હાથમાંથી સરકી ગયો સિલ્વર મેડલ, તો પણ વિનેશ ફોગાટે કેમ કહ્યું- ‘હું ખૂબ નસીબદાર છું’
પેરિસ ઓલિમ્પિકમાં દુઃખદ અંત બાદ વિનેશ ફોગાટ પોતાના દેશ પરત ફરી છે. તે દિલ્હી એરપોર્ટ પર ઉતરી, જ્યાં સેંકડો સમર્થકો તેની રાહ જોઈ રહ્યા હતા. રેસલિંગ ફાઈનલમાં પહોંચવા છતાં પેરિસમાં તેના હાથમાંથી સિલ્વર મેડલ સરકી ગયો છતા વિનેશે પોતાને નસીબદાર કેમ ગણાવી હતી.
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની સફરનો દુઃખદ અંત આવ્યો. તે ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. આમ છતાં તેને કોઈ મેડલ મળ્યો ન હતો. તેથી વિનેશને ખાલી હાથે દેશ પરત ફરવું પડ્યું. આમ છતાં દિલ્હી એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેણે પોતાને ભાગ્યશાળી ગણાવી હતી.
સેંકડો લોકો સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા
વિનેશ ફોગટ જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી ત્યારે તેનું ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય રેસલરને જોવા માટે સેંકડો લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડા પણ હાજર હતા. આ સિવાય તેની માતા પણ ત્યાં હાજર હતી. તેના મિત્રો સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પણ વિનેશને રિસીવ કરવા ગયા હતા.
વિનેશે દેશવાસીઓનો આભાર માન્યો
સાક્ષી મલિકને જોઈ વિનેશે રડવા લાગી. ખાલી હાથે પાછા ફર્યા છતાં બધા તેને ચેમ્પિયન કહી રહ્યા હતા. આ પછી જ્યારે તે પોતાની કારમાં બેઠી ત્યારે મીડિયાએ તેને પૂછ્યું કે તમે કેવું અનુભવી રહ્યા છો? આના પર વિનેશે સમગ્ર દેશનો આભાર માન્યો અને કહ્યું કે તે ખૂબ જ ભાગ્યશાળી છે. વાસ્તવમાં, જ્યારે વિનેશે લોકોની ભીડ, તેના સમર્થકો અને તેના મિત્રોનો પ્રેમ જોયો ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી.
#WATCH | Indian wrestler Vinesh Phogat says, “I thank all the countrymen, I am very fortunate.”
She received a warm welcome at Delhi’s IGI Airport after she arrived here from Paris after participating in the #Olympics2024Paris. pic.twitter.com/6WDTk8dejO
— ANI (@ANI) August 17, 2024
વિશ્વની સર્વશ્રેષ્ઠ કુસ્તીબાજને હરાવી
વિનેશના કોચ વૂલર અકોસે અગાઉ ખુલાસો કર્યો હતો કે મેડલ ન મળવા છતાં તે પેરિસમાં ઘણી ખુશ હતી. ગેરલાયક ઠર્યા પછી, તેણીએ તેના કોચને કહ્યું કે તેણીએ વિશ્વની સર્વશ્રેષ્ઠ કુસ્તીબાજ જાપાનની યુઈ સુસાકીને હરાવીને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. તેણે સાબિત કર્યું છે કે તે શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંની એક પણ છે.
ગામમાં સન્માન થશે
વિનેશના સ્વાગત માટે તેના ગામમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીથી રોડ શો કરતી વખતે તે હરિયાણાના ચરખી દાદરીમાં તેના ગામ બલાલી પહોંચશે. ત્યાંના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં તેમના માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. દેશી ઘીમાં અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: માતાએ ગળે લગાડતા વિનેશ ફોગટની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, વાતાવરણ ખૂબ જ લાગણીશીલ બની ગયું