T-20 લીગઃ રાજસ્થાન રોયલ્સ સામે ચાર વિકેટ ગુમાવીને 193 રન ફટકાર્યા, સુર્યકુમારની 79 રનની ઈનીંગ

ચાર વખત ટી-20 લીગની ચેમ્પિયન્સ બનેલી, મુંબઇ ઇન્ડિયન્સ અને શરુઆતમાં જ ધમાકેદાર ફોર્મમાં રહેલ, રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઇ રહી છે. સિઝનની 20 મેચ આજે અબુધાબીમાં યોજાઇ રહી છે.રાજસ્થાન રોયલ્સમાં ખેલાડી કાર્તિક ત્યાગીએ આજે લીગમાં ડેબ્યુ કર્યુ હતુ. તે અંડર-19 વલ્ડકપમાં શાનદાર દેખાવ કરી ચુક્યો છે. શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાઇ રહેલી મેચમાં ટોસ જીતીને રોહિત […]

T-20 લીગઃ રાજસ્થાન રોયલ્સ સામે ચાર વિકેટ ગુમાવીને 193 રન ફટકાર્યા, સુર્યકુમારની 79 રનની ઈનીંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 06, 2020 | 9:59 PM

ચાર વખત ટી-20 લીગની ચેમ્પિયન્સ બનેલી, મુંબઇ ઇન્ડિયન્સ અને શરુઆતમાં જ ધમાકેદાર ફોર્મમાં રહેલ, રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઇ રહી છે. સિઝનની 20 મેચ આજે અબુધાબીમાં યોજાઇ રહી છે.રાજસ્થાન રોયલ્સમાં ખેલાડી કાર્તિક ત્યાગીએ આજે લીગમાં ડેબ્યુ કર્યુ હતુ. તે અંડર-19 વલ્ડકપમાં શાનદાર દેખાવ કરી ચુક્યો છે. શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાઇ રહેલી મેચમાં ટોસ જીતીને રોહિત શર્માએ પ્રથમ બેટીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. શરુઆતની ધમાકેદાર બેટીંગ કરી હતી પરંતુ ઓપનીંગ જોડી લાંબો સમય ક્રિઝ પર ટકી શકી નહોતી. ડેબ્યુ કરનાર ત્યાગીએ તેની પ્રથમ ઓવરમાં જ ક્વિંટનની વિકેટ ઝડપી હતી. ઇનીંગ્સની પાંચમી ઓવરમાં જ તેણે ડી કોકને 23 રને શિકાર કરી લીધો હતો. મુંબઇએ 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 193 રન કર્યા હતા. જેમાં સુર્યકુમાર યાદવે અર્ધશતક ફટકાર્યુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ.

સુર્યકુમાર યાદવે અર્ધ શતક ફટકાર્યુ હતુ. તેણે વન ડાઉનમાં આવી ને ક્રિઝ પર ટકી રહેવા સાથે ટીમના સ્કોર બોર્ડને ફરતુ રાખવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. સુર્યકુમાર યાદવે 47 બોલમાં 79 રન કર્યા હતા. મુંબઇ પલટને આજે શરુઆતની ઓવરોમાં ધમાકે દાર બેટ ફટકારવાનુ શરુ કર્યુ હતુ. બંને ઓપનર રોહિત શર્મા અને ડી કોકે ઝડપી રન બનાવવાની શરુઆત કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં જ નવોદીત ખેલાડી કાર્તિકે ડીકોક ને પેવેલીયન મોકલી દીધો હતો. જોકે પાવર પ્લેની છ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 57 રન કર્યા હતા. દશમી ઓવરમાં શ્રેયસ ગોપાલની ઓવરમાં સળંગ બે વિકેટ મુંબઇ એ ગુમાવી હતી. સળંગ બે વિકેટમાં પહેલા રોહિત શર્મા 35 રને અને બાદમાં ઇશાન કિશન તુરત જ બીજા બોલે શુન્યમાં આઉટ થયા હતા. આમ 88 રન ના સ્કોર પર મુંબઇ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. મધ્યમક્રમમાં હિટર ગણાતા કૃણાલ પંડ્યા પણ જોફ્રા આર્ચરનો શિકાર થયો હતો. તેણે 17 બોલમાં 12 રન કરીને વિકેટ ગુમાવી હતી. આમ શરુઆત ઝડપી કર્યા બાદ મધ્ય ક્રમની ઓવરોમાં મુંબઇ ની બેટીંગ ધીમી પડી ગઇ હતી. જોકે અંતિમ આવરોમાં યાદવ અને હાર્દિક પંડ્યાએ ઝડપી રમત થી સ્કોરને ઉપર લઇ જવામાં સફળ પ્રયાસ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 30 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ.

રાજસ્થાને આજે એક સારી બોલીંગનુ પ્રદર્શન કર્યુ હતુ. આજે ટી-20 લીગ મેચમાં ડેબ્યુ કરનાર કાર્તિક ત્યાગીએ તેની પ્રથમ ઓવરમાં જ ડી કોકની મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 36 રન આપ્યા હતા. શ્રેયસ ગોપાલે દશમી ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપીને મુંબઇની કમર જાણે તેણે તોડી નાંખી હતી. આ બંને વિકેટો ને લઇ મુંબઇને ઝટકો લાગ્યો હતો. ગોપાલે ચાર ઓવરમાં બે વિકેટ ઝડપી 28 રન આપ્યા હતા. જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપીને 34 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવરમાં જાણે કે બોડીલાઇન બોલ નાંખ્યા અને એક બોલ યાદવના હેલ્મેટને વાગ્યો હતો. યાદવે ફિઝીયોની મુલાકાત લીધી હતી. અંકિત રાજપુતે આજે ખર્ચાળ રહ્યો હતો. તેણે 14 ની ઇકોનોમી સાથે ત્રણ ઓવરમાં 42 રન આપ્યા  હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">