T-20 લીગ: હાર્દીકની ધમાકેદાર ફીફટી સાથે મુંબઈએ 5 વિકેટ ગુમાવી 195 રન ખડક્યા, જોફ્રા આર્ચર અને શ્રેયસ ગોપાલે 2-2 વિકેટ ઝડપી

ટી-20 લીગની 45મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. મેચમાં આજે રોહિત શર્મા ઈજાને લઈને મેચથી બહાર રહ્યો હતો. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. સારી શરુઆત સાથે મુંબઈએ બેટીંગની રમત શરુ કરી હતી. હાર્દીક પંડ્યાની ધમાકેદાર બેટીંગને લઈને, 20 […]

T-20 લીગ: હાર્દીકની ધમાકેદાર ફીફટી સાથે મુંબઈએ 5 વિકેટ ગુમાવી 195 રન ખડક્યા, જોફ્રા આર્ચર અને શ્રેયસ ગોપાલે 2-2 વિકેટ ઝડપી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 25, 2020 | 9:39 PM
ટી-20 લીગની 45મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. મેચમાં આજે રોહિત શર્મા ઈજાને લઈને મેચથી બહાર રહ્યો હતો. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. સારી શરુઆત સાથે મુંબઈએ બેટીંગની રમત શરુ કરી હતી. હાર્દીક પંડ્યાની ધમાકેદાર બેટીંગને લઈને, 20 ઓવરના અંતે મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા. 
T 20 league hardik ni dhamakedar fifty sathe mumbai e 5 wicket gumavi 195 run khadkya jofra archar anr gopal e 2-2 wicket jadpi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
મુંબઈની બેટીંગ
ટોસ જીતીને બેટીંગ કરવા આવેલી મુંબઈની ટીમના ઓપનરે ઝડપી શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પાવર પ્લેનો ફાયદો ઉઠાવી ઝડપથી રમવા જતા સીક્સ લગાવી ક્વિન્ટન ડીકોકની પ્રથમ વિકેટ ગુમાવી હતી. પરંતુ બાદમા ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ઈનીંગને આગળ ધપાવી હતી. બંનેએ 83 રનની ભાગીદારી નોંધાવી રોહિત શર્માની ગેરહાજરીની જવાબદારી નિભાવી હતી. ઈશાન કિશન 37 રન કરી આઉટ થયો હતો, યાદવ 26 બોલમાં 40 રન કર્યા હતા. પોલાર્ડ છ રન કરીને આઉટ થયો હતો. સૌરભ તિવારીએ પણ 25 બોલમાં 34 રન કર્યા હતા. હાર્દીક પંડ્યાએ આજે ધુંઆધાર બેટીંગ કરી હતી અને તેણે સળંગ ત્રણ છગ્ગા લગાવી દેતા જ મુંબઇને સ્કોરના મામલે રાહત મળવા લાગી હતી. તેણે 20 બોલમાં ફીફટી પુરી કરી લીધી હતી. તે માટે તેણે સાત છગ્ગા અને બે ચોગ્ગા લગાવ્યા હતા. આમ હાર્દીકે 21 બોલમાં 60 રન કર્યા હતા. 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

 
રાજસ્થાનની બોલીંગ
જોફ્રા આર્ચર અને શ્રેયસ ગોપાલે તેના ચાર ઓવરમાં બે-બે વિકેટ ઝડપી હતી. બંનેએ આજે સારી બોલીંગ કરી હતી. ટીમને જરુર હતી બીજી વિકેટની તે મેળવવા  લાંબો સમય બોલરોએ રાહ જોવી પડી હતી. જો કે એક સમયે નજીકના અંતરમાં ત્રણ વિકેટ ઝડપતા રાજસ્થાનને હાશકારો થયો હતો. જોકે કાર્તિક ત્યાગીએ પણ એક વિકેટ ઝડપી હતી. પરંતુ હાર્દીક પંડ્યાને એક જીવત દાન મળ્યા બાદ તેને નિયંત્રીત નહીં થઈ શકતા આખરે સ્કોર લક્ષ્ય કરતા ઉંચો વધ્યો હતો. આમ બોલરોને ઝઝુમતા જોવા મળતા હતા. હાર્દીક પંડ્યાએ સ્ટિવ સ્મીથના તમામ આયોજનો જાણે કે રફેદફે થઇ ગયા હતા. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">