AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: ભારતીય હોકી ટીમનો ઐતિહાસિક વિજય, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

વર્લ્ડ કપથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધી ઘણી વખત ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને ઘણી વખત ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની જીતના માર્ગમાં આડે આવી છે. આ વખતે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી આ અડચણ પણ દૂર કરી છે. ભારતે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

Paris Olympics 2024: ભારતીય હોકી ટીમનો ઐતિહાસિક વિજય, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
Indian Hockey Team
| Updated on: Aug 02, 2024 | 7:51 PM
Share

ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ખુશી આપનારી ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં પણ મેડલની આશા વધારી દીધી છે. પૂલ સ્ટેજમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલી કોચ ક્રેગ ફુલટન અને કેપ્ટન હરમનપ્રીત સિંહની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પરિણામ હાંસલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. પૂલ રાઉન્ડની તેમની છેલ્લી મેચમાં ભારતીય ટીમે રોમાંચક મેચમાં ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. આ સાથે ભારતે 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

ભારતે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

આ ઓલિમ્પિક્સમાં સુકાની હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે ડિફેન્ડરની ફરજ નિભાવવાની સાથે પેનલ્ટી કોર્નર અને પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. તેણે ઓસ્ટ્રેલિયન ટીમ સામે એ કારનામું કર્યું જેણે છેલ્લા ઘણા વર્ષોમાં ઓલિમ્પિક, વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈન્ડિયાને ઘણું દુઃખ આપ્યું હતું. આખરે, 1972 પછી પ્રથમ વખત, ટીમ ઈન્ડિયાએ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવી અનેક હારનો બદલો લીધો હતો.

પ્રથમ ક્વાર્ટરમાં જ લીડ મેળવી

એક દિવસ પહેલા બેલ્જિયમ સામેની ટક્કરની મેચમાં 1-2થી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ પહેલા ક્વાર્ટરથી જ ફ્રન્ટ ફૂટ પર રમવાનું શરૂ કર્યું અને બે મિનિટમાં જ બે ગોલ કરીને 2-0ની સરસાઈ મેળવી લીધી. આનાથી બધાને આશ્ચર્ય થયું. અભિષેકે 12મી મિનિટે ટીમ માટે ફિલ્ડ ગોલ કર્યો હતો અને ત્યારપછી બીજી જ મિનિટે કેપ્ટન હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પર લીડ લીધા બાદ ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

કમબેક કરવાના ઓસ્ટ્રેલિયાના પ્રયાસો નિષ્ફળ રહ્યા

જોકે, 25મી મિનિટે ઓસ્ટ્રેલિયાએ પહેલો ગોલ કરીને સ્કોર 2-1 કરી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ ફરી પોતાની લીડ મજબૂત કરી હતી. આ વખતે હરમનપ્રીતે 32મી મિનિટે મળેલા પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં બદલી નાખ્યો. ટીમ ઈન્ડિયાએ ચોથા ક્વાર્ટરમાં વધુ એક ગોલ કર્યો હતો, પરંતુ રેફરીએ તેને ફગાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી બ્લેક ગોવર્સે 55મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને સ્કોર 3-2 કર્યો હતો. છેલ્લી 5 મિનિટમાં ઓસ્ટ્રેલિયાએ વધુ એટેક કર્યા, પરંતુ અનુભવી ગોલકીપર શ્રીજેશ સહિત ડિફેન્સ ખેલાડીઓએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને ભારતને ઐતિહાસિક જીત અપાવી.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકર વધુ એક ઓલિમ્પિક મેડલ જીતવાની નજીક, 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">