ભારતીય જુડો ખેલાડીનો સ્પેનમાં મહિલા ખેલાડીઓ સાથે ‘ઝઘડો’ થયો, ફેડરેશને કોચ સહિત દેશ પરત બોલાવ્યા

બર્મિંગહામમાં આગામી મહિને યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)ની તૈયારીઓના સંદર્ભમાં 30 સભ્યોની ભારતીય ટીમ આ દિવસોમાં સ્પેનમાં છે, જ્યાં આ ઘટના સામે આવી છે.

ભારતીય જુડો ખેલાડીનો સ્પેનમાં મહિલા ખેલાડીઓ સાથે 'ઝઘડો' થયો, ફેડરેશને કોચ સહિત દેશ પરત બોલાવ્યા
ભારતીય જુડો ખેલાડીનો સ્પેનમાં મહિલા ખેલાડીઓ સાથે 'ઝઘડો' થયો
Image Credit source: JFI
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jun 28, 2022 | 11:09 AM

Judo Players : વિદેશ પ્રવાસ પર ભારતીય ખેલાડીઓને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ખેલાડીનો સ્પેનમાં મહિલા ખેલાડી સાથે ઝઘડો થયો છે. આ વિવાદના કારણે ફેડરેશને કોચ સહિત તમામને પરત બોલાવાની ફરજ પડી છે,પીટીઆઈ એજન્સી મુજબ સ્પેન પ્રવાસ પર ગયેલી જૂનિયર એશિયન ચેમ્પિયનશિપ (Junior Asian Championship)ના મેડલ વિજેતા સહિત 2 જુડો ખેલાડી (India Judo Players) અને તેના કોચની સ્થાનિક મહિલા ખેલાડીની સાથે ઝધડો થયો છે જેને લઈ તેને પરત બોલાવવામાં આવ્યા છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના એક રાષ્ટ્રીય કોચે દાવો કર્યો કે, હજુ એ માહિતી સામે આવી નથી કે, આ મહિલા ખેલાડી જુ઼ડો સાથે જોડાયેલી છે કે નહિ,સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા જુડો નેશનલ કોચે પીટીઆઈને કહ્યું કે,સાવચેતીના ભાગ રુપે જૂડો ખેલાડી અને કોચને પરત બોલાવવામાં આવ્યા છે. આ જુડો ખેલાડી મહિલાઓના સમુહ સાથે વિવાદમાં ફસાયો હતો.

રુમ-પાર્ટનરનો આ ઘટના સાથે કોઈ સંબંઘ નથી

વિવાદ કઈ રીતે થયો તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કોચે જણાવ્યું કે,જુડો ખેલાડી આ ઘટનામાં સામેલ હતો નહિ પરંતુ તે આરોપી ખેલાડી સાથે રુમમાં હતો, જુડો ફેડરેશન કોઈ જોખમ લેવા માંગતું ન હતું, તેથી તેણે બંનેને ઘરે પાછા બોલાવ્યા છે.

હજુ સુધી આ આરોપ એક તરફી છે JFI

ભારતીય જૂડો ફેડરેશન (JFI)ના એડમિનિસ્ટ્રેટર જજ પંકજ નકવીએ આ મામલે પુષ્ટિ કરતા કહ્યું કે, આ ગંભીર મામલો છે, તેમણે કહ્યું કે, અમે સ્પેનમાં ભારતીય જૂ઼ડો ટીમથી એક મેસેજ મળ્યો છે. એક ગંભીર ઘટના બની છે જેના માટે JFI આ મામલે સામેલ ભારતીય ખેલાડીઓને પરત બોલાવવામાં આવી રહ્યા છે, મારી પાસે અત્યારસુધી એકતરફી આરોપ છે માટે હું આ મામલે કાંઈ ટિપ્પણી કરીશ નહિ

બર્મિંગહામ આગામી મહિને શરુ થઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં જનારી જૂડો ટીમ સહિત 30 સભ્યોની ભારતીય ટીમ હાલમાં સ્પેનના બેનિડોર્મના એલિકાંટેમાં છે, કોવિડ-19 મહામારી બાદ આ તેનો પ્રથમ કસ્ટમાઇઝેશન પ્રવાસ છે, ભારતીય ખેલાડીએ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લીધો છે. જેના દ્વારા તે આગામી 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati