T-20: સુપરઓવરમાં કમાલ સર્જીને કલકત્તાએ હૈદરાબાદ સામે મેળવી જીત

ભારતીય ક્રિકેટ ટી-20 લીગની તેરમી સિઝનની 35 મી મેચ કલકત્તા નાઇડ રાઇડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાઇ . હૈદરાબાદના કેપ્ટન ડેવીડ વોર્નરે પ્રથમ ટોસ જીતીને કલકત્તાને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યુ. કલકત્તાએ પ્રથમ બેટીંગ કરીને શરુઆતમાં મક્કમ અને અંતિમ ઓવરોમાં ઝડપી રમત રમી. પાંચ વિકેટ ગુમાવીને કલકત્તાએ 20 ઓવરના અંતે 163 રન કર્યા હતા. જેના જવાબમાં […]

T-20: સુપરઓવરમાં કમાલ સર્જીને કલકત્તાએ હૈદરાબાદ સામે મેળવી જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 18, 2020 | 8:20 PM

ભારતીય ક્રિકેટ ટી-20 લીગની તેરમી સિઝનની 35 મી મેચ કલકત્તા નાઇડ રાઇડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાઇ . હૈદરાબાદના કેપ્ટન ડેવીડ વોર્નરે પ્રથમ ટોસ જીતીને કલકત્તાને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યુ. કલકત્તાએ પ્રથમ બેટીંગ કરીને શરુઆતમાં મક્કમ અને અંતિમ ઓવરોમાં ઝડપી રમત રમી. પાંચ વિકેટ ગુમાવીને કલકત્તાએ 20 ઓવરના અંતે 163 રન કર્યા હતા.

જેના જવાબમાં હૈદરાબાદે પણ 163 રન કર્યા હતાં. આમ મેચ ટાઇ થઇ ચુકી હતી. આમ હાથમાં આવેલો કોળીયો સુપર ઓવરમાં ફંસાયો હતો. આમ લીગમાં ત્રીજી મેચ ટાઇમાં પહોંચી હતી. આમ ત્રીજી સુપર ઓવર નિહાળવાનો મોકો પણ ચાહકોને મળ્યો. સુપર ઓવરમાં કલકત્તાએ જીત મેળવી. લોકી ફર્ગ્યુશને કલકત્તા માટે જાણે કે આજે ચમત્કારીક દેખાવ કરીને કલકત્તાને વિજય અપાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હૈદરાબાદ સામે બોલ નાંખતા પહેલા જ બોલ પર લોકી ફરગ્યુશને ડેવીડ વોર્નરની વિકેટ બોલ્ડ કરીને ઝડપી. બેટીંગ ઈનીંગ્સ દરમ્યાન અણનમ રહેનાર વોર્નરે સુપર ઓવરમાં આઉટ થયો . બીજા બોલે 2 રન સમદ મેળવ્યા હતા. ત્રીજા બોલે ફરી એકવાર લોકીએ શમદને ક્લીન બોલ્ડ કરતો બોલ નાંખીને હૈદરાબાદને ચોંકાવી દીધુ. લોકી હૈદરાબાદ માટે દરેક રીતે કલકત્તા માટે ચમત્કારીક દેખાવ દાખવી રહ્યો હતો.

વળતા જવાબમાં સુપર ઓવરમાં કલકત્તાએ રમવા દરમ્યાન, માત્ર ત્રણ રન ની જરુર હતી. ઇયોન મોર્ગન અને દિનેશ કાર્તિક બંને બેટીંગ કરવા ક્રિઝ પર આવ્યા હતા. તેમની સામે હૈદરાબાદ તરફથી રાશિદ ખાન  બોલીંગ લઇ આવ્યો. જેમાં 4 બોલ રમીને 3 રને કલકત્તાએ જીત મેળવી. આમ હાથમાંથી સરકતી મેચને સુપર ઓવરમાં પરત મેળવી.

સનરાઇઝર્સની બેટીંગ.

હૈદરાબાદ પણ કલકત્તાની માફક જ રન કરવાની નીતી અપનાવી હતી. હૈદરાબાદે પણ વિકેટ ટકાવતી મક્કમ રમત શરુ કરી. પ્રથમ વિકેટ માટે કેન વિલીયમસન અને જોની બેયરીસ્ટોએ 57 રનની ભાગીદારી નોંધાવી. બંનેએ પાવર પ્લેમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. વિલીયમસન 19 બોલમમાં 29 રન કરીને આઉટ થયો. ત્યાર બાદ આવેલ પ્રિમય ગર્ગ પણ 70 ના સ્કોર પર માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. તુરત જ ઓપનર બેયરીસ્ટો પણ 36 રન કરીને આઉટ થયો.

આમ 70 ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી. વધુ 12 રન ટીમે ઉમેર્યા હતા.ત્યાં મનિષ પાંડે પણ વિકેટ ગુમાવી બેસતા 82 રન પર હૈદરાબાદ 4 વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં આવી પહોંચ્યુ. વિજય શંકર 07 રન પર આઉટ થયો. મનિષ અને પ્રિયમ બંનેને લોકી ફરગ્યુશને ક્લીન બોલ્ડ કર્યા. અબ્દુલ શમદે 15 બોલમાં 23 રન કર્યા. જોકે કેપ્ટન ડેવીડ વોર્નરે સ્થિતીને સંભાળવા પ્રયાસ કર્યો. વોર્નરે 33 બોલમાં 47 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં હેદરાબાદને જીત માટે 18 રનની જરુર હતી. જેમાં ત્રણ ચોગ્ગા લગાવી મેચને રોમાંચક મોડમાં લાવી દીધી.

કલકત્તાની બોલીંગ.

લોકી ફરગ્યુશનને ટીમમાં સ્થાન આપવાનો નવા કેપ્ટન મોર્ગનનો નિર્ણય જાણે યોગ્ય ઠર્યો હતો. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં બે બેટ્સમેનોને તો ક્લીન બોલ્ડ કરી દઇને પેવેલીયન મોકલીને હરીફ ટીમની મુસીબતોને વધારી દીધી હતી. લોકીના આ પ્રભાને લઇને હૈદરાબાદના બેટ્સમેનોએ રક્ષણાત્મક રમત તેની બોલીંગ દરમ્યાનન રમવાની ફરજ પડી હતી. લોકીએ ત્રણ ઓવર સુધી તો માત્ર આઠ જ રન આપ્યા હતા.

આમ ચાર ઓવરમાં 15 રન લોકીએ ગુમાવ્યા. આ પરથી હૈદરાબાદમાં લોકીના ડરની અસર જોઇ શકાઇ હતી. આ ઉપરાંત પેટ કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ ઝડપી. વરુણ ચક્રવર્તીએ પણ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી. શિવમ માવીએ 3 ઓવરમાં 34 રન આપીને એક વિકેટ ઝડપી. કુલદીપ યાદવે પણ કરકસર સાથે બોલીંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 18 રન આપ્યા હતા.

લકત્તાની બેટીંગ.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતા કલકત્તાએ તેની રમતને આજે, સુઝબુઝ પુર્વક રમવાની યોજના બનાવી હોય તે પ્રમાણે કરી હતી. પરંતુ આ પ્રકારની રમત જાણે કે તેના સ્કોર બોર્ડને ધીમી ગતીનુ બનાવી દીધુ. ક્રિસ ગ્રીન અને પ્રસિદ્ધ કૃષ્ણાને આજે પડતા મુકાયા હતા. કુલદીપ યાદવ અને લોકી ફરગ્યુસનને ટીમમાં સ્થાન મળ્યુ હતુ.  શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠીએ ટીમની ઇનીંગ શરુ કરી હતી.

ત્રિપાઠી 16 બોલમાં 23 રન જોડીને પ્રથમ વિકેટ રુપે પેવેલીયન ફર્યો હતો. તે યોર્કર માસ્ટર નટરાજનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ટીમનો બીજો ઝટકો શુભમન ગીલના રુપે મળ્યો હતો. રાશિદ ખાને તેને 36 રન પર જ પ્રિયમ ગર્ગના હાથમાં કેચ કરાવી દીધો હતો. આના પછી તુરત જ વિજય શંકરે પણ નિતિશ રાણાની વિકેટ ઝડપી હતી. તે પણ ગર્ગના હાથમાં જ કેચ આપી બેટો હતો.

આંદ્રે રસેલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને માત્ર નવ રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે કેપ્ટન ઇયોન મોર્ગન અને દિનેશ કાર્તિકે અંતિમ ઓવરોમાં ધુંઆધાર બેટીંગ કરી હતી. બંને એ ચોગ્ગા અને છગ્ગા લગાવીને અંતિમ ચાર ઓવરમાં રનનો ઢગલો ખડકીને સ્કોરને સન્માનજનક સ્થિતીએ પહોંચાડી દીધો હતો.

હૈદરાબાદની બોલીંગ.

હૈદરાબાદે આજે સારી બોલીંગ કરી હતી. ધીમી પીચનો પણ ફાયદો ઉઠાવવા તેના કેપ્ટન અને બોલરો એ પણ પુરો પ્રયાસ કર્યો હતો. જોકે ઝડપી બોલર ટી નજરાન બે વિકેટ ઝડપી હતી. જોકે તેની સામે તેણે દશની એવરે જ રન લુટાવ્યા હતા. વિજય શંકરે ચાર ઓવરમાં 20 રન આપી ને એક વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને પણ ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સંદિપ શર્માં અને બાસીલ થંપી વિકેટ મેળવવાના પ્રયાસથી દુર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">