T20 world cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા કપિલ દેવે ટીમ ઈન્ડિયાના સ્ટાર્સને આપી ચેતવણી, કહ્યું- હારશો તો ઘણું ગુમાવશો

સુપર 12માં ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રુપમાં સામેલ છે. બંને વચ્ચે T20 વર્લ્ડ કપ(T20 World Cup)ની મેચ 24 ઓક્ટોબરે રમાશે.

T20 world cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા કપિલ દેવે ટીમ ઈન્ડિયાના સ્ટાર્સને આપી ચેતવણી, કહ્યું- હારશો તો ઘણું ગુમાવશો
Kapil Dev (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 4:28 PM

T20 world cup 2021: કોઈપણ આઈસીસી ટૂર્નામેન્ટમાં ચાહકો ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોતા હોય છે.  બંને ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે, તેથી દરેક મેચ ખૂબ જ રોમાંચક હોય છે.

T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે રમવા જઈ રહ્યું છે. બંને ટીમો 24 ઓક્ટોબરે સુપર 12 મેચમાં સામસામે ટકરાશે. જ્યારે ચાહકો ભારતની જીતની આશા રાખી રહ્યા છે, ત્યારે પૂર્વ કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) આ મેચ પહેલા ટીમના ખેલાડીઓને મહત્વની સલાહ આપી છે.

ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચ વિશે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કપિલ દેવે (Kapil Dev) કહ્યું કે આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) પર વધુ દબાણ રહેશે કારણ કે, તે મોટા નામો સાથે રમી રહી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સામેની મેચમાં પ્રદર્શન ભારતીય ખેલાડીને હીરો અને ઝીરો બનાવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતીય ટીમ (India Team) વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમવા જઈ રહી છે, જ્યારે પાકિસ્તાનની કમાન તેમના યુવા સ્ટાર બાબર આઝમના હાથમાં છે. ન્યૂઝ ચેનલ પર ભારતને વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બનાવનાર કેપ્ટને કહ્યું, ‘મને લાગે છે કે ભારતીય ટીમ પાકિસ્તાન કરતાં વધુ દબાણમાં હશે કારણ કે તેની પાસે ગુમાવવાનું વધુ છે. ભારતમાં ઘણા મોટા નામો છે અને મોટા નામો સાથે દબાણ આવે છે. જો તમે મોટા નામો સાથે પ્રદર્શન કરતા નથી તો તમે ઘણું ગુમાવો છો.

કપિલ દેવે સિનિયર ખેલાડીઓને ચેતવણી આપી

કપિલે વધુમાં કહ્યું કે દબાણમાં કોણ પ્રદર્શન કરે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું ‘તે બધું દબાણ અને મજા પર નિર્ભર કરે છે. શું તમે રમતનો આનંદ માણી રહ્યા છો કે પછી તમે તેનું દબાણ અનુભવો છો. જો તમે તમારા પર વધુ પડતું દબાણ કરશો તો તમે ક્યારેય ઈચ્છિત પ્રદર્શન કરી શકશો નહીં. તે ટીમ માટે જીતની તક વધી જાય છે, જે પણ ટીમ એ હકીકતમાં વિશ્વાસ કરે છે કે જ્યારે આપણે મેદાન પર જઈએ છીએ, ત્યારે આપણે રમતનો ભરપૂર આનંદ માણવો જોઈએ.

તે તેની એક અલગ ઓળખ બનાવે છે. જો કોઈ યુવા ખેલાડી આગળ આવે અને સારું પ્રદર્શન કરે તો તેને આખી દુનિયામાં એક અલગ ઓળખ મળે છે. બીજી બાજુ જો કોઈ વરિષ્ઠ ખેલાડી સારો દેખાવ કરી શકતો નથી તો તે તેની છબીને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : India vs Pakistan, T20 World cup 2021: ભારત પાકિસ્તાનને હરાવશે ! 60-40 થી ટીમ ઇન્ડીયાનુ પલડું ભારે, જાણો શુ છે સૌથી મોટું કારણ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">