Milkha Singh: મિલ્ખા સિંહના નિધન પર PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો, કહ્યુ મહાન ખેલાડી ગુમાવ્યા

મહાન એથલેટ પજ્ઞશ્રી મિલ્ખા સિંહે (Milkha Singh) કોરોના સંક્રમણ (Corona Virus)ને લઇને ગુમાવ્યા છે. 'ફ્લાંઇગ શિખ' તરીકે ની ઓળખ ધરાવતા મિલ્ખા સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ શોક વ્યક્ત કર્યો હતો. PM મોદી એ તસ્વીર શેર કરતા ટ્વીટ કર્યુ હતુ, મિલ્ખા સિંહ જી ના નિધન થી આપણે એક મહાન ખેલાડીને ગુમાવ્યા છે.

Milkha Singh: મિલ્ખા સિંહના નિધન પર PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો, કહ્યુ મહાન ખેલાડી ગુમાવ્યા
Milkha Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 19, 2021 | 7:03 AM

91 વર્ષના મહાન એથલેટ પજ્ઞશ્રી મિલ્ખા સિંહે (Milkha Singh) કોરોના સંક્રમણ (Corona Virus)ને લઇને ગુમાવ્યા છે. ‘ફ્લાંઇગ શિખ’ તરીકે ની ઓળખ ધરાવતા મિલ્ખા સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ શોક વ્યક્ત કર્યો હતો. PM મોદી એ તસ્વીર શેર કરતા ટ્વીટ કર્યુ હતુ, મિલ્ખા સિંહજી ના નિધનથી આપણે એક મહાન ખેલાડીને ગુમાવ્યા છે. જેમણે દેશની કલ્પના પર કબ્જો કરી લઇ અગણિત ભારતીયોના દિલોમાં એક વિશેષ સ્થાન બનાવ્યુ હતુ. તેમના પ્રેરક વ્યક્તિત્વે લાખો લોકોના પ્રિય બનાવી દીધા હતા. તેમના નિધનથી શોકમગ્ન છું.

વડાપ્રધાન મોદીએ બીજી ટ્વીટ દ્રારા લખ્યુ હતુ, હજુ થોડાક દિવસ પહેલા જ મારી મિલ્ખાસિંહજી સાથે વાત થઇ હતી. મને નહોતી ખબર કે આ અમારી અંતિમ વાતચીત રહેશે. અનેક એથલેટ તેમની જીવન યાત્રાથી તાકાત હાંસલ કરશે. તેમના પરિવાર અને વિશ્વભરમાં અનેક પ્રશંસકોના પ્રત્યે મારી સંવેદનાઓ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પાંચ દિવસ પહેલા તેમના પત્નિ નિર્મલ કૌરનુ નિધન થયુ

હજુ પાંચેક દિવસ અગાઉ જ મિલ્ખા સિંહના પત્નિ નિર્મલ સિંહનુ નિધન થયુ હતુ. તેઓ કોરોના સંક્રમિત હતા અને મોહાલી સ્થિત ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. નિર્મલ કૌર પોતે એથલેટ હતા અને ભારતીય મહીલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. પજ્ઞશ્રી મિલ્ખા સિંહ ના પરિવારમાં ગોલ્ફર પુત્ર જીવ મિલ્ખા સિંહ અને એક પુત્રી છે.

બુધવારે કોરોના નેગેટીવ આવ્યો હતો રિપોર્ટ

મિલ્ખા સિંહનુ સ્વાસ્થય સાંજ બાદ થી જ બગડવા લાગ્યુ હતુ. તેઓને તાવ સાથે ઓક્સીજન સ્તર પણ સતત ઘટતુ જઇ રહ્યુ હતુ. તેઓ ચંદીગઢની પીજીઆઇ કોવિડ હોસ્પીટલમાં દાખલ હતા. ગત 19 મે એ કોરોના સંક્રમિત થયા બાદ 3 જૂને તેમને આઇસીયુ માં ખસેડવામા આવ્યા હતા. આ પહેલા તેઓએ ઘરે જ સારવાર મેળવી હતી. જોકે મિલ્ખા સિંહનો કોરોના રિપોર્ટ બુધવારે નેગેટીવ આવ્યા હતો. ત્યારબાદ તેમને જનરલ આઇસીયુ માં શીફ્ટ કરવામાં આવ્યા હતા. ગુરુવાર સાંજ પહેલા તેમની સ્થિતી સ્થીર થઇ ગઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">