AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય હોકીના પ્રદર્શનથી ભડક્યા IOAના પ્રમુખ નરિંદર બત્રા, ફેડરેશનનો આકરા સંદેશા સાથે માંગ્યો જવાબ

ભારતીય પુરૂષ હોકી ટીમે ગત વર્ષ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક મેડલ જીત્યો હતો, પરંતુ ત્યારબાદથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન સતત ખરાબ થતું જોવા મળ્યું છે.

ભારતીય હોકીના પ્રદર્શનથી ભડક્યા IOAના પ્રમુખ નરિંદર બત્રા, ફેડરેશનનો આકરા સંદેશા સાથે માંગ્યો જવાબ
Indian Mens Hockey Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 12:00 AM
Share

ભારતીય પુરૂષ હોકી (Indian Hockey Team) ટીમે ગત આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચતા કાંસ્ય પદક જીત્યો હતો. 41 વર્ષ બાદના લાંબા અંતર બાદ ભારતે ઓલિમ્પિકમાં હોકીમાં કોઈ મેડલ જીત્યો હતો. ત્યારથી જ ભારતીય હોકીના નવા નિર્માણની શરૂઆત માનવામાં આવતી હતી પણ ભારતીય ટીમે ઓલિમ્પિક બાદ ઘણી મેચમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું નથી. જેને પગલે ભારતીય ઓલિમ્પિક સંઘ (Indian Olympic Association)ના અધ્યક્ષ નરિંદર બત્રા ઘણા નારાજ છે. અધ્યક્ષ નરિંદર બત્રાએ મંગળવારે 15 ફેબ્રુઆરીએ ટીમના હાલના પ્રદર્શનને ‘અસ્વિકાર’ કર્યું છે અને હોકી ઈન્ડિયા ફેડરેશનને તેના કારણો વિશે જવાબ માંગ્યો છે.

નરિંદર બત્રાએ હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિગોમબામ, સીઈઓ ઈલેના નોર્મન સહિત અન્ય પદાધિકારીઓને કડક સંદેશો મોકલતા કહ્યું છે કે ગત ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ટીમના પ્રદર્શન પર તેમને ઘણી ચિંતા છે. બત્રાએ આ સાથે સંકેત આપ્યા છે કે ટીમને બરોબર રીતે બનાવવામાં નથી આવી રહી. જોકે તેમણે આ અંગે વધુ વિસ્તારથી નથી જણાવ્યું. મહત્વનું છે કે નરિંદર બત્રાએ ભારતીય હોકી ફેડરેશન પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે.

ટીમનું પ્રદર્શન ચિંતાનો વિષય

પૂર્વ હોકી ઈન્ડિયાના પ્રમુખ અને IOAના અધ્યક્ષ નરિંદર બત્રાએ કહ્યું, “ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યા બાદ ભારતીય પુરૂષ હોકી ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તેનાથી હું ચિંતિત છું. પહેલા બાંગ્લાદેશ અને હવે સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાનું ખાસ પ્રદર્શન નથી રહ્યું. ખેલાડીઓને દોષી કહેવું એ મારા માટે અંતિમ અને એકમાત્ર સચ્ચાઈ નથી. હું ટીમના પ્રદર્શનને લઈને તમારા સુચનો જાણવા માંગુ છું. જે રીતે ટીમ પ્રદર્શન કરી રહી છે તે કોઈ પણ રીતે સ્વિકાર્ય નથી. મહેરબાની કરીને તપાસ કરો કે સમસ્યા શું અને ક્યા છે.”

આમ જોઈએ તો નરિંદર બત્રા FIHના અધ્યક્ષ પણ છે, એવામાં કોઈ એક હોકી ટીમ માટે દખલ કરવું એ એક પ્રકારે પ્રશ્ન ઉભો કરે તેવું છે પણ નરિંદર બત્રાએ હોકી ઈન્ડિયાને IOAના પ્રમુખ તરીકે પત્ર લખ્યો છે અને જવાબ માંગ્યો છે. તેણે પત્રમાં લખ્યું છે કે, “હું ભારતીય ટીમને ખોટી રીતે સંચાલન કરવા અને તેના ખોટા પ્રબંધનને સ્વીકાર નહીં કરૂ. એવા લોકોને હું બહાર કરવા માંગીશ. મહેરબાની કરીને આ અંગેના જવાબ સાથે જલ્દીથી જલ્દી મલો.”

એશિયન ચેમ્પિયનશિપ અને પ્રો લીગમાં પ્રદર્શન પર પણ પ્રશ્નો ઉઠ્યા

ગત વર્ષે ઓગસ્ટમાં કોચ ગ્રાહમ રીડ અને સુકાની મનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક મેડલ જીત્યો હતો. પરંતુ તેના પ્રદર્શનને જાળવી શક્યું નહીં. ટીમને ડિસેમ્બરમાં એશિયન ચેમ્પિયનશિપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ તે મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાન પર ઉતરી હતી પણ પોતાના આ ટાઈટલને બચાવી રાખવામાં નિષ્ફળ રહી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે FIH પ્રો લીગમાં પોતાનાથી ઓછા રેન્કિંગની ટીમ ફ્રાન્સ સામે હારી ગઇ.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા માટે આગામી ટી20 વર્લ્ડ કપ રમી શકે છે સિંગાપુરનો આ ક્રિકેટર

આ પણ વાંચો : ભારત-શ્રીલંકા સીરિઝની તારીખ થઇ જાહેર, બેંગ્લોરમાં રમાશે ડે-નાઇટ ટેસ્ટ

g clip-path="url(#clip0_868_265)">