AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે રાત્રે 8 વાગ્યે TV9 નેટવર્ક પર PM મોદીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ, વડાપ્રધાને વીડિયો શેર કરીને કહી આ વાત

TV9 ગ્રુપના પાંચ સંપાદક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુ થશે. TV9ના દર્શકો આ આખો ઈન્ટરવ્યુ આજે 2 મે ગુરુવારની રાત્રે 8 વાગ્યે પ્રસારીત થનારા વડાપ્રધાન મોદી અને ફાઈવ એડિટર્સના ખાસ કાર્યક્રમમાં જોઈ શકાશે. પીએમ મોદીએ, ઇન્ટરવ્યુના ફોર્મેટની પ્રશંસા કરી અને લખ્યું, તમે આજે રાત્રે 8 વાગ્યે એક રસપ્રદ ફોર્મેટમાં વ્યાપક ઇન્ટરવ્યુ જોઈ શકો છો.

આજે રાત્રે 8 વાગ્યે TV9 નેટવર્ક પર PM મોદીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ, વડાપ્રધાને વીડિયો શેર કરીને કહી આ વાત
PM Modi and five editors
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2024 | 2:04 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપ્યો છે. પીએમ મોદીનો આ ઈન્ટરવ્યુ આજે 2 મે ને ગુરુવારની રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે. ટીવી9 ગ્રુપના ફાઈવ એડિટર્સ સાથે પીએમ મોદીનો આ રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુ હશે. વડા પ્રધાને ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( જે પહેલા ટ્વિટર કહેવાતુ હતુ) પર પણ આ વિશે પોસ્ટ કર્યું છે. તેમણે ઇન્ટરવ્યુના ફોર્મેટની પ્રશંસા કરી અને લખ્યું, તમે આજે રાત્રે 8 વાગ્યે એક રસપ્રદ ફોર્મેટમાં વ્યાપક ઇન્ટરવ્યુ જોઈ શકો છો.

TV9 ભારતવર્ષની પોસ્ટ શેર કરતી વખતે, વડાપ્રધાન મોદીએ X પર લખ્યું, રસપ્રદ ફોર્મેટમાં એક વ્યાપક ઇન્ટરવ્યુ. આજે 2 મે ગુરુવારની રાત્રે 8 વાગ્યે TV9 નેટવર્ક સાથેનો ઈન્ટરવ્યુ નિહાળો. તમે વડાપ્રધાન મોદી સાથેનો આ એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ 7 ભાષાઓમાં પણ જોઈ શકો છો. PM મોદીનો આ ખાસ ઈન્ટરવ્યુ 7 મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલાનો છે.

પીએમ મોદી વિપક્ષના આરોપોનો જવાબ આપશે

આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને બંધારણ બદલવા અંગેના આરોપોનો જવાબ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમએ મહારાષ્ટ્ર વિશે પણ ઘણી વાતો કરી છે. વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની ચૂંટણી વિશે પણ વિસ્તૃત વાત કરી છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન પશ્ચિમ બંગાળ વિશે વાત કરતી વખતે એક એવી ક્ષણ આવી કે જ્યારે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા.

ચૂંટણી વચ્ચે દેશના સૌથી સળગતા મુદ્દા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, હું એવા દસ્તાવેજ ખોલીશ જેના વિશે મેં આજ સુધી કોઈની સાથે વાત નથી કરી. આના પરથી તમે સમજી શકો છો કે આ ઇન્ટરવ્યુ કેટલો ખાસ રહેવાનો છે.

વડાપ્રધાને રામ મંદિરને લઈને વિપક્ષના આરોપોનો પણ જવાબ આપ્યો. આ મુલાકાતમાં વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરે અંગે શું કહ્યું તે તમે જોઈ શકશો. TV9ના દર્શકો આ આખો ઈન્ટરવ્યુ આજે 2 મે ગુરુવારની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન મોદી અને ફાઈવ એડિટર્સ પર જોઈ શકશો. આ સાથે તમે https://tv9gujarati.com ઉપર પણ તમે પીએમ મોદીના ઈન્ટરવ્યુની દરેક મહત્વની વાત જાણી શકશો.

કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
g clip-path="url(#clip0_868_265)">