AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics: પીવી સિંધુ ત્રીજી એવી ખેલાડી જે 2 વાર ઓલિમ્પિક મેળવવામાં સફળ રહી, અગાઉ સુશિલ કુમાર અને પ્રિચર્ડે કર્યો હતો કમાલ

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ 2009ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Tokyo Olympics: પીવી સિંધુ ત્રીજી એવી ખેલાડી જે 2 વાર ઓલિમ્પિક મેળવવામાં સફળ રહી, અગાઉ સુશિલ કુમાર અને પ્રિચર્ડે કર્યો હતો કમાલ
Sushil Kumar-Norman Pritchard-PV Sindhu
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:52 PM
Share

પીવી સિંધુ (PV Sindhu)એ બ્રોન્ઝ મેડલ જીતવા સાથે ભારતને તેણે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બીજો મેડલ અપાવ્યો છે. સિંધુએ પણ પોતાનો બીજો ઓલિમ્પિક મેળવ્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય ત્રીજી ખેલાડી છે, જેણે ઓલિમ્પિકમાં બે વાર મેડલ મેળવ્યા છે. આ પહેલા સુશીલ કુમાર બે વાર મેડલ જીતી શક્યો હતો, તેના પહેલા નોર્મન પ્રિચર્ડ મેડલ મેળવ્યો હતો.

પીવી સિંધુ, બેડમિન્ટન, ઓલિમ્પિક 2016 અને 2020

18 ઓગસ્ટ 2016ની તારીખે તેમણે ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઈનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. સેમીફાઈનલ મેચમાં તેણે જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી. 19 ઓગસ્ટ, 2016ના દિવસે 2016ની રીઓ ઓલિમ્પિકની ફાઈનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ 2009ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પ્યનશીપમાં તેણી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. 2010ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી. 14 જૂન 2012ના રોજ ઈન્ડોનેશિયન કપમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે 21-14, 21-14થી હારી હતી.

સુશિલ કુમાર, રેસલીંગ, ઓલિમ્પિક 2008 અને 2012

રેશલર સુશીલ કુમારે (Sushil Kumar) ઓલિમ્પિકમાં બે વાર મેડલ મેળવ્યા છે. સુશીલ કુમાર 2008માં બિજીંગ ઓલિમ્પિક દરમ્યાન બ્રોન્ઝ મેડલ ભારતને અપાવ્યો હતો. તેણ સતત બીજીવાર ઓલિમ્પિક મેડલ મેળવ્યો હતો. વર્ષ 2012માં લંડન ઓલિમ્પિક દરમ્યાન સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમ 2008 બાદના ઓલિમ્પિકમાં મેળવેલા મેડલનો રંગ 2012માં બદલીને સફળતા મેળવી હતી.

બિજીંગ ઓલિમ્પિકમાં 66 કિલો ફ્રીસ્ટાઈલમાં કઝાકિસ્તાનના લિયોનિડ સ્પ્રિડોનોવને હરાવ્યો હતો. તેણે 56 વર્ષ બાદ 1952ના ઈતિહાસનું પુનરાવર્તન કર્યુ હતુ. સુશિલ કુમાર પહેલવાન સાગર ધનખડની હત્યાના આરોપમાં જેલમાં પહોંચ્યો છે. દિલ્હી પોલીસે તેને હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.

નોર્મન પ્રિચર્ડ, દોડવીર, ઓલિમ્પિક 1900

નોર્મન પ્રિચર્ડ (Norman Pritchard) ઓલિમ્પિક ખેલોમાં ભાગ લેનાર ભારતીય એથલેટ હતા. તેઓ નોર્મન ટ્રેવરથી પણ જાણીતા છે. નોર્મન પ્રિચર્ડ કલકત્તામાં જન્મ્યા હતા. તેઓ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા પ્રથમ ખેલાડી હતા. પ્રિચર્ડ એક બ્રિટીશ-ભારતીય એથલેટ અને અભિનેતા પણ હતા. જે ઓલિમ્પિક જીતનારા પ્રથમ એશિયાઈ મૂળના એથલેટ બન્યા હતા. તેઓએ 1900ના ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા બે સિલ્વર મેડલ જીત્યા હતા. તેઓ 200 મીટર દોડ અને 200 વિઘ્ન દોડમાં મેડલ જીત્યા હતા.

આ પણ વાંચોઃ Hockey team : ‘ચક દે ઈન્ડિયા’ પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ સેમિફાઇનલમાં, ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને 3-1થી કચડ્યું

આ પણ વાંચોઃ Friendship Day: યુવરાજ સિંહે શેર કરેલા દોસ્તીની તસ્વીરોના વિડીયોમાં ધોનીને ભુલાઇ ગયો, બન્યો ચર્ચાનો વિષય

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">