AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ત્રણ ધમકીઓ મળી, દાઉદની ગેંગ 5 કરોડ રૂપિયાની માંગણી કરી

Rinku Singh Underworld Threat : રિંકુ સિંહ વિરુદ્ધ ખંડણીના કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ ગેંગના સભ્યો આમાં સામેલ છે.

Breaking News : રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ત્રણ ધમકીઓ મળી, દાઉદની ગેંગ 5 કરોડ રૂપિયાની માંગણી કરી
| Updated on: Oct 09, 2025 | 11:25 AM
Share

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી છે. આ વિશે મુંબઈની ક્રાઈમ બ્રાચે ખુલાસો કર્યો છે. મળતી જાણકારી મુજબ રિંકુ સિંહને ધમકી આપવાનું કામ દાઉદ ઇબ્રાહિમ ગેંગનું કામ છે. તેમણે આ વર્ષે ફ્રેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે રિંકુ સિંહના પ્રમોશનલ ટીમને 3 ધમકીઓ ભરેલા મેસેજ મોકલ્યા હતા. ડીકંપની તરફથી મળેલી ધમકીમાં રિંકુ સિંહ પાસેથી ₹5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે હવે આ કેસના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરી છે.

રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ત્રણ ધમકીઓ મળી

રિંકુ સિંહ હાલમાં એશિયા કપ રમી પરત ફર્યો છે. તેમણે ફાઈનલમાં રમવાની તક મળી હતી. જેમાં તેમણે ટીમને જીત અપાવી હતી. પરંતુ હવે તેમને મળેલી અંડરવર્લ્ડની ધમકીના સમાચાર મળતા ધમાલ મચી હતી. રિંકુ સિંહને ધમકી આપવાના મામલે પોલિસે જે 2 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એક વ્યક્તિએ ધમકી આપવાની વાત કબુલ કરી છે.

વેસ્ટઈન્ડિઝ સાથે જોડાયું કનેક્શન

ખંડણી માંગનાર બંન્ને આરોપીઓની વેસ્ટઈન્ડિઝમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેનું નામ મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદ છે. કહેવામાં આવી રહ્યું છે કે, વેસ્ટઈન્ડિઝે આ બંન્ને આરોપીઓને 1 ઓગસ્ટના રોજ ભારતને સોપ્યા હતા.પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસે આ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકી પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. ધરપકડ બાદ, એક આરોપીએ રિંકુ સિંહને ફોન કરીને તેની પાસેથી ખંડણી માંગવાની કબૂલાત કરી હતી.

રિંકુ સિંહની આવક

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે અહેવાલ આપ્યો છે કે, ઝીશાન સિદ્દીકીને 19 થી 21 એપ્રિલ દરમિયાન ખંડણી માંગતી ધમકીભરી ઈમેલ મળ્યો હતો. રિંકુ સિંહની પ્રમોશનલ ટીમને ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન ત્રણ વખત ખંડણીની ધમકીઓ મળી હતી.રિંકુ સિંહ પાસે કેટલી સંપત્તિ છે? આ પ્રશ્ન ચર્ચામાં આવવાને કારણે ઉભો થાય છે. રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાઉદ ગેંગના સભ્યોએ તેને ધમકી આપી હતી અને ₹5 કરોડની ખંડણી માંગી હતી. એક રિપોર્ટ મુજબ વર્ષ 2025માં રિંકુ સિંહ નેટવર્થ 20 કરોડ રુપિયાથી વધુ છે. ભારતીય ક્રિકેટરની કમાણી અનેક બાજુથી કરે છે. પરંતુ 4 જગ્યાએથી સૌથી વધારે પૈસા કમાય છે.

રિંકુ સિંહની આવકનો મુખ્ય સ્ત્રોત તેમનો BCCI કરાર છે, જે તેમને વાર્ષિક 1 કરોડ કમાય છે. તેઓ બોર્ડ સાથે ગ્રેડ C કરાર ધરાવે છે. તેમની આવકનો બીજો સ્ત્રોત તેમનો IPL કરાર છે, જ્યાં તેમનો KKR સાથે ₹13 કરોડનો કરાર છે.

રિંકુ સિંહના પરિવારમાં કોણ કોણ છે? જાણો અહી ક્લિક કરો

ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">