Pro Kabaddi League 2022: દબંગ દિલ્હી પહેલીવાર ચેમ્પિયન બન્યું, પટનાને 1 પોઇન્ટથી હરાવ્યું

|

Feb 25, 2022 | 10:36 PM

પહેલા હાફમાં બંને ટીમો 12-12 પોઇન્ટ સાથે બે ટેકલ પોઇન્ટ મેળવી લીધા હતા. પણ ઓલઆઉટના 2 પોઇન્ટના કારણે દિલ્હી ટીમે લીડ મેળવી લીધી હતી.

Pro Kabaddi League 2022: દબંગ દિલ્હી પહેલીવાર ચેમ્પિયન બન્યું, પટનાને 1 પોઇન્ટથી હરાવ્યું
Dabang Delhi

Follow us on

શુક્રવારે પ્રો કબડ્ડી લીગ 2022 (Pro Kabaddi League 2022) ની 8મી સિઝનમાં ફાઇનલ મેચમાં ત્રણવારની ચેમ્પિયન પટના પાયરેટ્સ (Patna Pirates) ટીમને માત્ર 1 પોઇન્ટથી હરાવીને દબંગ દિલ્હી (Dabang Delhi) ટીમે પહેલીવાર પ્રો કબડ્ડી લીગનું ટાઇટલ જીત્યું. દબંગ દિલ્હી ટીમે 37-36 પોઇન્ટથી મેચ પોતાના નામે કરી હતી.

પટના પાયરેટ્સ ટીમના સુકાની પ્રશાંત રાયે ટોસ જીતીને દબંગ દિલ્હીને પહેલા રેડ કરવા માટે આમંત્રીત કર્યા. ફાઇનલ મેચમાં પહેલા પહેલા રેડ કરવા નવીન કુમાર આવ્યો હતો અને બોનસ પોઇન્ટ સાથે દિલ્હી ટીમે ખાતુ ખોલ્યું હતું. પ્રશાંત રાયે જોગિંદર નરવાલને આઉટ કરીને પટના ટીમે ખાતુ ખોલ્યું. 5મી મિનિટમાં મહમ્મદરજા શાદલુને આઉટ કરીને નવીને સૌથી મોટી ડિફેન્ડરને મેટથી બહાર કર્યો હતો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

શાદલુએ 7મી મિનિટે નવીનને ટેકલ કરી બદલો લીધો હતો અને પટનાને 7-5તી આગળ કરી દીધો. ગુમાન સિંહે જોગિંદરને આઉટ કરીને દિલ્હીને ઓલઆઉટ કરી નજીક પહોંચાડ્યું હતું. સંદીપ નરવાલ લોબી આઉટ થઇને દિલ્હીની ટીમ ઓલઆઉટ નજીક પહોંચી ગઇ અને પટના 12-8 થી આગળ થઇ ગઇ. નવીન કુમારે નીરજ કુમારે આઉટ કરીને આ સિઝનમાં 200મી રેડ પોઇન્ટ મેળવ્યા હતા. પટના પાયરેટ્સ ટીમ પહેલા હાફ સુધી 17-15થી આગળ રહી હતી.

વિજય મલિકે બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું

સચિન તંવરે સંદીપ નરવાલને ટચ કરીને બીજા હાફની શરૂઆત કરી હતી. મંજિત છિલ્લરે સચિન તંવરને આઉટ કર્યો અને દિલ્હી ટીમનું ડિફેન્સ ફોર્મમાં આવી ગયું છે તેની જાહેરાત કરી દીધી છે. ગુમાન સિંહે કૃષ્ણ ધુલ અને મંજીતને આઉટ કરીને પટનાને 4 પોઇન્ટથી આગળ કરી દીધી હતી. વિજય મલિકે 30મી મિનિટમાં સુપર રેડ કરી પટના ટીમની લીડ ઓછી કરી દીધી. ત્યારબાદ નવીનએ મોનુને ટેકલ કરી સ્કોર 24-24 ની બરોબરી પર લાવી દીધો હતો.

સાજીન ચંદ્રશેખરને આઉટ કરીને નવીને પોતાની સુપર 10 રેડ પુરી કરી, 34મી મિનિટમાં દિલ્હી ટીમે પટનાને ઓલઆઉટ કરીને સ્કોર 30-28થી લીડ મેળવી લીધી. 36મી મિનિટે વિજય મલિકે વધુ એક સુપર રેડ કરી અને દિલ્હી ટીમને 35-30થી આગળ કરી દીધી હતી. મોનુ કુમારે મંજીતને આઉટ કરી દિલ્હી ટીમને વધુ મજબુત કરી હતી. ત્યારબાદ શાદલુએ બોનસ પોઇન્ટ મેળવ્યો. અંતિમ રેડમાં નવીને વોક લાઇન ક્લીયર કરી પ્રો કબડ્ડી લીગમાં દબંગ દિલ્હી ટીમને પહેલીવાર જીત અપાવી હતી.

આ પણ વાંચો : IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ

આ પણ વાંચો : INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર

Next Article