AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma Birthday: રોહિત શર્માના 5 રેકોર્ડ જે ક્યારેય તૂટશે નહીં!

આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. વિશ્વ ક્રિકેટમાં તેમને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. આજે 30મી એપ્રિલે તેમનો 39મો જન્મદિવસની છે. તેમના નામે અનેક રેકોર્ડ છે.

Rohit Sharma Birthday: રોહિત શર્માના 5 રેકોર્ડ જે ક્યારેય તૂટશે નહીં!
Rohit Sharma RecordImage Credit source: BCCI
| Updated on: Apr 30, 2026 | 8:10 AM
Share

રોહિત શર્માનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરના બંસોડમાં થયો હતો. તેમના પિતા ગુરુનાથ શર્મા ટ્રાન્સપોર્ટ કંપનીના વેરહાઉસમાં કેરટેકર તરીકે કામ કરતા હતા. રોહિતની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, તે તેના દાદા અને કાકા સાથે બોરીવલીમાં રહેતો હતો. જ્યારે તેના માતા-પિતા ડોંબિવલીમાં રહેતા હતા. તે માત્ર રજાઓમાં જ તેના માતા-પિતાને મળવા જતો હતો.

કારકિર્દીની શરૂઆત

રોહિતે 1999માં ક્રિકેટ કેમ્પમાં એડમિશન લીધું હતું. તેમના કોચ દિનેશ લાડે તેમની પ્રતિભાને ઓળખી હતી અને તેમને સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કોલરશિપ અપાવી. જ્યાં ક્રિકેટની સારી સુવિધાઓ મળતી હતી. શરૂઆતમાં રોહિત શર્માએ સ્પિનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ રોહિતની બેટિંગ ક્ષમતા જોઈને તેમને ઓપનર બનવાની સલાહ આપી હતી.

1. ODI ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર – 264

2014 માં, રોહિત શર્માએ શ્રીલંકા સામે 173 બોલમાં 264 રન બનાવીને ODI ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ ઇનિંગમાં તેણે 42 બાઉન્ડ્રી ફટકારી હતી.

2. ODI માં ત્રણ બેવડી સદી

વિશ્વનો એકમાત્ર બેટ્સમેન જેણે 3 બેવડી સદી મારી છે. રોહિતે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વાર 209 રન બનાવ્યા પછી કોલકાતામાં શ્રીલંકા સામે તેણે 264 અને મોહાલીમાં શ્રીલંકા સામે 208 રન બનાવ્યા હતા.

3. એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં, રોહિત શર્માએ 9 ઇનિંગમાં 5 સદી ફટકારી હતી. જે એક જ એડિશનમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે.

4. કેપ્ટન તરીકે 1 વર્ષમાં 2 ICC ટ્રોફી

રોહિત માત્ર બેટ્સમેન જ નહીં પણ એક સફળ કેપ્ટન પણ છે. તેના નેતૃત્વ હેઠળ, ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી. તેણે 12 મહિનામાં બે ICC ટાઇટલ જીતીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

5. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વનડે અને T20) ના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્મા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા (637)નો રેકોર્ડ રોહિતના નામે છે.

Breaking News: રાયન રિકલ્ટનની સદી વ્યર્થ ગઈ, મુંબઈનો ઘરઆંગણે સતત ચોથો પરાજય, હૈદરાબાદનો રેકોર્ડ વિજય

Follow Us
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
g clip-path="url(#clip0_868_265)">