IPL 2021: તમામ ફ્રેન્ચાઈઝીઓએ લાંબા સમય સુધી ટી-20ના નંબર 1 બોલરની કરી અવગણના, ખેલાડીએ વ્યક્ત કર્યુ દર્દ

આ બોલરે 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ તેની પ્રથમ અને છેલ્લી IPL મેચ રમી હતી.

IPL 2021: તમામ ફ્રેન્ચાઈઝીઓએ લાંબા સમય સુધી ટી-20ના નંબર 1 બોલરની કરી અવગણના, ખેલાડીએ વ્યક્ત કર્યુ દર્દ
tabrez shamsi says he was feeling upset when ipl teams were not picking him
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:32 PM

IPL 2021: IPL 2021ના ​​બીજા તબક્કા માટે રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) કેટલાક દિગ્ગજોને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. જેમાં દક્ષિણ આફ્રિકાના ટી 20 નંબર 1 બોલર તબરેઝ શમ્સી (Tabrez Shamsi)નું નામ પણ સામેલ છે. શમ્સી લાંબા સમય બાદ IPLમાં પ્રવેશ કરશે.

તેણે 2016માં IPLમાં તેની પ્રથમ અને છેલ્લી મેચ રમી હતી. પછી તે વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો હતો. જો આપણે અત્યાર સુધી શમ્સીના આઈપીએલ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ચાર મેચ રમી છે અને ત્રણ વિકેટ લીધી છે. હવે તે આ વખતે રાજસ્થાન તરફથી રમશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓએ લાંબા સમય સુધી તેની અવગણના કરી. તેના પર હવે શમ્સીએ પોતાની પીડા વ્યક્ત કરી છે. આ સપ્તાહની શરૂઆતમાં શ્રીલંકાથી પરત ફર્યા બાદ શમ્સી (Tabrez Shamsi) હજુ પણ ક્વોરન્ટાઈનમાં છે.

શમ્સી(Tabrez Shamsi)એ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા માટે 30 વનડેમાં 40 અને 42 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 49 વિકેટ લીધી છે. આઈપીએલની હરાજીમાં તેની ક્યારેય વધારે માંગ નહોતી અને તેણે સ્વીકાર્યું કે તે પહેલા તેને અસર કરતી હતી. શમ્સી(Tabrez Shamsi)એ  નિવેદનમાં જણાવ્યું હતું કે “પહેલા જ્યારે હું નાનો હતો. ત્યારે તે મને થોડી અસર થતી હતી (આઈપીએલમાં પસંદ ન થતા), પરંતુ જેમ જેમ તમે મોટા થાવ છો.

તેમ તમને ખ્યાલ આવે છે કે આના કરતાં જીવનમાં ઘણી મહત્વની વસ્તુઓ છે. તમે સમજો છો કે કેટલીક વસ્તુઓ તમારા હાથમાં નથી. હું પણ એ જ પરિસ્થિતિમાં હતો. હું વિચારતો હતો કે મારે મારું કામ કરવાનું છે અને જો કોઈ ટીમને લાગે કે હું તેમના માટે સારો સાબિત થઈ શકું તો તેઓ મને રાજસ્થાનની જેમ ટીમમાં લેશે.

પ્રથમ તબક્કામાં કોઈ ફરક પડતો નથી

આઈપીએલ (IPL) પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) હજુ ટોચની ચાર ટીમમાં નથી, પરંતુ તેના સ્પિનર ​​શમ્સીનું માનવું છે કે રવિવારથી જ્યારે ટી 20 ટૂર્નામેન્ટ ફરી શરૂ થશે, ત્યારે તેનાથી કોઈ ફરક પડશે નહીં, કારણ કે તે તમામ ટીમો માટે નવી શરૂઆત હશે. બાયો બબલમાં કોવિડ -19 (Covid-19)ના કેસ મળી આવવાના કારણે આઈપીએલ મે મહિનામાં અધવચ્ચે મોકૂફ રાખવામાં આવી હતી.

શમ્સીએ કહ્યું “ટીમ પ્રથમ સ્થાને હોય કે પાંચમાં, ટુર્નામેન્ટના અડધા તબક્કા સુધીની સ્થિતિ ખરેખર વાંધો નથી. બીજા તબક્કામાં તમે કેવું પ્રદર્શન કરો છો તે મહત્વનું છે. તેથી મને લાગે છે કે અમે હવે સારી સ્થિતિમાં છીએ અને અમારી પાસે અડધી ટુર્નામેન્ટ (Tournament)રમવાની છે, તેથી તે બાકીની મેચોમાં અમારા પ્રદર્શન પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો : Hockey world cup : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ભારતમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાંથી નામ પરત ખેચ્યું, જાણો શું છે કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">