Thailand Open: કોરોના સંક્રમિત થતા પ્રણિથ ટુર્નામેન્ટમાંથી બહાર, કિદાંબીએ પણ ટુર્નામેન્ટ ગુમાવી

થાઇલેન્ડ ઓપન (Thailand Open) ની શરુઆતમાં સ્ટાર ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાંઇ પ્રણિથ (Sai Pranith) ને, કોવિડ-19 પોઝિટીવ સંક્રમિત હોવાની જાણકારી મળતા તેને ટુર્નામેન્ટ થી હટી જવુ પડ્યુ છે. વિશ્વના નંબર વન સ્થાન પર રહી ચુકેલા બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત ( Kidambi Srikanth) ને ટુર્નામેન્ટ થી હટી જવુ પડ્યુ છે.

Thailand Open: કોરોના સંક્રમિત થતા પ્રણિથ ટુર્નામેન્ટમાંથી બહાર, કિદાંબીએ પણ ટુર્નામેન્ટ ગુમાવી
Badminton Player Kidambi Srikanth
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 21, 2021 | 1:31 PM

થાઇલેન્ડ ઓપન (Thailand Open) ની શરુઆતમાં સ્ટાર ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાંઇ પ્રણિથ (Sai Pranith) ને, કોવિડ-19 પોઝિટીવ સંક્રમિત હોવાની જાણકારી મળતા તેને ટુર્નામેન્ટ થી હટી જવુ પડ્યુ છે. વિશ્વના નંબર વન સ્થાન પર રહી ચુકેલા બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત ( Kidambi Srikanth) ને ટુર્નામેન્ટ થી હટી જવુ પડ્યુ છે. પ્રણિથની સાથે એક જ રુમમાં રહેવાને લઇને વિશ્વ બેડમિન્ટન મહાસંઘના (BWF) , દિશાનિર્દેશાનુસાર ટુર્નામેન્ટથી હટી જવા માટે મજબુર થવુ પડ્યુ છે. BWF ના નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, ભારતીય ખેલાડી બી સાંઇ પ્રણિથને કોવિડ-19 પોઝિટીવ હોવાનુ જણાયુ છે. જેને લઇને તે ટોયોટા થાઇલેન્ડ ઓપન થી દુર થઇ ગયા છે.

નિવેદનમાં કહ્યુ હતુ કે, સોમવારે RT PCR પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમના વધુ નિરીક્ષણ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેણે ઓછામાં ઓથા દેશેક દિવસ રહેવુ પડશે. BWF એ કહ્યુ હતુ કે, અધિકારીક હોટલમાં પ્રણિથ સાથે કિદાંબી શ્રીકાંત એક જ રુમમાં રહેતા હતા. જેને લઇને હવે તેણે પણ ટુર્નામેન્ટ થી હટી જવુ પડ્યુ છે. શ્રીકાંતે મંગળવારે થાઇલેન્ડના સિટિકોમ થમ્માસિનને 21-11, 21-11 થી હરાવ્યો હતો. વિશ્વમાં 14 નંબરના આ ભારતીય ખેલાડીને પાછલા સપ્તાહે માંસપેશિયોમાં ખેંચાણને લઇને ટુર્નામેન્ટ થી હટી જવુ પડ્યુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

BWF એ કહ્યુ હતુ કે, પ્રોટોકોલના મુજબ કિદાંબીએ થાઇલેન્ડ ઓપનથી હટી જવુ પડ્યુ છે. સાથે જ હવે તેને આકરા ક્વોરન્ટનાઇન હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે કિદાંબીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">