Messi ને સુરક્ષિત નિકાળવા હેલિકોપ્ટર બોલાવવુ પડ્યુ, બેકાબૂ ભીડમાં ઘેરાઈ ગઈ Argentina ની ટીમ

TV9 GUJARATI

|

Updated on: Dec 21, 2022 | 8:35 AM

FIFA World Cup 2022 ને જીતી લેતા જ આર્જેન્ટિનામાં ઉત્સાહ ગજબ છે. ટીમની જીતનો જશ્ન જાણે કે હવે ખતમ થવાનુ નામ જ નથી લઈ રહ્યો અને લાખો ચાહકોની ભીડ બેકાબૂ સ્થિતીમાં હજુય જોવા મળી રહી છે.

Messi ને સુરક્ષિત નિકાળવા હેલિકોપ્ટર બોલાવવુ પડ્યુ, બેકાબૂ ભીડમાં ઘેરાઈ ગઈ Argentina ની ટીમ
Lionel Messi ને બેકાબૂ ભીડને લઈ હેલિકોપ્ટરથી લઈ જવાયો (Photo-AFP)

કતારમાં આયોજીત ફિફા વિશ્વક ની ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ ચુકી છે અને વિશ્વને ફુટબોલ ચેમ્પિયન ટીમ પણ મળી ચુકી છે. આર્જેન્ટિનાએ દિલધડક ફાઈનલ મેચમાં ફ્રાંસને હરાવીને ટ્રોફી મેળવી હતી. હવે આર્જેન્ટિનાની ટીમ પણ પરત સ્વદેશ પરત ફરી ગઈ છે. જોકે આર્જેન્ટિનામાં ઉત્સવનો માહોલ હુજ પણ સહેજે ઓસરવાનુ નામ લઈ રહ્યો નથી. હજુ પણ લોકોની ભીડ રસ્તાઓ પર જોવા મળી રહી છે. ચાહકો ખૂબ જશ્ન મનાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સુરક્ષિત રીતે ચેમ્પિયન ફુટબોલ ટીમને સ્વદેશ આગમન કરાવવાને લઈ આર્જેન્ટિનાને સુરક્ષા વ્યવસ્થા તંત્રને પરસેવો વળી ગયો હતો. આખરે મેસીને માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવી પડી હતી.

આર્જેન્ટિનાની વિશ્વ ચેમ્પિયન ફુટબોલ ટીમ સ્વદેશ પહોંચતા જ રસ્તાઓ પર 40 લાખ લોકોની ભીડ સ્વાગત માટે આવી ચડેલી હતી. આ તમામ ચાહકોને મેસીની એક ઝલક મેળવવી હતી. પોતાની ટીમનો હિરો મેસીને એક ઝલકને જોવા માટે લોકો કલાકોથી રાહ જોવા લાગ્યા હતા. કારણ કે આર્જેન્ટિનાને 1986 બાદ આ પળ જોવાનો મોકો મળ્યો હતો. 36 વર્ષ બાદ ફરીથી ટીમ ચેમ્પિયન બની શકી છે. એટલે આર્જેન્ટિનાના લોકો અને ફુટબોલના ચાહકોની ખુશીઓનો પાર નહોતો એ સ્વભાવિક છે.

ચાહકો ચેમ્પિયન ટીમને ઘેરી વળ્યા

ટીમના સ્વાગત માટે આર્જેન્ટિનાના પાટનર બ્યૂનર્સ આયર્સમાં ઓપન ટોપ બસની વ્યવસ્થા રાખી હતી. જેની પર મેસી સહિતના ખેલાડીઓ સવાર હતા. પરંચુ બેકાબૂ ભીડને લઈ ટીમને સુરક્ષિત રીતે બહાર લઈ જવાની ફરજ પડી હતી. 40 લાખ લોકો ટીમને રસ્તાઓ પર ઘેરી વળ્યા હતા. રસ્તાઓ પર જાણે કે કિડીયારુ ઉભરાયુ હોય એમ ઉમટી પડ્યા હતા.

બેકાબૂ ભીડથી બચાવવા માટે હેલિકોપ્ટરનો સહારો લેવાયો

આમતો આર્જેન્ટિના ફુટબોલ ટીમ પરત ફરે એટલે તેના સ્વાગત માટે શાનદાર તૈયારીઓ કરાઈ હતી. અભૂતપૂર્વ સ્વાગત થી દેશનુ પાટનગર પણ સજ્જ હતુ. પરંતુ અકલ્પનીય ભીડ સામે ટીમને સાચવવાનુ આયોજન મુશ્કેલ બની ગયુ હતુ. સ્થાનિક પ્રશાસન માટે ટીમને સ્વાગત સાથે આગળ વધારવી મુશ્કેલ બની ગઈ હતી. આવી સ્થિતીમં આખરે હેલિકોપ્ટરને સહારે મેસી સહિતના ખેલાડીઓને બહાર નિકાળવાનો રસ્તો અપનાવ્યો હતો. કારણ કે ભીડ સતત બેકાબૂ રીતે વધતી જઈ રહી હતી અને પરિસ્થિતી નિયંત્રણ બહાર જઈ રહી હતી. આવી સ્થિતીમાં મેસીને બહાર નિકાળવો એ એક માત્ર ઉપાય ભીડ નિયંત્રણ માટે સ્થાનિક પ્રશાસનને લાગ્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati