AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે હવામાં ફંગોળાયો વ્યક્તિ, જુઓ-Video

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ભારે પવન વચ્ચે એક વિશાળ હોર્ડિંગ અચાનક હવામાં ફંગોળાતું જોવા મળે છે. આ દરમિયાન નજીકમાં ઉભેલો એક યુવક પણ પવનના જોરથી હવામાં ઉછળતો દેખાય છે.

| Updated on: May 14, 2026 | 12:27 PM
Share

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. રાજ્યના 30થી વધુ જિલ્લાઓમાં તેજ પવન અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં મોટામોટા હોર્ડિંગ્સ હવામાં ઉડી રહ્યા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે.

વિશાળ હોર્ડિંગ સાથે યુવક પણ પવનમાં ફંગોળાયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ભારે પવન વચ્ચે એક વિશાળ હોર્ડિંગ અચાનક હવામાં ફંગોળાતું જોવા મળે છે. આ દરમિયાન નજીકમાં ઉભેલો એક યુવક પણ પવનના જોરથી હવામાં ઉછળતો દેખાય છે. સદનસીબે આસપાસના લોકોએ તરત મદદ કરતા યુવકનો બચાવ થઈ ગયો, પરંતુ ઘટનાના દ્રશ્યો લોકોમાં ભય ફેલાવી રહ્યા છે.

વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી

વાવાઝોડાના કારણે અનેક જિલ્લામાં મકાનોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી છે.

38 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના 38 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ભારે વરસાદ, વીજળીના કડાકાભડાકા અને તેજ પવનની આગાહી કરતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

Breaking News : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બસ-ટેન્કર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 4 મુસાફરો જીવતા સળગી ગયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">