રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર PM મોદીએ કર્યું ટ્વિટ, નિવૃત્તિ પર કહી આ મોટી વાત

|

Jun 30, 2024 | 7:12 PM

રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે.

રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર PM મોદીએ કર્યું ટ્વિટ, નિવૃત્તિ પર કહી આ મોટી વાત
Ravindra jadeja

Follow us on

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તો હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું છે – પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે. ક્રિકેટ ફેન્સ તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના દિવાના છે. T20 ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર, તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ.

ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?

તમને જણાવી દઈએ કે આ પહેલા રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હું T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું. મેં હંમેશા ગર્વથી દોડતા ઘોડાની જેમ મારા દેશ માટે 100 ટકા આપ્યું છે અને આપતો રહીશ… T20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન સાકાર થયું છે, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર.

આ પહેલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. જો કે હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાઈ ગયો છે. આ રીતે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓએ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

Next Article