AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36માં નેશનલ ગેમ્સમાં મલખંભની રમતને મળ્યુ સ્થાન, વડોદરાના 12 ખેલાડીઓ આ રમતમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

વડોદરા માટે આનંદની ગૌરવની બાબત એ છે કે આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારા 36માં નેશનલ ગેમ્સમાં મલખંભની રમતને પણ સ્થાન આપ્યુ છે જેમા વડોદરાના જ 12 ખેલાડીઓ આ રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, જેમા 6 છોકરા અને 6 છોકરીનો સમાવેશ થાય છે.

36માં નેશનલ ગેમ્સમાં મલખંભની રમતને મળ્યુ સ્થાન, વડોદરાના 12 ખેલાડીઓ આ રમતમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
મલખંભને રાષ્ટ્રીય રમતોત્સવમાં સ્થાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:42 AM
Share

ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ (National Games)નું આયોજન થઈ રહ્યુ છે, ત્યારે આ 36માં રમતોત્સવમાં 36 રાજ્યો અને સંઘપ્રદેશોના ખેલાડીઓ 36 રમતોમાં પદકો જીતવા મેદાને પડવાના છે. જેમા વડોદરા(Vadodara)ના ખેલાડીઓ મલખંભમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વડોદરાની 6 છોકરીઓ અને 6 છોકરાઓ મલખંભમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે. વડોદરાને વ્યાયામનો વારસો ગાયકવાડી શાસનકાળથી મળ્યો છે. શહેરમાં આજે પણ એકાદ સદી જૂના અખાડા પુરાતન વારસાને જાળવવા સાથે વ્યાયામની આધુનિક સુવિધાઓ સાથે ધમધમી રહ્યા છે. દેશ આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrut Mahotsav)ની ઉજવણી કી રહ્યો છે ત્યારે ગર્વ લેવા જેવી વાત છે કે આ વ્યાયામ શાળાઓમાં સયાજી મહારાજની કુણી લાગણીથી અંગ્રેજોના વિરોધની પ્રવૃતિઓ પણ થતી હતી. પુરાણી બંધુઓ ક્રાંતિકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા.

મલખંભને પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવમાં સ્થાન

મલખંભની રમત વડોદરાના વ્યાયામ વારસાનો અમૂલ્ય હિસ્સો છે. આથી જ આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં રમાનારી ૩૬ મી નેશનલ ગેમ્સમાં મલખંભનો સમાવેશ વ્યાયામ નગરી વડોદરા માટે હર્ષ,આનંદ અને ગૌરવની બાબત છે. જો કે સૌથી વધુ આનંદની વાત એ છે કે ૩૬ મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની જે મલખંભની ટીમ મેદાનમાં ઉતારવાની છે એ માટે પસંદ થયેલા છોકરા અને છોકરીઓની ટીમના તમામ રમતવીરો વડોદરાના છે. વડોદરાએ આ રમતના શ્રેષ્ઠ રમતવીરો દેશને આપ્યા છે.

ગુજરાત રાજ્ય મલખંભ મંડળના સચિવ રાહુલ ચોક્સીએ જણાવ્યુ છે કે મલખંભને રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાવી લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દિલથી આભાર માનીએ છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે જીમ્નાસ્ટીક અને યોગવિદ્યાના સમન્વય જેવી આ રમતને વડોદરાએ ચેતનવંતી રાખી છે. નેશનલ ગેમ્સમાં તેના અને યોગાસનના સમાવેશથી ખેલાડીઓ અને મંડળો ખૂબ પ્રોત્સાહિત અને આનંદિત થયાં છે. એક દિવસની ટીમ પસંદગીની પ્રક્રિયામાં વડોદરા અને દાહોદની વ્યાયામ સંસ્થાઓના ૫૦ મલખંભ નિપુણ ખેલાડીઓએ ભાગ લીધો જેમાંથી છોકરા અને છોકરીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. જે ટીમ ગુજરાત તરીકે ઉપરોક્ત રમતોત્સવમાં હરીફાઈ કરશે.તેમાં સમાવેશથી હવે આ આગવી સ્વદેશી રમતને આંતર રાષ્ટ્રીય રમતોત્સવ સુધી પહોંચાડવાનો માર્ગ ખુલ્યો છે.

પસંદગી પામેલા 12 ખેલાડીઓ વડોદરાના

મલખંભ મંડળના સચિવ રાહુલ ચોક્સીની મલખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ,આ રમતની સ્પર્ધા માટે ટેકનિકલ ડાયરેક્ટર તરીકે પસંદગી કરી છે એ પણ વડોદરા માટે ગૌરવની વાત છે. મલખંભને  રાષ્ટ્રીય ઓળખ આપવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના ખેલમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવ્યા છે. પસંદ થયેલી છોકરીઓની ટીમમાં હેની શાહ,એકતા મિસ્ત્રી,નૂપુર બારોટ,ખુશી પટેલ,દિયા જોશી અને નેત્રા બારોટનો અને છોકરાઓની ટીમમાં પાર્શ્વ રાણા,મીનળ વાઘ,શૌર્યજીત ખૈરે,હિરેન કુલકર્ણી,અથર્વ જોગલેકર અને રૂદ્ર રાજપૂતનો સમાવેશ થાય છે.હવે આ ખેલાડીઓને જુમ્માદાદા વ્યાયામશાળા ખાતે સઘન તાલીમ આપવામાં આવશે. છોકરાઓ ની ટીમમાં પસંદ થયેલો પાર્શ્વ રાણા કહે છે કે આ રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની મળેલી તકથી હું ખૂબ ઉત્સાહિત અને આનંદિત થયો છું. અમે ગુજરાતને વિજેતા બનાવવા ખૂબ પરિશ્રમ કરીશું અને આ રમતને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવવાનો અમારો સંકલ્પ છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

g clip-path="url(#clip0_868_265)">