Swiss Open Badminton: પીવી સિંધુ એ મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બુસાનને 21-16, 21-8 થી માત આપી
Swiss Open Badminton ની ફાઇનલ મેચમાં પીવી સિન્ધુએ થાઈલેન્ડની બુસાનને 21-16, 21-8 થી આસાન સેટમાં માત આપી હતી.

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બેવારની ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુ (PV Sindhu) એ સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ (Swiss Open Badminton) માં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પીવી સિંધુએ થાઈલેન્ડની બુસાનને 21-16, 21-8 થી આસાન સેટમાં માત આપી હતી. તમને જણાવી દઇએ તે પીવી સિંધુ સતત બીજી વાર સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી અને આ વખતે તે ચેમ્પિયન બની ઇતિહાસ રચી દીધો.
આ પહેલા પીવી સિંધુએ સેમિ ફાઇનલમાં થાઈલેન્ડની જ સુપાનિડા કાટેથોંગ પર 21-18, 15-21 અને 21-19 થી માત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુરુષ કેટેગરીની વાત કરીએ તો પ્રણયે શાનદાર પ્રદર્શન કરતા ટુર્નામેન્ટની ફાઇલનમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રણય ફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે ટકરાશે. ક્રિસ્ટીએ સેમિ ફાઇનલમાં ભારતના જ સ્ટાર કિદાંબી શ્રીકાંતને માત આપી હતી. પ્રણય શનિવારે સેમિ ફાઇનલ મેચમાં ઇન્ડોનેશિયાના વિશ્વના પાંચમાં ક્રમાંકીત એંથની સિનિસુકા જિનટિંગને 21-19, 19-21 અને 21-18 થી માત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે પ્રણય છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર કોઇ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે.
પીવી સિન્ધુએ મેચમાં બુસાનને 49 મિનીટ સુધી એક પણ તક આપી ન હતી. પહેલા સેટમાં પીવી સિન્ધુએ થાઈલેન્ડની ખેલાડીને મજબુત ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 5-5 ની બરોબરી પર હતો. ત્યાર બાદ પીવી સિંધુએ 2 પોઇન્ટની લીડ બનાવી અને સ્કોર 7-5 પર કરી દીધો. ત્યાર બાદ બુસાનને સ્કોર 9-9 નો કરી દીધો હતો. ફરી પીવી સિંધુએ એક પોઇન્ટની લીડ મેળવી લીધી અને સ્કોર 12-11 કરી દીધો હતો.
All hail the champion! 👑
2️⃣nd super 300 title for @Pvsindhu1 this year 🔥#SwissOpen2022#IndiaontheRise#Badminton pic.twitter.com/EpCqmr0JeS
— BAI Media (@BAI_Media) March 27, 2022
મેચમાં પીવી સિંધુએ ધીમે ધીમે લીડ મેળવતી ગઇ અને સ્કોર 15-13 અને બીજા સેટમાં 17-5 કરી દીધો. અંતે પીવી સિંધુએ પહેલો સેટ 21-16 થી જીતી લીધો. બીજો સેટ તેણે ઘણી સહેલાઇતી 21-8 થી જીતી લીધો હતો.