Hou Zhihui: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પણ ચીન કેમ રોંદણા રોઈ રહ્યું છે, જાણો

ચીની દૂતાવાસે વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા હૌ ઝિહુઇ એક ફોટો શેર કરી રૉયટર્સની ટીકા કરી છે. તેમજ કહ્યું કે, રાજકારણ અને વિચારધારાઓને રમતની ઉપર ન રાખો પોતાને એક નિષ્પક્ષ મીડિયા સંગઠન કહો,આ એ ફોટાને બ્રિટેનની આંતરરાષ્ટ્રીય સમચાર એજન્સી (News agency) રૉયર્ટસે જાહેર કર્યો છે.

Hou Zhihui: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પણ ચીન કેમ રોંદણા રોઈ રહ્યું છે, જાણો
tokyo olympic china slams reuters over gold medal winner hou zhihui picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:22 PM

Hou Zhihui : ચીનની ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતુ ખેલાડીના ફોટાને લઈ ચીને સમાચાર એજન્સી (News agency)રોયટર્સ પર લાલ આંખ કરી છે અને રૉયટર્સને બેશર્મ ગણાવી છે.

જાપાનમાં આયોજીત ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ચીનની વેટલિફ્ટર ખેલાડી (Hou Zhihui China) હૌ ઝિહુઇએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો પરંતુ તેમના એક ફોટાને લઈ ચીન ગુસ્સામાં લાલચોર થયું છે, આ એ ફોટો છે જેને બ્રિટેનની આંતરરાષ્ટ્રીય સમચાર એજન્સી (News agency) રૉયર્ટસે જાહેર કર્યો છે. ચીને આ ફોટાને ખરાબ ફોટો કહ્યો છે. સાથે સમાચાર એજન્સીને કહ્યું કે, આ ઘટનાને રાજકારણમાં ન લાવવામાં આવે. આ સમગ્ર મામલાને લઈ ચીનના સરકારી ન્યુઝપેપર ગ્લોબલ ટાઈમ્સે (Newspaper Global Times)એક ટ્વિટ કર્યું છે. જેમાં ખેલાડીનો એક ફોટો શેર કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગ્લોબલ ટાઈમ્સે તેમના ટ્વિટમાં લખ્યું કે,’રોઇટર્સ કૃપા કરીને ઓલિમ્પિક (Olympic)ની ભાવનાનું સન્માન કરો. શ્રીલંકામાં ચીની દૂતાવાસે વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા હૌ ઝિહુઇ ચીનનો એક ફોટો શેર કરી રૉયટર્સની ટીકા કરી છે. તેમજ કહ્યું કે, રાજકારણ અને વિચારધારાઓને રમતની ઉપર ન રાખો પોતાને એક નિષ્પક્ષ મીડિયા સંગઠન રહો, આ ટ્વિટમાં રૉયર્સ અને ચીની દૂતાવાસને પણ ટેગ કરવામાં આવ્યું છે.

ચીનની ખેલાડી હૌ ઝિહુઇ (Hou Zhihui)નો ભારતીય ખેલાડી મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) સાથે અંતિમ મેચ હતી. જેમાં ઝિહુઇએ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાની 49 કિલો વજનના વર્ગમાં વેઇટલિફ્ટર (Weightlifter)મીરાબાઈએ કુલ 202 કિલો વજન ઉંચક્યું હતુ. જ્યારે ચીનના જિહુઇએ 210 કિગ્રા (ટોક્યો ઓલિમ્પિક ભારત) ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ સાથે, ઇન્ડોનેશિયાની ખેલાડી કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. મીરાબાઈ ચાનુ વિશે વાત કરીએ તો તેણે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પહેલું મેડલ અપાવ્યું છે. તે વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય રમતવીર પણ છે.

પશ્ચિમના દેશો સાથે ચીનના સંબંધો ખરાબ છે

હાલના સમયમાં ચીનના પશ્ચિમી દેશો સાથે તણાવ ચાલી રહ્યો છે.અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિતના કોઈપણ દેશસાથે તેના સંબંધો સારા નથી.પરંતુ માત્ર એક ફોટા પર ભડકનારું ચીન પોતે પણ અનેક કાવતરા કરી ચૂક્યું છે.(China G7 Countries Cartoon). જી 7 દેશોની બેઠક પૂર્ણ થયા બાદ ચીને એક કાર્ટૂન જાહેર કર્યું હતુ.જેમાં આ તમામ દેશોના રાજ્યના વડાઓને પ્રાણીઓના કાર્ટૂન તરીકે દર્શાવવામાં આવ્યા હતા.જે પોતપોતાના દેશોના ધ્વજ સાથે ટોપી પહેરી હતી.આ સિવાય તે દરરોજ અવનવા કાર્ટૂન બહાર પાડે છે. ફરક માત્ર એટલો છે કે, અન્ય દેશો ચીનની આવા કારનામા તરફ વધારે ધ્યાન આપતા નથી અને તે ફક્ત એક જ ફોટા ઉપર ગુસ્સે થાય છે.

આ પણ વાંચો :MirabaiChanu : મીરા બાઈ ચાનૂએ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મેડલ

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">