IPL 2021: વિકેટકીપીંગમાં ધોની બાદ બીજા નંબરે છે દિનેશ કાર્તિક, બેટીંગમાં પણ રહ્યો છે દમદાર ટ્રેક રેકોર્ડ, જાણો

ઇન્ડીયન પ્રિમીયર લીગ (Indian Premier League) ના સૌથી અનુભવી ખેલાડીની વાત કરવામાં આવે તો દિનેશ કાર્તિક (Dinesh Karthik) નુ નામ આ સૂચિમાં આવવાનુ નક્કિ છે. કાર્તિક એ પસંદગીના ખેલાડીઓમાં સામેલ છે, જે IPL ની શરુઆત થી લઇને અત્યાર સુધી રમી રહ્યો છે.

IPL 2021: વિકેટકીપીંગમાં ધોની બાદ બીજા નંબરે છે દિનેશ કાર્તિક, બેટીંગમાં પણ રહ્યો છે દમદાર ટ્રેક રેકોર્ડ, જાણો
Dinesh Karthik
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 8:15 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (Indian Premier League) ના સૌથી અનુભવી ખેલાડીની વાત કરવામાં આવે તો દિનેશ કાર્તિક (Dinesh Karthik) નુ નામ આ સૂચિમાં આવવાનુ નક્કિ છે. કાર્તિક એ પસંદગીના ખેલાડીઓમાં સામેલ છે, જે IPL ની શરુઆત થી લઇને અત્યાર સુધી રમી રહ્યો છે. IPL ની અલગ અલગ ટીમોનો હિસ્સો રહેલા દિનેશ કાર્તિક કેપ્ટનશીપ પણ કરી ચુક્યા છે. તે 2018 માં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના કેપ્ટન હતા. જેની કેપ્ટનશીપમાં ટીમ પ્લેઓફમાં પણ પહોંચી હતી. પરંતુ 2019 અને 2020 તેના માટે સારુ રહ્યુ નહોતુ. 2020માં તેણે ટીમ ની કેપ્ટનશીપ છોડી દીધી હતી, હાલમાં તે ટીમનો મહત્વનો સભ્ય છે અને આ સિઝનમાં પણ તેના પર ખૂબ જવાબદારી રહેશે.

કાર્તિક આ સિઝનમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે, જેમાની એક ઉપલબ્ધી તે આઇપીએલમાં 200 મેચ રમવાની હાંસલ કરી શકે છે. કાર્તિક એ અત્યાર સુધીમાં 196 આઇપીએલ મેચ રમી છે અને 3823 રન બનાવ્યા છે. તે ચાર મેચ રમતા જ આઇપીએલ મેચમાં 200 મેત રમનારો ત્રીજો ખેલાડી બનશે. તેના પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) 204 મેચ અને મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્મા 200 મેચ રમી ચુક્યો છે.

કાર્તિકે દિલ્હી થી શરુ કરી હતી IPL કેરિયર 2008માં જ્યારે આઇપીએલની શરુઆત થઇ હતી ત્યારે, દિલ્હી ડેયરવિલ્સનો હિસ્સો બન્યો હતો કાર્તિક. તે 2010 સુધી દિલ્હીની ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો. ત્રણ સિઝનમાં ક્રમશઃ 145, 288 અને 278 રન બનાવ્યા હતા. 2011માં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યો હતો અને 14 મેચમાં 282 રન બનાવ્યા હતા. 2012 અને 2013માં મુંબઇ ઇન્ડીયન્સ એ તેને પોતાની સાથે જોડ્યો હતો. આ દરમ્યાન તેણે 238 અને 510 રન બનાવ્યા હતા. 2013માં જ મુંબઇ એ પ્રથમ વાર આઇપીએલ ટાઇટલ જીત્યુ હતુ. 2014માં તે ફરી એક વાર દિલ્હી સાથે જોડાયો હતો, પરંતુ એક જ વર્ષમાં દિલ્હી થી બેંગ્લોરની ટીમમાં પહોંચી ગયો હતો. 2016 અને 2017માં ગુજરાત લાયન્સ ટીમ સાથે જોડાયો હતો. ગુજરાત સાથે રમતા 335 અને 361 રન બનાવ્યા હતા. 2018માં ગૌતમ ગંભીર કલકત્તા છોડીને દિલ્હી પરત ફરતા કાર્તિક કલકત્તા સાથે જોડાયો હતો, ત્યાર થી તે કલકત્તા સાથે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મેચને પલટવાનો ધરાવે છે દમ આઇપીએલ માં હાલમાં કાર્તિકનુ બેટ ક્યારેક રોહિત શર્મા, ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને એબી ડિવિલિયર્સ જેવા ખેલાડીઓની માફક નથી બોલ્યુ. પરંતુ આમ છતાં પણ તેણે અનેક મહત્વની ઇનીંગ રમીને ટીમને જીત અપાવી છે, સાથે જ મોટા સ્કોર પણ અપાવ્યા છે. કાર્તિક ની એક ખાસિયત એ પણ છે કે, તે કોઇ પણ ક્રમપર બેટીંગ કરી શકે છે. તે ઓપરન બેટ્સમેનના રુપે પણ ટીમમાં કામ આવી શકે છે. તો તે મેચ ફિનીશરના રોલને પણ ખૂબ સરસ રિતે નિભાવે છે. તે ઝડપ થી રન બનાવવાની સાથે સાથે ઇનીંગને પણ સંભાળી રાખવાની જવાબદારી રાખી જાણે છે. વિકેટની પાછળ પણ કાર્તિક ટીમના માટે ઉપયોગી યોગદાન આપી શકે છે. વિકેટની પાછળથી તે બોલરને અને કેપ્ટનને મદદ કરતો જોવા મળતો હોય છે. એક રણનિતીકાર તરિકે પણ કાર્તિકનુ નામ ખૂબ ચાલે છે, તે જે ટીમમાં રહે છે તે ટીમના લીડરશીપ ગૃપનો મહત્વનો હિસ્સો રહે છે.

ધોનીને પણ પાછળ મુકી શકે છે કાર્તિક આઇપીએલના સૌથી અનુભવી ખેલાડીઓની યાદીમાં આવે છે. તો તેનુ નામ પણ આઇપીએલના સૌથી સફળ વિકેટકીપરોમાં પણ ગણના કરવામાં આવે છે. તે આઇપીએલમાં સૌથી વધારે શિકાર કરનારો બીજો વિકેટકીપર છે. તેની આગળ માત્ર ધોની છે. કાર્તિક એ 196 મેચમાં 140 શિકાર ઝડપ્યા છે. જેમાં 110 કેચ અને 30 સ્ટંપિગ સામેલ છે. તો ધોનીએ 204 મેચમાં 148 શિકાર ઝડપ્યા છે. જેમાં ધોની એ 109 કેચ અને 39 સ્ટંપિગ સામેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">