પાકિસ્તાન વિઝાની ચિંતામાં કોરાનાનું બહાનું કાઢવા લાગ્યુ, ભારતને બદલે યુએઈમાં ટી-20 વિશ્વકપ યોજવા માંગ કરી

આગામી વર્ષે ભારતમાં ટી-20 વિશ્વકપ યોજાનારો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અત્યારથી પેટમાં જાણે કે તેલ રેડાવા લાગ્યુ છે તો બીજી તરફ પાકિસ્તાનને વિઝા પણ નહીં મળવાનો ડર સતાવી રહ્યો છે. જેને લઈને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પેંતરા બાજીની રમત શરુ કરી દીધી છે. પીસીબીએ કોરોનાનું બહાનુ નિકાળીને વિશ્વકપને ભારતના બદલે યુએઈમાં શિફ્ટ કરવા કહેવા […]

પાકિસ્તાન વિઝાની ચિંતામાં કોરાનાનું બહાનું કાઢવા લાગ્યુ, ભારતને બદલે યુએઈમાં ટી-20 વિશ્વકપ યોજવા માંગ કરી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 10:36 PM

આગામી વર્ષે ભારતમાં ટી-20 વિશ્વકપ યોજાનારો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અત્યારથી પેટમાં જાણે કે તેલ રેડાવા લાગ્યુ છે તો બીજી તરફ પાકિસ્તાનને વિઝા પણ નહીં મળવાનો ડર સતાવી રહ્યો છે. જેને લઈને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પેંતરા બાજીની રમત શરુ કરી દીધી છે. પીસીબીએ કોરોનાનું બહાનુ નિકાળીને વિશ્વકપને ભારતના બદલે યુએઈમાં શિફ્ટ કરવા કહેવા લાગ્યુ છે.

Pakistan visa ni chinta ma corona nu bahanu kadhva lagyu bharat ne badle UAE ma t-20 vishwacup yojva mang kari

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પીસીબીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર વાસિમ ખાને કહ્યું છે કે ટી-20 વિશ્વકપને ભારતમાં યોજવાને લઈને હજુ પણ કેટલીક અનિશ્વિતતા છે. ભારતમાં કોરોનાને લઈને હાલત ખરાબ છે. આવામાં ટુર્નામેન્ટ યુએઈમાં આયોજીત થઈ શકે છે. આગળના વર્ષે એપ્રિલમાં બધુ જ ક્લિયર થઈ જશે. ખાને કહ્યુ હતુ કે, તેઓ હાલમાં વિશ્વકપને લઈને વિઝા મળવા પર રાહ જોઈ રહ્યા છે. અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને બીસીસીઆઈને પણ વિઝાને લઈને પણ લેખિત કન્ફર્મેશનની પણ રાહ જોઈ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખાને કહ્યુ હતુ કે, પીસીબી ચીફ એહસાન મનીએ આઈસીસી અને બીસીસીઆઈ બંનેને એક ચિઠ્ઠી પણ લખી છે. જેમાં ભારત અને પાકિસ્તાન બંનેના હાલના સંબંધોને ટાંક્યા છે. અમે તેમનાથી લેખિત જવાબ માંગ્યો છે. આવતા જાન્યુઆરી માસ સુધીમાં વિઝા ક્લીયરન્સ મળી જશે તેવી આશા છે. આઈસીસીની જવાબદારી છે કે બધા દેશ વૈશ્વિક આયોજનમાં ભાગ લઈ શકે. સાથે જ ઉમેર્યુ હતુ કે હાલના સંબંધોની સ્થિતીને જોતા દ્રીપક્ષીય સીરીઝ પણ શક્ય નથી. આશા છે કે ભવિષ્યમાં સ્થિતીમાં સુધારો આવે અને બંને વચ્ચે સીરીઝ શક્ય બને.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">