Pro Kabaddi: પુનેરી પલ્ટન સામે હાર બાદ તમિલ થલૈવાસ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ
PKL-8: સોમબીર અને વિશાલ ભારદ્વાજે 1-1 સુપર ટેકલ પોઇન્ટની સાથે થલાઇવાસને બેવાર ઓલઆઉટ કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

મંગળવારે રમાયેલી બીજી મેચમાં પુનેરી પલ્ટન (Puneri Paltan) એ તમિલ થલાઇવાસ (Tamil Thalaivas) ટીમને 43-31 પોઇન્ટથી માત આપી છે. આ હારની સાથે જ તમિલ થલાઇવાસનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તુટી ગયું છે. પુનેરી પલ્ટન આ સિઝનમાં પહેલીવાર ટોપની છ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ બની છે. આ મેચમાં પુનેરી પલ્ટન તરફથી મોહિત ગોયત અને તમિલ થલાઇવાસ તરફથી હિમાંશુએ ઓલરાઉઇન્ડ રમત દાખવી હતી. સોમબીર અને વિશાલ ભારદ્વાજે એક-એક સુપર ટેકલની સાથે થલાઇવાસને બેવાર ઓલઆઉટ કરવામાં મદદ કરી હતી.
પુનેરી પલ્ટન સામે થલાઇવાસની ડિફેન્સ ફ્લોપ રહી પુનેરી પલ્ટને ટોસ જીતીને તમિલ થલાઇવાસને પહેલા રેડ માટે આમંત્રણ આપ્યું. મંજિતે પહેલી રેડ કરી અને પુનેરી પલ્ટનને ટેકલ કર્યું પણ તેની પહેલા તેણે બોનસ પોઇન્ટ મેળવી લીધો હતો અને ટીમનું ખાતુ ખોલી લીધું હતું. અસલમ ઇનામદારે પુનેરી પલ્ટન માટે પહેલો પોઇન્ટ મેળવ્યો. તો હિમાંશુએ સોમબીરને ટક કરી પુનેરી પલ્ટનની લીડને ઓછી કરી દીધી. ત્યાર બાદ તમિલ થલાઇવાસે ડિફેન્સના દમ પર પુનેરી પલ્ટનને ઓલઆઉટ કરી સ્કોર નજીક પહોંચાડી દીધો. પણ નીતિન તોમરે મંજીતને સુપર ટેકલ કરી સ્કોર 5-5 ની બરોબરી પર લાવી દીધો. ત્યાર બાદ બંને ટીમો વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો. પહેલો હાફ પુનેરી પલ્ટનના નામે રહ્યો અને સ્કોર 15-14 નો રહ્યો હતો. બંને ટીમોના રેડર્સએ લગભર એક જેવું જ પ્રદર્શન કર્યું હતું પણ ડિફેન્સમાં તમિલ થલાઇવાસ ઘણી પાછળ રહી.
…And the #Bhaari paltan’s dream run goes on & on & on 💪
Aslam and Mohit combine well to guide @PuneriPaltan to 🔝6️⃣#SuperhitPanga #VIVOProKabaddi #PUNvCHE pic.twitter.com/dKEFEYzAqW
— ProKabaddi (@ProKabaddi) February 15, 2022
વિશાલ અને સોમબીરે પુનેરી પલ્ટનને જીત અપાવી અસલમ ઇનામદારે બોનસ પોઇન્ટ સાથે બીજા હાફની શરૂઆત કરી. હિમાંશુએ શાનદાર રેડ કરી પુનેરી ટીમને ઓલઆઉટની નજીક પહોંચાડ્યું. પણ અસલમે સાહિલને આઉટ કરી ઓલઆઉટ બચાવી લીધું. ત્યાર બાદની રેડમાં વિશાલ ભારદ્વાજે હિમાંશુને સુપર ટેકલ કર્યું પણ સાથે પોતે પણ લોબી-આઉટ થયો. અભિનેશ નાદરાજને સાગર રાઠીને આઉટ કરીને ફરીથી ઓલઆઉટથી બચાવી લીધા. મંજીતને સુપર ટેકલ કરી પુનેરીએ 25-18નો સ્કોર પહોંચાડી દીધો હતો. અજિંક્ય પવાર લોબી-આઉટ થતા જ તમિલ થલાઇવાસ ઓલઆઉટ થઇ ગઇ. આમ પુનેરી પલ્ટનનું ઓલરાઉન્ડ પ્રદર્શન અને તમિલ થલાઇવાસનું નબળું ડિફેન્સ અને સતત ભુલોના કારણે તમિલ થલાઇવાસ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું. પુનેરી પલ્ટને આ મેચ 43-31થી પોતાના નામે કરી લીધી.
આ પણ વાંચો : Pro Kabaddi: પટના ટીમે શાનદાર પ્રદર્શન કરતા બેંગ્લોરને હરાવીને લીગમાં સતત સાતમી જીત મેળવી
આ પણ વાંચો : ભારતીય હોકીના પ્રદર્શનથી ભડક્યા IOAના પ્રમુખ નરિંદર બત્રા, ફેડરેશનનો આકરા સંદેશા સાથે માંગ્યો જવાબ