Paralympics 2024માં ભારતના 11 મેડલ પૂરા, તુલસીમતી-મનીષાએ બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર-બ્રોન્ઝ મેડલ
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં 10 મેડલ પૂરા કર્યા છે. તુલસીમતી મુરુગેસને મહિલાઓની SU5 કેટેગરીમાં પેરા-બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે તે ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. જ્યારે મનીષા રામદાસે પેરા-બેડમિન્ટનની મહિલા SU5 કેટેગરીમાં જ બ્રોન્ઝ મેડલ મેચ જીત્યો હતો.
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલની સંખ્યામાં બેવડા આંકડાને સ્પર્શ કર્યો છે. 10મો અને 11મો મેડલ પેરા-બેડમિન્ટનમાં આવ્યો છે. ભારતીય પેરા-બેડમિન્ટન એથ્લેટ તુલસીમતી મુરુગેસને મહિલા SU5 વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સમાં આ તેનો પહેલો મેડલ છે. આ સાથે જ તુલસીમતી મુરુગેસન પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પણ બની ગઈ છે. આ સિવાય મનીષા રામદાસે પેરા-બેડમિન્ટનની આ જ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તુલસીમતી મુરુગેસને ઈતિહાસ રચ્યો
ભલે તુલસીમતી મુરુગેસનને ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચ તેના અને સમગ્ર દેશ માટે ખૂબ જ ખાસ છે. આ પહેલા ભારતની કોઈ મહિલા ખેલાડી પેરાલિમ્પિકમાં મેડલ જીતી શકી નથી. તમને જણાવી દઈએ કે, ચીનની યાંગ કિયુ જિયા સામેની ફાઈનલ મેચમાં તુલસીમતી મુરુગેસને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાની લય જાળવી શકી નહોતી. તેણે પહેલો સેટ 17-21થી ગુમાવ્યો હતો. જે બાદ તે બીજો સેટ 10-21થી હારી ગઈ, જેના કારણે તેણે સિલ્વર મેડલ જીત્યો.
The medal rush continues for !
Thulasimathi Murugesan clinches a silver medal in the Women’s singles SU5 Final! ️#ParalympicGamesParis2024 #ParalympicsOnJioCinema #JioCinemaSports #Paris2024 #Badminton pic.twitter.com/0bDU9seS3O
— JioCinema (@JioCinema) September 2, 2024
મનીષા રામદાસે બ્રોન્ઝ મેડલ મેચ જીતી
બીજી તરફ, મનીષા રામદાસે પેરા-બેડમિન્ટનની મહિલા SU5 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેચ જીતી હતી, પરંતુ સેમીફાઈનલ મેચમાં તુલસીમતી મુરુગેસન સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રોન્ઝ મેડલ મેચમાં મનીષા રામદાસે ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને હરાવી હતી. તેણે આ મેચની પ્રથમ ગેમ 21-12થી જીતી હતી. જ્યારે બીજી ગેમ 21-8થી જીતી મનીષાએબ્રોન્ઝ મેડલ મેચ જીતી લીધી હતી. તેણે બંને સેટ એકતરફી રીતે જીત્યા હતા. આ સાથે તે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની હતી.
!
Teenager Manisha Ramdas clinches the bronze medal in Women’s Singles SU5 ️#ParalympicGamesParis2024 #ParalympicsOnJioCinema #JioCinemaSports #Paris2024 #Badminton pic.twitter.com/n3h3mRPeN4
— JioCinema (@JioCinema) September 2, 2024
ભારત પાસે અત્યાર સુધી 11 મેડલ છે
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા છે. ભારતે 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ શૂટર અવની લેખરાએ જીત્યો હતો, જેણે 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે આજે પેરા-બેડમિન્ટન ખેલાડી નીતિશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: રિંકુ સિંહ ગોલ્ડન ડકનો શિકાર, છતાં તેની ટીમ જીતી, આ ખેલાડીએ 10 સિક્સર ફટકારી મચાવ્યો હાહાકાર