T-20 લીગ: સનરાઈઝર્સ હૈદરાબાદની ટુર્નામેન્ટમાં પ્રથમ જીત, 15 રને દિલ્હી કેપિટલ્સની હાર

યુએઈના અબુધાબીમાં મંગળવારે રમાયેલી ભારતીય ટી-20 ક્રિકેટ લીગની અગીયારમી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો. દિલ્હી કેપીટલ્સે પ્રથમ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ શરુઆતની પોતાની બંને મેચ જીતી હતી. જ્યારે ડેવીડ વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાની બંને મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચમાં વિજેતા બન્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ ઈનીંગ્સમાં 20 […]

T-20 લીગ: સનરાઈઝર્સ હૈદરાબાદની ટુર્નામેન્ટમાં પ્રથમ જીત, 15 રને દિલ્હી કેપિટલ્સની હાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:41 PM

યુએઈના અબુધાબીમાં મંગળવારે રમાયેલી ભારતીય ટી-20 ક્રિકેટ લીગની અગીયારમી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો. દિલ્હી કેપીટલ્સે પ્રથમ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ શરુઆતની પોતાની બંને મેચ જીતી હતી. જ્યારે ડેવીડ વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાની બંને મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચમાં વિજેતા બન્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ ઈનીંગ્સમાં 20 ઓવરના અંતે ચાર વિકેટે 162 રન કર્યા હતા. જવાબમાં દિલ્હી ધીમી શરુઆત સાથે વળતા જવાબમાં એક બાદ એક બેટ્સમેનોએ ધીમી રમત સાથે પેવેલીયન પરત ફરતા 147 રન કરીને 15 રને હાર થઈ હતી. મેચ અગાઉ દિલ્હીએ તેની ટીમમાં તેની ટીમમાં એક બદલાવ કર્યો હતો. આવેશ ખાનની જગ્યાએ ઈશાંત શર્માનો સમાવેશ કર્યો હતો. જે અનફીટ હોવાને લઇને મેદાનની બહાર હતો અને જે હવે ફીટ થતાં મેદાન પર પરત ફર્યો છે. જ્યારે હૈદરાબાદે 2 બદલાવ કરીને મોહમદ નબીની જગ્યાએ કેન વિલિયમ્સ અને રિધીમાન સાહાની જગ્યાએ અબ્દુલ સમાદને અંતિમ ઈલેવનમાં સ્થાન આપ્યુ હતુ.

T20 League SRH ni Tournament ma pratham Jit 15 run e DC ni har

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હીની જવાબી ઈનીંગ્સ.

દિલ્હીએ 163 રનના લક્ષ્ય સામે બેટીંગ કરતા જ ઓપનર પૃથ્વી શોની ટીમના માત્ર 02 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવીને ધીમી શરુઆત કરી હતી. વન ડાઉનમાં ક્રીઝ પર પહોંચેલા શ્રેયસ ઐયરે પણ ટીમના 42 રનના સ્કોરે બીજી વિકેટ સ્વરુપે આઉટ થયો હતો. શ્રેયસે 21 બોલમાં 17 રન કર્યા હતા. શિખર ધવને 31 બોલમાં 34 રન કર્યા હતા અને તેની પણ વિકેટ દિલ્હીએ 62 રનના સ્કોર પર ગુમાવી હતી. શિમરોન હેટમોર 12 બોલમાં બે છગ્ગા સાથે 21 રન કરીને 104 રને આઉટ થયો હતો. 117 રને પાંચમી વિકેટ રુષભ પંતની 27 બોલમાં 28 રન કરીને આઉટ થઈ હતી. સ્ટોઈનીશ નટરાજનના બોલ પર એલબીડબલ્યુ આઉટ 11 રન કરીને થયો હતો, ટીમનો સ્કોર ત્યારે 126 રને છ વિકેટ થયો હતો. આમ અંતમાં સાત વિકેટ ગુમાવી મેચ થી હાર સ્વીકારી હતી.

 T20 League SRH ni Tournament ma pratham Jit 15 run e DC ni har

હૈદરાબાદની બોલીંગ.

રાશિદ ખાને ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમના આસાન સ્કોરને ધ્યાને રાખીને બોલરોએ દિલ્હી પર દબાણ સર્જયુ હતુ અને ટીમના સ્કોર થી દિલ્હીને સતત દુર રાખવા શરુઆત થી પ્રયાસ કર્યો હતો. નટરાજને ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા. ભુવનેશ્વવર કુમારે ચાર ઓવરમાં બે વિકેટ ઝ઼ડપી 25 રન આપ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હૈદરાબાદની 162 રનની ઇનીંગ

દિલ્હીએ ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટીંગ માટે તક આપી હતી. હૈદરાબાદે પ્રથમ વિકેટ ક્રીઝ પર ટકાવી રાખવાના પ્રયાસ સાથે ઓપનરોએ 77 રનની ભાગીદારી નોંઘાવી હતી. પ્રથમ વિકેટ ઓપનર અને કેપ્ટન ડેવીડ વોર્નરની હૈદરાબાદે ગુમાવી હતી. વોર્નર 33 બોલમાં 45 રન બનાવીને અમિત મિશ્રાનો શિકાર થયો હતો. ઓપનર જોની બેયરસ્ટોએ પોતાની અડધી સદી ફટકારી. બેઅરીસ્ટોએ 48 બોલમાં 53 રન ફટકાર્યા હતા. મનિષ પાંડે માત્ર પાંચ બોલમાં ત્રણ રન કરી આઉટ થયો હતો. કેન વિલીયમ્સને 26 બોલમાં 41 રન કર્યા હતા. અંતમાં અબ્દુલ શમદ અને અભિષેક શર્મા અણનમ રહ્યા હતા. શમદે એક ચોગ્ગોને એક છગ્ગા સાથે સાત બોલમાં 12 રન કર્યા હતા. હૈદરાબદની ઈનીંગસ દરમ્યાન માત્ર ચાર જ છગ્ગા અને 11 ચોગ્ગા જ ચાહકોને જોવા મળ્યા હતા.

T20 League SRH ni Tournament ma pratham Jit 15 run e DC ni har

દિલ્હી કેપીટલ્સની બોંલીંગ

અમિત મિશ્રા પર દિલ્હીને ખુબ જ આશા હતી અને તે આશા પર તે મંગળવારે હૈદરાબાદ સામે ખરો ઉતરી રહ્યો હતો. અમિત મિશ્રાએ કેપ્ટન ડેવિડ વોર્નર અને મનિષ પાંડેની એમ બે વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ તેની ચાર ઓવરમાં બે વિકેટ ઝડપીને 35 રન આપ્યા હતા. કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 21 રન કર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. રબાડાએ બોલીંગમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ પુરુ પાડ્યુ હતુ. અક્ષર પટેલે બે ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">