ધીમા ઓવર રેટ માટે ફક્ત દંડ જ પુરતો નથી, પુર્વ ખેલાડીયોએ સખત સજાની માંગ કરી

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે શુક્રવારે સિડનીમાં રમાયેલી મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી પર ધીમી ઓવર રેટ ને મેચ ફીની 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ ખતમ થવાના પછી ઓસ્ટ્રેલીયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથે પણ કહ્યુ કે, તેના કેરીયરની સૌથી લાંબી મેચ હતી. આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવર રેટ સુધારવા માટે ધીમા રેટ મામલે દંડ માત્રને બદલે […]

ધીમા ઓવર રેટ માટે ફક્ત દંડ જ પુરતો નથી, પુર્વ ખેલાડીયોએ સખત સજાની માંગ કરી
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Nov 29, 2020 | 11:20 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે શુક્રવારે સિડનીમાં રમાયેલી મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી પર ધીમી ઓવર રેટ ને મેચ ફીની 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ ખતમ થવાના પછી ઓસ્ટ્રેલીયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથે પણ કહ્યુ કે, તેના કેરીયરની સૌથી લાંબી મેચ હતી.

આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવર રેટ સુધારવા માટે ધીમા રેટ મામલે દંડ માત્રને બદલે હવે સખત સજાની પણ માંગ કરી છે. ઓસ્ટ્રેલીયાના ખેલાડી કૈલમ ફરગ્યુશન અને પૂર્વ ક્રિકેટર જેસન ગિલેસ્પીએ કહ્યુ છે કે, ક્રિકેટ અધિકારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તર પર ધીમી ઓવર ગતિને લઇને સખત પગલા ભરવા જોઇએ. ફરગ્યુશને કહ્યુ કે, આ નિશ્વિત રીતે પ્રશાસનનુ દબાણ નહી હોવાને લઇને આમ થઇ રહ્યુ છે. આટલા લાંબા સમયથી કેમ આમ થઇ રહ્યુ છે. ફક્ત આ ફોર્મેટમાં નહી પરંતુ ત્રણેય ફોર્મેટમાં, આપણે સખત પગલા ભરવા જોઇશે. તેમણે કહ્યુ હતુ કે, ઘરેલુ સ્તર પર આ મોટી સમસ્યા નથી હોતી. ઘરેલુ ક્રિકેટ માં જ્યારે તમે વિશ્વ સ્તરના ખેલાડીઓને જુઓ છો તો એ સતત પ્રયાસ કરતા રહેતા હોય છે કે ઓવર રેટનુ ધ્યાન રાખવામાં આવે.

તો વલી ગીલીસ્પિએ પણ ટ્વીટ કર્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવર રેટ સુધારવાની જરુર છે. ભારત અને ઓસ્ટ્રેલીયા સામેની શુક્રવારની મેચમાં પ્રથમ વન ડે, નિર્ધારીત સમય થી એક કલાક મોડે સુધી ચાલી હતી. મેચ સ્થાનિક સમયનુસાર 10-15 પર સમાપ્ત થવાની હતી તેને બદલે 11-10 એ પુરી થઇ શકી હતી. આમ મેચ બાદ સ્મિથે કહ્યુ હતે કે મેં આના થી વધારે લાંબી 50 ઓવરોની મેચ નથી રમી, મને નથી ખબર કે આ કેવી રીતે થયુ, જોકે આ અત્યાર સુધી ની લાંબી મેચ હતી એમ લાગ્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati