Paris Paralympics 2024 : ભારતને લાગ્યો મોટો ઝટકો, પેરિસ પેરાલિમ્પિક્સમાં નહિ રમી શકે ગોલ્ડ મેડલ વિજેતા

|

Aug 22, 2024 | 2:35 PM

ભારતનો પેરા શટલર પ્રમોદ ભગતનું પેરિસ પેરાલિમ્પિકમાંથી પત્તું કપાય ગયું છે. જેને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.ભગતે ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Paris Paralympics 2024 : ભારતને લાગ્યો મોટો ઝટકો, પેરિસ પેરાલિમ્પિક્સમાં નહિ રમી શકે ગોલ્ડ મેડલ વિજેતા

Follow us on

ટોક્યોનો ગોલ્ડ મેડાલિસ્ટ પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પેરિસ પેરાલિમ્પિકમાં રમી શકશે નહિ. તેમને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના એક નિમનું ઉલ્લંધન કર્યું છે. જેના કારણે તેને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.બીડબલ્યુએફે એક નિવેદનમાં કહ્યું કે, બેડમિન્ટન વર્લ્ડ મહાસંઘ આની પુષ્ટિ કરતા કહ્યું કે, ભારતે ટોક્યો 2020માં પેરાલમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે પેરિસ પેરાલમ્પિકમાં રમશે નહિ.

BWFના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “1 માર્ચ, 2024ના રોજ, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એન્ટી ડોપિંગ વિભાગે ભગતને 12 મહિનાની અંદર ત્રણ વખત તેના ઠેકાણા વિશે માહિતી આપવામાં નિષ્ફળ રહેવા બદલ BWF એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. “SL3 એથ્લેટ ભગતે આ નિર્ણયની અપીલ CAS વિભાગમાં કરી છે,

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

 

ચીનના ખેલાડીના રેકોર્ડની બરાબરી કરી

આ વર્ષની શરૂઆતમાં, ભગતે થાઈલેન્ડમાં BWF પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીતે માત્ર બીડબલ્યુએફ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સતત 3 વખત ગોલ્ડ મેડલ જીતનાર પહેલો પેરા એથલીટ બન્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ચીનના ખેલાડીની 5 વખત રેકોર્ડની બરાબરી કરી છે. તેમણે 2009, 2015,2019 ,2022 અને 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ગોલ્ડ મેડલની સંખ્યા 14 થઈ ગઈ છે.જેમાં તમામ કેટેગરીમાં છ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

 

 

બિહારમાં જન્મેલા ભગતે પેરા બેડમિન્ટનમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. આ વખતે પણ ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પાસે ગોલ્ડ મેડલની આશા હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:01 pm, Tue, 13 August 24

Next Article