Hockey team : ‘ચક દે ઈન્ડિયા’ પુરુષ હોકી ટીમે 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં, ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને 3-1થી કચડ્યું

ભારતની પૂરૂષ હોકી ટીમ 49 વર્ષ બાદ સેમિફાઈનલમાં પ્રવેશી છે. પુરુષ હોકીની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, જર્મની અને બેલ્જિયમ પહોંચી ચૂકી છે. ભારત આજે જીતી જતા, તેનો સામનો સેમાફાઇનલ બેલ્જિયમ સાથે થશે.

Hockey team : 'ચક દે ઈન્ડિયા' પુરુષ હોકી ટીમે 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં, ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને 3-1થી કચડ્યું
tokyo olympics 2020 indian men hockey team reach semifinal beat great britain in quarter final
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:19 PM

Hockey team : ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તેણે અત્યાર સુધી 5 મેચ જીતી છે, જ્યારે માત્ર એક મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી છે.

ભારતીય પુરુષ હોકી ટીમે (Hockey team) ટોક્યો ઓલિમ્પિક 2020ની સેમિફાઇનલ (Semifinals)માં જગ્યા બનાવી છે. કોચ ગ્રેહામ રીડ અને કેપ્ટન મનપ્રીત સિંહની ટીમે 41 વર્ષ બાદ ભારતને હોકીની સેમીફાઇનલમાં લઇ જવામાં સફળતા મેળવી છે. ભારતે 1980માં મોસ્કો ઓલિમ્પિક (Moscow Olympics) બાદ પ્રથમ વખત પુરુષ હોકીના અંતિમ -4 માં સ્થાન મેળવ્યું હતું.

છેલ્લી ક્વાર્ટર ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતું. ભારત સેમિફાઇનલ (Semifinals)માં વર્લ્ડ ચેમ્પિયન અને નંબર વન ક્રમાંકિત ટીમ બેલ્જિયમનો સામનો કરશે. ભારતે 1980 બાદ ઓલિમ્પિક (Olympic)માં કોઈ મેડલ જીત્યો નથી અને આ વખતે ટીમ મેડલની ખૂબ નજીક છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

ઓસ્ટ્રેલિયા સામે પૂલ Aમાં 1-7થી હારના ઝટકા બાદ ભારતીય ટીમે જબરદસ્ત પુનરાગમન કર્યું અને સતત 4 મેચ જીતી અને સેમિફાઇનલમાં ટિકિટ મેળવી છે. પ્રથમ બે ક્વાર્ટરમાં જ આગેવાની લેતા ભારતીય ટીમે બ્રિટનને પાછલા પગ ધકેલી દીધું હતુ. આ પછી ટીમે બે ક્વાર્ટરમાં પણ મેચ પર પોતાની પકડ જાળવી રાખી હતી. જો ટીમની ફોરવર્ડ લાઇન લીડ મેળવી છે.ડિફેન્સની વાત કરીએ તો અનુભવી દિગ્ગજ ગોલકીપર શ્રીજેશ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

પ્રથમ હાફ સંપૂર્ણપણે ભારતના નામે હતો, જેમાં ટીમ ઇન્ડિયાએ બંને ક્વાર્ટરમાં એક -એક ગોલ કર્યો હતો. ભારતે પ્રથમ ક્વાર્ટરથી જ તેમના હુમલાની શરૂઆત કરી હતી ભારતને ટૂંક સમયમાં આનો લાભ પણ મળ્યો હતો. દિલપ્રીત સિંહે 7મી મિનિટે ભારતને લીડ અપાવી હતી. ભારત માટે પોતાની 50મી મેચ રમી રહેલા દિલપ્રીત સિંહે ફિલ્ડમાં ગોલ કરીને મેચમાં ભારતની આગેવાની કરી હતી.

પ્રથમ ક્વાર્ટર ભારતની તરફેણમાં 1-0 હતું અને પછી બીજા ક્વાર્ટરની શરૂઆત સારી રહી. 16 મી મિનિટમાં જ ગુરજંત સિંહે ભારતની સરસાઈ 2-0 કરી દીધી હતી. શમશેર સિંહે બ્રિટનના પાસને અટકાવ્યો અને ઝડપથી તેને ગુરજંત તરફ સરકાવ્યો, જેમણે શાનદાર ગોલ કરીને ભારતને 2-0થી આગળ કરી દીધું. બીજા ક્વાર્ટરમાં ભારત 2-0થી આગળ રહ્યું.

ત્રીજા ક્વાર્ટરમાં, બંને ટીમો વચ્ચે ટક્કર રહી હતી. જોકે મેચમાં વાપસીની કોશિશ કરી રહેલી બ્રિટિશ ટીમે તેમના હુમલામાં વધારો કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સ લાઈનમાં શાનદાર સામનો કર્યો. ક્વાર્ટર સમાપ્ત થવાના એક મિનિટ પહેલા જ બ્રિટનને સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા અને ત્રીજા પ્રયાસમાં બ્રિટને સ્કોર 2-1 કર્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં બ્રિટનના હુમલા વધુ વધ્યા અને ભારતને આક્રમણ કરવાની તકો મળી નહીં. બ્રિટનને આ દરમિયાન પેનલ્ટી કોર્નર પણ મળ્યા, શ્રીજેશ દિવાલની જેમ ઉભો રહ્યો અને બોલને ગોલમાં જતા અટકાવ્યો. જો કે, મેચની સમાપ્તિના 7 મિનિટ પહેલા ભારતને આંચકો લાગ્યો હતો, જ્યારે કેપ્ટન મનપ્રીત સિંહને ફાઉલ પર યેલો ​​કાર્ડ (Yellow card)બતાવવામાં આવ્યું હતું અને ભારતે 5 મિનિટ માટે માત્ર 10 ખેલાડી (Player)ઓ સાથે રમવું પડ્યું હતું.

છેલ્લી મિનિટોમાં બ્રિટનનો હુમલો વધ્યો, પરંતુ 10 ખેલાડી (Player)ઓ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત કાઉન્ટર એટેક કર્યો અને 57મી મિનિટમાં હાર્દિક સિંહે સુંદર ગોલ કરીને ભારતની લીડ 3-1 કરી દીધી. છેલ્લી 3 મિનિટમાં ભારતે બ્રિટનને વધુ ગોલ કરવા દીધા નહીં અને 3-1થી જોરદાર જીત સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતુ. 1980 પછી ભારતીય ટીમ પ્રથમ વખત મેડલ માટે પોતાની દાવેદારી રજુ કરશે.

આ પણ વાંચો :bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">