રિવાબાએ કેમ રવિન્દ્ર જાડેજાને મેદાનની વચ્ચે કર્યા હતા ચરણ સ્પર્શ, આ વીડિયોમાં સાંભળો રિવાબાનો ખુલાસો
IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રસાકસીની મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ક્રિકેટ રમીને ચેન્નાઈ સુપર કિંગ્સને જીતાડ્યુ હતુ. તે સમયે એક રિવાબાએ રવિન્દ્ર જાડેજાને પગે લાગ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં રિવાબા સાડીને માથે ઓઢીને રવિન્દ્ર જાડેજાને પગે લાગતા જોવા મળે છે.

IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રસાકસીની મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ક્રિકેટ રમીને ચેન્નાઈ સુપર કિંગ્સને જીતાડ્યુ હતુ. તે સમયે એક રિવાબાએ રવિન્દ્ર જાડેજાને પગે લાગ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં રિવાબા સાડીને માથે ઓઢીને રવિન્દ્ર જાડેજાને પગે લાગતા જોવા મળે છે.
તેને લઈ રિવાબાએ સમગ્ર ઘટના શું હતી તેનો ખુલાસો કર્યો હતો. રિવાબા જાડેજાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે મઝાકમાં રવિન્દ્ર જાડેજાએ તેમને પગે લાગવાનું કહ્યું ત્યારે તેમને ના પાડી હતી. રિવાબાએ કહ્યું જ્યારે મને લાગશે કે કંઈક સારુ કામ કર્યુ છે ત્યારે પગે લાગીશ.જે વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તેને લઈ રિવાબાએ અન્ય રહસ્યોને ઉજાગર કર્યા હતા.
રિવાબાએ પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા
આઈપીએલની ફાઈનલ મેચ જીત્યા પછી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જે રીતે પતિને શુભકામના પાઠવી તેનાથી ક્રિકેટ ફેન્સ સહિત તમામ દેશવાસીઓ રિવાબા પર ફિદા થઈ ગયા હતા.રિવાબા જાડેજાએ રવિન્દ્ર જાડેજાને પગે લાગ્યા હતા .આ સાથે જ તેમને મેચમાં વિજયી પ્રદર્શન માટે શુભકામના આપી હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ રિવાબા જાડેજાના ખૂબ જ વખાણ કર્યા હતા.
Ravindra Sinh Jadeja’s wife Rivaba Jadeja touched the feet of her husband after the IPL Finals yesterday. #CSKvGT | #IPL2023Final | @imjadeja pic.twitter.com/eGwUTJMtuJ
— Vicky Singh (@VickyxCricket) May 30, 2023
ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓની પત્નીઓ સામાન્ય રીતે વેસ્ટર્ન ડ્રેસમાં મેચ જોવા માટે પહોંચતા હોય છે પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની સ્ટેડિયમમાં ટ્રેડીશનલ લુકમાં જોવ મળ્યા હતા. રિવાબા સાડી પહેરીને મેચ જોવા માટે પહોંચ્યા હતા. તેમની આ સાદગી જોઈને રવિન્દ્ર જાડેજાના ફેન્સ તેમની પત્નીની ભારતીય સંસ્કૃતિની જાળવણીની વાત કરી તેમની પ્રશંસા કરી રહ્યા છે.
IPL ફાઈનલમાં અંતિમ ઓવરમાં જાડેજાએ અપાવી જીત
વરસાદના કારણે રિઝર્વ ડે પર રમાયેલ IPL ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમી રેકોર્ડ પાંચમી વાર જીત મેળવી હતી. રોમાંચક ફાઇનલમાં અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી ગુજ્જુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈને જીત આપવી હતી. જાડેજાએ ફાઈનલમાં બોલિંગમાં એક વિકટ લીધી હતી અને બેટિંગમાં 6 બોલનો સામનો કરીને 250ની સ્ટ્રાઈક રેટથી એક ફોર અને એક સિક્સરની મદદથી 15 રન ફટકાર્યા હતા.