીર ચલાવવાનો મોકો આપવામાં આવે છે. 12 રાઉન્ડના અંતે કુલ સ્કોરના આધારે ખેલાડીઓને 1થી64 રેન્ક આપવામાં આવે છે. આ રેન્કિંગના આધાર પર પહેલા સ્થાન પર રહેલો ખેલાડી 64માં સ્થાનવાળા ખેલાડીનો સામનો કરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રેન્કિંગ રાઉન્ડમાં નવમાં સ્થાન પર રહી દીપિકા

દીપિકાએ 12 રાઉન્ડમાં 663 અંક મેળવ્યા છે. પહેલા હાફમાં 334 અંક સાથે તે 64માં સ્થાન પર હતી.ત્યારબાદ બીજા હાફમાં ત્રણ રાઉન્ડમાં 7નો સ્કોર તેમને ભારે પડી ગયો. જે કારણે તે નવમાં સ્થાન પર રહી. દીપિકાએ 13 X (પરફેક્ટ સ્કોર) મેળવ્યો. જો કે તેમ છતાં તે ટૉપ 5માં જગ્યા ન મેળવી શકી. દીપિકાનો મુકાબલો હવે 56માં સ્થાન પર આવનારી ભૂતાનની ખેલાડી સાથે થશે.ભૂતાનની કરમાએ 613 અંક મેળવ્યા હતા.

કોરિયાની એન સાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 

એકવાર ફરી રેન્કિંગ રાઉન્ડમાં કોરિયાએ દબદબો દેખાડ્યો ટૉપ થ્રી પર કોરિયાની ત્રણ ખેલાડીઓનો કબ્જો રહ્યો. પહેલા સ્થાન પર રહેનારી એન સાને 680 અંક મેળવ્યા અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. આપને જણાવી દઇએ કે રેન્કિંગ રાઉન્ડમાં સૌથી વધારે સ્કોર મેળવવાનો રેકોર્ડ યૂક્રેનની હેરાસિમેંકો લિનાના નામે હતો. લિનાએ 1996માં એટલાંટા ઓલિમ્પિકમાં રેન્કિંગ રાઉન્ડમાં 673 અંક મેળવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">