IPL 2021 SRHvsKKR: હૈદરાબાદ અને કલકત્તા વચ્ચે આજે જંગ, કોણ કોના પર ભારે જુઓ હાર જીતના આંકડા

આજે રવિવારે IPL 2021ની ત્રીજી મેચ ચેન્નાઈમાં રમાનારી છે. ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાનારી છે.

IPL 2021 SRHvsKKR: હૈદરાબાદ અને કલકત્તા વચ્ચે આજે જંગ, કોણ કોના પર ભારે જુઓ હાર જીતના આંકડા
David Warner-Eoin Morgan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 4:12 PM

આજે રવિવારે IPL 2021ની ત્રીજી મેચ ચેન્નાઈમાં રમાનારી છે. ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાનારી છે. બંને ટીમો સિઝનનમાં તેમની શરુઆત જીત સાથે કરવા માટે થનગની રહી છે. ગત વર્ષે ડેવિડ વોર્નર (David Warner)ની કેપ્ટનશીપ ધરાવતી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી તો કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ પાંચ નંબર પર રહી ગઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ બે વાર IPL ટાઈટલ વિજેતા રહી ચુકી છે.

ટીમ કેકેઆર દ્વારા વર્ષ 2012 અને 2014માં આઈપીએલ ટુર્નામેન્ટને જીતવામાં સફળ નિવડી હતી તો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નની કેપ્ટનશીપમાં 2016માં આ ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ. ગઈ સિઝનમાં શરુઆતના હાલ્ફમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik) ટીમનો કેપ્ટન હતો, બાદમાં બીજા હાલ્ફમાં કેપ્ટનશીપ ઈયોન મોર્ગન (Eoin Morgan)ને શિફ્ટ કરાઈ હતી. મેચ પહેલા એ પણ જાણવુ જરુરી છે કે, હેડ ટુ હેડ કોનુ પલડુ ભારે છે અને શુ કહે છે આંકડાઓ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલા મુકાબલાઓની વાત કરવામાં આવે તો કલકત્તાનું પલડુ ભારે છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં કલકત્તા અને હૈદરાબાદ વચ્ચે 19 વખત આમનો સામનો થઈ ચુક્યો છે. ટીમ KKR જેમાંથી 12 અને SRH 7 મેચને જીતવામાં સફળ રહ્યુ છે. વર્ષ 2020માં કલકત્તાએ બંને મેચમાં હૈદરાબાદને હાર આપી હતી. બંને વચ્ચે ગઈ સિઝનમાં રમાયેલી તેમની બીજી મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યુ હતુ. સુપર ઓવરમાં કલક્તાએ બાજી મારી લેતા હૈદરાબાદ એ હારવુ પડ્યુ હતુ.

અબુધાબીમાં 18 ઓક્ટોબર 2020માં રમાયેલી જે મેચમાં કોલકત્તાની ટીમે હૈદરાબાદને 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હેદરાબાદની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં કેકેઆરને જીત હાથ લાગી હતી. જ્યારે બંને વચ્ચે ગઈ સિઝનમાં રમાયેલી તેમની વચ્ચેની પ્રથમ મેચમાં કલકત્તાએ સાત વિકેટથી જીત મેળવી હતી. પાછળની પાંચ મેચોની વાત કરવામાં આવે તો પણ કલક્તા ભારે છે. કલકત્તા ત્રણ મેચ જીત્યુ છે, જ્યારે હૈદરાબાદ બે મેચ જીત્યુ છે. આમ કલકત્તા આમ તો આંકડાકીય રીતે હૈદરાબાદ પણ ભારે છે.

આ પણ વાંચો: IPL 2021: વિકેટકીપીંગમાં ધોની બાદ બીજા નંબરે છે દિનેશ કાર્તિક, બેટીંગમાં પણ રહ્યો છે દમદાર ટ્રેક રેકોર્ડ, જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">