AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

shane warne: કોરોના સંક્રમણે શેન વોર્નને વેન્ટિલેટર પર પહોંચાડ્યો, દિગ્ગજ બોલરે સમગ્ર વાત જણાવી

શેન વોર્ન ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. શેન વોર્ન લંડનમાં રમાઈ રહેલી હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં લંડન સ્પિરિટ્સ ટીમના મુખ્ય કોચ હતા. સ્વસ્થ થયા બાદ તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે.

shane warne: કોરોના સંક્રમણે શેન વોર્નને વેન્ટિલેટર પર પહોંચાડ્યો, દિગ્ગજ બોલરે સમગ્ર વાત જણાવી
shane warne
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 12:11 PM
Share

shane warne : ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર શેન વોર્ને (Shane Warne)કોવિડ -19 માંથી સ્વસ્થ થયા બાદ તેના મુશ્કેલ દિવસોને યાદ કર્યા છે. તેણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ (Covid positive) આવ્યા બાદ તેને માથાનો દુખાવો થયો હતો. 52 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડી (Former player)એ જણાવ્યું હતું કે, થોડા દિવસો સુધી તેની કસોટી કરવામાં આવી રહી છે તેની તેને જાણ નહોતી. ટેસ્ટ ક્રિકેટના તેજસ્વી બોલરે કહ્યું કે, તેને રસીના 2 ડોઝ લીધા હતા, પરંતુ પછી તે કોવિડથી સંક્રમિત થયો હતો.

શેન વોર્ને કહ્યું, “પહેલા થોડા દિવસોમાં જ્યારે હું પોઝિટિવ (Covid positive) મળી આવ્યો, ત્યારે મને તીવ્ર માથાનો દુખાવો થયો હતો. એક દિવસ મને ધ્રુજારી અનુભવાઈ, પણ પરસેવો વળી ગયો.મે વેક્સિન (Vaccine)ના 2 ડોઝ લીધા છે અને હવે હું સ્વસ્થ છું

વોર્ન વેન્ટિલેટર પર હતો

શેન વોર્ને (Shane Warne) એમ પણ કહ્યું કે, કોવિડ -19 (Covid 19)થી સંક્રમિત થયા બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટના દિગ્ગજે કહ્યું કે તે હવે સ્વસ્થ છે, અને દોડવા માટે સક્ષમ છે. તેમણે એમ પણ કહ્યું કે, દરેક લોકોએ વેક્સિન લેવી જોઈએ. શેન વોર્ન લંડનમાં રમાઈ રહેલી હન્ડ્રેડ ટુર્નામેન્ટ (Hundred Tournaments)માં લંડન સ્પિરિટ્સ ટીમ (Spirits team)નો મુખ્ય કોચ હતો.

રસીકરણ પર ભાર

વોર્ને કહ્યું, “હું વેન્ટિલેટર (Ventilator)પર હતો પણ તે ઇમરજન્સી વેન્ટિલેટર નહોતો. હું ઠીક છું, હું દોડી શકું છું, હું બધું કરવા સક્ષમ છું. રસી આપવી કે નહીં તે દરેકની પસંદગી છે, પરંતુ મારા માતે દરેક વ્યક્તિએ વેક્સિન(Vaccine) લેવી જોઈએ જેથી આપણે સામાન્ય સ્થિતિમાં આવી શકીએ.

ક્રિકેટ કારકિર્દી

દોઢ દાયકાના આંતરરાષ્ટ્રીય કારકિર્દી (International career)માં, શેન વોર્ને તેના બોલથી ક્રિકેટમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. લેગ સ્પિનર ​​વોર્ને 145 ટેસ્ટ અને 194 વનડેમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે તેણે ટેસ્ટમાં 708 વિકેટ લીધી છે, તેણે વનડે ફોર્મેટમાં 293 વિકેટ લીધી છે. વોર્ને જાન્યુઆરી 2007માં ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

આ પણ વાંચો : Quad Summit 2021: ક્વાડ દેશોની બેઠકમાં PM મોદીએ કહ્યું- હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સૌ સાથે મળી કરીશું કામ, બધાએ સાથે મળીને વિશ્વ માટે શાંતિ સ્થાપવી જોઈએ

g clip-path="url(#clip0_868_265)">