Thailand Open 2022: પીવી સિંધુ સેમિફાઈનલમાં હારી, ચીનની યુ ફેઈએ 17-21, 16-21થી હરાવી

ભારતીય ટીમે તાજેતરમાં થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ચાહકો અહીં પણ 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પાસેથી જીતની અપેક્ષા રાખતા હતા.

Thailand Open 2022: પીવી સિંધુ સેમિફાઈનલમાં હારી, ચીનની યુ ફેઈએ 17-21, 16-21થી હરાવી
PV Sindhu (PC: BAI Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 4:24 PM

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) થાઈલેન્ડ ઓપન (Thailand Open 2022) માંથી બહાર થઈ ગઈ છે. તેને શનિવારે સેમિ ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન ચીનની ચેન યુ ફેઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય સ્ટાર પીવી સિંધુનો 17-21, 16-21થી સીધા સેટમાં પરાજય થયો હતો. ભારતીય ટીમે તાજેતરમાં થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય ચાહકો અહીં પણ 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પાસેથી જીતની અપેક્ષા રાખતા હતા. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવનાર ભારતીય સ્ટાર આ મેચમાં સીધી ગેમમાં હારી ગઇ હતી. પ્રથમ ગેમમાં તેણે 17 પોઈન્ટ બનાવ્યા હતા. જ્યારે બીજી ગેમમાં પીવી સિંધુ માત્ર 16 પોઈન્ટ સુધી પહોંચી શકી હતી.

ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકીત જાપાનની યામાગુચીને હરાવી હતી

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ 3 ગેમની મેચમાં વિશ્વની નંબર વન જાપાનની અકાને યામાગુચી સામે સખત સંઘર્ષપૂર્ણ જીત નોંધાવ્યા બાદ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પીવી સિંધુ (PV Sindhu) એ જાપાનની ખેલાડીને 51 મિનિટમાં 21-15, 20-22, 21-13 થી હરાવી હતી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ થાઈલેન્ડ ઓપન (Thailand Open 2022) સુપર 500 ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ સ્ટાર ખેલાડીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડની ટોચની ક્રમાંકીત જાપાનના અકાને યામાગુચી (Akane Yamaguchi) ને હાર આપી છે. છઠ્ઠી ક્રમાંકિત ભારતીયે બીજા ક્રમાંકિત જાપાનની ખેલાડીને 51 મિનિટમાં 21-15, 20-22, 21-13 થી હાર આપી હતી. તમને જણાવી દઇએ કે ઉબેર કપ 2022 માં ભારતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. પીવી સિંધુ તે ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલ મેચ પણ હારી ગઈ હતી.

છેલ્લી વખત જ્યારે બંને ખેલાડીઓ વચ્ચે મેચ થઈ હતી, ત્યારે વિવાદ થયો હતો જેમાં સિંધુને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલ દરમિયાન વ્યૂહરચનામાં વિલંબ બદલ અમ્પાયરે એક પોઈન્ટનો દંડ ફટકાર્યો હતો. ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) નો પ્રી-મેચ જીતવાનો રેકોર્ડ 13-9 હતો અને તેણીએ વધુ એક આકર્ષક પ્રદર્શન કરીને વર્તમાન વિશ્વ ચેમ્પિયન પર તેની 14મી જીત મેળવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">