Tokyo Olympics: ઇતિહાસ રચનારી કમલપ્રીત કૌર ક્રિકેટના મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે, સહેવાગ અને ધોનીની છે જબરદસ્ત ફેન

કમલપ્રીત કૌર (Kamalpreet Kaur) ઓલિમ્પિકમાં ડિસ્ક્સ થ્રોમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે. તેણે 64 મીટર ના થ્રો સાથે બીજા સ્થાને રહીને આ કમાલ કર્યો છે.

Tokyo Olympics: ઇતિહાસ રચનારી કમલપ્રીત કૌર ક્રિકેટના મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે, સહેવાગ અને ધોનીની છે જબરદસ્ત ફેન
kamalpreet-kaur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:55 PM

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ચક્ર ફેંક સ્પર્ધામાં, ભારતીય એથલેટ કમલપ્રીત કૌરે (Kamalpreet Kaur) શાનદાર પ્રદર્શનના દમ પર ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે. આ 25 વર્ષીય ખેલાડીએ ચક્ર ફેંકમાં 64 મીટરમાં પોતાનો સર્વ શ્રેષ્ઠ પ્રયાસ સાથે ક્વોલીફાઇ કર્યુ છે.

હવે 2 ઓગષ્ટે તે ફાઇનલમાં ઉતરશે, ત્યારે ભારતને તેના થી મેડલની આશા છે. અત્યાર સુધી ભારતે ડીસ્ક થ્રોમાં ઓલિમ્પિકમાં મેડલ નથી મેળવ્યો. જોકે ડિસ્ક્સ થ્રો ની સાથે જ કમલપ્રીત ને ક્રિકેટનો પણ ખૂબ શોખ છે. તે એક દિવસે આ ક્રિકેટની રમતમાં ઉતરવાનો શોખ ધરાવે છે.

કમલપ્રિત કૌર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની પ્રશંસક છે. તેણે કહ્યુ હતુ કે, તેનામાં એક બેટ્સમેનના રુપમાં ક્રિકેટ રમવાની સ્વાભાવિક પ્રતિભા છે. કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમ્યાન મનોવૈજ્ઞાનિક પડકાર ને પાર પાડવા માટે, તેણે ગત વર્ષે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવવો શરુ કર્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેણે કહ્યુ હતુ કે, હું ચક્ર ફેંક નથી છોડી રહી, આ મારો પ્રથમ ઝનૂન છે. હું સોમવારે મેડલ જીતીને ભારતીય એથલેટીક્સ સંદ અને ભારતીય રમતગમત ઓથોરીટીનુ કર્જ ચુકવવા માંગુ છુ. તેમણે મારા પ્રશિક્ષણ, પ્રતિયોગિતા માટે કોઇ કસર નથી છોડી.

કમલપ્રીતે એક મીડિયા રીપોર્ટમાં કહ્યુ હતુ કે, ઓલિમ્પિક બાદ વિશ્વ ચેમ્પિયનશીપ 2020 અને એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા ઇચ્છુ છું. હુ કોઇક દિવસ કેટલીક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવા ઇચ્છુ છું. તે મારુ બીજુ ઝનૂન છે.સ હું એથલેટીક્સ જારી રાખીને ક્રિકેટ રમી શકુ છું. મે મારા ગામની આસપાસના સ્થાનો પર ક્રિકેટ રમી છે. મને લાગે છે કે, મારામાં ક્રિકેટ રમવાની નૈસર્ગીક પ્રતિભા છે.

સહેવાગની યાદગાર ઇનીંગ હંમેશ માટે યાદ છે

કમલપ્રીતને બેટીંગ કરવી પસંદ છે. અને તે ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગઅને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની ફેન છે. તેણે કહ્યુ કે, મને સહેવાગ અને ધોનીની માફક બેટીંગ કરવાનુ પસંદ છે. તેણે કહ્યુ તેની પાસે ટેકનીક ઓછી છે, પરંતુ તે કોઇપણ બોલર સામે મોટા શોટ રમી શકે છે. ખાસ કરીને સહેવાગની મને તેમની કેટલીક શાનદાર ઇનીંગ યાદ છે.

સહેવાગે વેસ્ટ ઇન્ડીઝ સામે રમેલ બેવડી સદી વાળી ઇનીંગ. જે 2011 માં ઇન્દોરમાં 219 રનની ઇનીંગ રમી હતી. બાંગ્લાદેશ સામે વન ડે ક્રિકેટ વિશ્વકપમાં 2011 માં 140 બોલમાં 175 રનની ઇનીંગ ને હુ ક્યારેય ભુલી શકતી નથી. મને સચિન તેંડુંલકર અને રોહિત શર્માની બેટીંગ પણ પસંદ છે.

સીનિયરે આરોપ મુકતા નિરાશ

કમલપ્રીતે આ પહેલા ભારતમાં જુદી જુદી ટૂર્નામેન્ટમાં 65.6 મીટરના થ્રો સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ સીમા એ પાછળના દિવસોમાં એએફઆઇ થી કમલપ્રીતની હાઇપરએંડ્રોજેનિઝ્મ (મહિલાઓના પ્રમાણમાં શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની વધારે માત્રા) ની તપાસની માંગ કરી હતી. મહાસંઘે જોકે તેના આરોપોને ફગાવી દીધા હતા. કમલપ્રીતે કોઇનુ નામ લીધા વિના કહ્યુ હતુ, હું નિરાશ હતી (આરોપ થી), તે મારા થી સિનીયર છે અને મને માર્ગદર્શન આપવાના બદલે વિના કોઇ પુરાવાએ આરોપ લગાવી રહી હતી.

ઓલિમ્પિક મોટી તક

પોતાના પ્રથમ ઓલિમ્પિકના અંગે પુછવા પર તેણે કહ્યુ કે, ઓલિમ્પિક એક મોટો અવસર છે. શરુઆતના થ્રો પહેલા નર્વસ મહેસૂસ કરી રહી હતી. જોકે પહેલા થ્રો બાદ મને સારુ લાગ્યુ. ત્રીજા થ્રો સુધી સારા પ્રદર્શનને લઇને આશ્વત હતી અને એટલા માટે મે 64 મીટર દૂર સુધી ચક્ર ફેંક્યુ હતુ.

આ પણ વાંચોઃ Tokyo Olympics માં બૉક્સર સતીશ કુમારની ક્વાર્ટર ફાઇનલમાં હાર, મેડલની રેસમાંથી બહાર

આ પણ વાંચોઃ Cricket: POK માં T20 લીગમાં હિસ્સો લેતા રોકવા માટે BCCI ધમકીઓ આપી રહ્યાનો ગીબ્સનો આક્ષેપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">