IPL 2022: બેંગ્લોરની ટીમ 12 માર્ચે સુકાની સાથે ટીમની નવી જર્સી લોન્ચ કરવા તૈયાર

IPL 2022: બેંગ્લોરની ટીમ આઈપીએલના ઇતિહાસમાં હજુ સુધી એક પણ ટાઇટલ જીત્યું નથી. ત્યારે આ વખતે ટીમનું લક્ષ્યાંક ટાઇટલ જીતવાનું રહેશે.

IPL 2022: બેંગ્લોરની ટીમ 12 માર્ચે સુકાની સાથે ટીમની નવી જર્સી લોન્ચ કરવા તૈયાર
Royal Challengers Bangeluru (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 12:15 AM

IPL ફ્રેન્ચાઇઝી RCB એ જાહેરાત કરી છે કે તેઓ 12 માર્ચના રોજ એક મોટી ઇવેન્ટ કરવા જઇ રહી છે. આરસીબી આ સિઝન માટે તેમની નવી જર્સી લોન્ચ કરશે. 12 માર્ચે RCB ની નવી જર્સીનું અનાવરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની માહિતી ટ્વિટર પર આપવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે આઈપીએલ 2022 (IPL 2022) ની શરૂઆત 26 માર્ચથી થઇ રહી છે. ટ્વીટમાં લખ્યું છે કે IPL 2022 આવી ગયું છે અને અમે સીઝન માટે અમારા થ્રેડ બતાવવા માટે રાહ જોઈ શકતા નથી. નવી જર્સીનું અનાવરણ 12 માર્ચે બેંગ્લોરની ટીમ અનબોક્સ ઇવેન્ટમાં કરવામાં આવશે.

બેંગ્લોર ટીમના આઇકોન ખેલાડી વિરાટ કોહલીએ IPL 2021 પછી કેપ્ટનશીપ છોડી દીધી છે. ટીમ સુકાની માટે નવું નામ શોધી રહી છે. ટીમે કોહલી સિવાય ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રીટેન કર્યા હતા. જો કોઈ ભારતીયને બેંગ્લોર ટીમનો કેપ્ટન બનાવવાની વાત કરીએ તો દિનેશ કાર્તિકનું પણ એક નામ છે.

તેની પાસે કોલકાતા ટીમમાં કેપ્ટનશિપ કરવાનો ઘણો અનુભવ છે. તે ટીમનો સિનિયર ખેલાડી પણ છે. આ ટીમ સાથે બીજું નામ છે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની ફાફ ડુ પ્લેસિસનું. ફાફ ડુ પ્લેસિસને પણ કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે.

વિરાટ કોહલીએ લાંબા સમયથી ટીમનું સુકાન સંભાળ્યું છે. આ વખતે તે માત્ર એક ખેલાડી તરીકે જ રમતા જોવા મળશે. આ વખતે વિરાટ કોહલી બેટથી કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું. મહત્વનું છે કે તમામની નજર હવે 12 માર્ચના રોજ બેંગ્લોરની ટીમ પર રહેશે. આઈપીએલ 2022 માં અત્યાર સુધી કુલ 9 ટીમોએ પોતાના સુકાની જાહેર કરી દીધા છે. ત્યારે બેગ્લોર એક માત્ર એક ટીમ છે જેણે હજુ સુધી સુકાની જાહેર કર્યો નથી.

આ પણ વાંચો : વિરાટ કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે તેને લાગે છે કે તે રાજા છેઃ પ્રદીપ સાંગવાન

આ પણ વાંચો : IPL 2022 ની શરૂઆતની મેચોમાં સાઉથ આફ્રિકાના ક્રિકેટરો ભાગ નહીં લે? BCCI ગ્રીમ સ્મિથ સાથે કરશે વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">