IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ

ભારતીય ટીમ (Team India) ને શ્રીલંકા સામેની શ્રેણી પહેલા પણ ઈજા થઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા.

IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ
Ruturaj Gaikwad પ્રથમ મેચમાં પણ પ્લેયીંગ ઇલેવન થી બહાર હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:50 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) મેદાનમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે અને જીતી રહી છે. પરંતુ મેદાનની બહાર ટીમ પણ સતત ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમના ઘણા ખેલાડીઓ સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. ટીમનો યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઈજાના કારણે શ્રીલંકા સામે ચાલી રહેલી T20 શ્રેણી માંથી બહાર થઈ ગયો છે. એક અહેવાલ મુજબ ઋતુરાજ 26 અને 27 તારીખે ધર્મશાળામાં યોજાનારી મેચમાં પણ રમી શકશે નહીં. ઋતુરાજની જગ્યાએ બેકઅપ તરીકે મયંક અગ્રવાલ (Mayank Agarwal) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ લખનૌમાં રમાયેલી શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં રમવાનો હતો, પરંતુ મેચ પહેલા તેને જમણા કાંડામાં ઈજા થઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ આ અંગે માહિતી આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ એક અપડેટ જારી કરીને કહ્યું હતું કે ઋતુરાજ કાંડાની ઈજાને કારણે બેટિંગમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. બોર્ડે કહ્યું હતું કે મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે.

હવે આ મામલે નવી માહિતી એ છે કે આ યુવા બેટ્સમેનને આખી શ્રેણીમાંથી બહાર બેસવું પડશે. ક્રિકબઝના અહેવાલ મુજબ સિનિયર ઓપનર મયંક અગ્રવાલને ઋતુરાજના સ્થાને તરત જ ધર્મશાળા મોકલવામાં આવ્યો છે. મયંકને ટીમ ઈન્ડિયા સાથે બેકઅપ ઓપનર તરીકે જોડવામાં આવ્યો છે. મયંક અગ્રવાલ હાલમાં ચંદીગઢમાં ભારતીય ખેલાડીઓ સાથે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટ માટે મયંકને એક બાયો-બબલમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાનું સરળ હતું. અગાઉ મયંકને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે બેકઅપ તરીકે પણ સામેલ કરવામાં આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચોઃ Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

આ પણ વાંચોઃ Tennis: નોવાક જોકોવિચે નંબર 1 ની ખુરશી ગુમાવી, ‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત, રશિયન યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ

g clip-path="url(#clip0_868_265)">