AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Super League Champion: ATK મોહોન બાગાન બન્યું ચેમ્પિયન, સુનિલ છેત્રીની બેંગ્લોર FC હારી

Mohun Bagan Vs Bengaluru FC Final : ઈન્ડિયન સુપર લીગની ફાઈનલ મેચ આજે ગોવામાં રમાઈ હતી. આ ફાઈનલ મેચ ATK મોહન બાગાન અને બેંગલુરુ FC વચ્ચે રમાઈ હતી. મેચ જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ હાજર રહ્યા હતા.

Indian Super League Champion: ATK મોહોન બાગાન બન્યું ચેમ્પિયન, સુનિલ છેત્રીની બેંગ્લોર FC હારી
ATK Mohun Bagan
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 3:53 PM
Share

ગોવાના ફાટોરડા સ્ટેડિયમમાં આજે ઈન્ડિયન ફૂટબોલ સુપર લીગ 2023ની ફાઈનલ મેચ આજે રમાઈ હતી. આ ફાઈનલ મેચ ATK મોહોન બાગાન અને બેંગાલુરુ એફસી વચ્ચે રમાઈ હતી. 7. 30 કલાકે શરુ થયેલી આ મેચમાં 90 મિનિટ બાદ સ્કોર 2-2થી બરાબર રહ્યો હતો. જેના કારણે મેચ એકસ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. એકસ્ટ્રા ટાઈમના પ્રથમ હાફમાં એક પણ ગોલ થયો ન હતો. એક્સ્ટ્રા ટાઈમમાં પણ એક પણ ગોલ ના થતા સ્કોર ફરી 2-2ની બરાબરી પર રહ્યો હતો. અંતે વિજેતાનો નિર્ણય પેનલ્ટી શુટ આઉટ થી થયો હતો. પેનલટી શુટ આઉટમાં 4-3થી ATK મોહોન બાગાનની જીત થઇ હતી. આ સાથે સુનિલ છેત્રીની ટીમ બંગ્લોર FC ને રોમાચક ફાઈનલ મેચ માં હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચની કેટલીક રોમાંચક ક્ષણો

આવી હતી બંને ટીમ

વિજેતાઓને શું મળશે?

ફાઈનલના વિજેતાઓ ISL ટ્રોફી ઉપાડશે અને તેમને 6 કરોડની ઈનામી રકમ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપને INR 2.5 કરોડ મળશે. ISL સીઝનના વ્યક્તિગત પ્રદર્શનને ટ્રોફી અને રોકડ ઈનામો પણ આપવામાં આવશે. સિઝનના સર્વશ્રેષ્ઠ ખેલાડીને એવોર્ડ ટીમના પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ વ્યક્તિગત યોગદાન માટે ગોલ્ડન બોલ આપવામાં આવશે. તેની સાથે સાથે ગોલ્ડન બોલ એવોર્ડ પણ આપવામાં આવશે.

ઈન્ડિયન સુપર લીગ

ઈન્ડિયન સુપર લીગને હીરો ઈન્ડિયન સુપર લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ભારતીય વ્યાવસાયિક ફૂટબોલ લીગ છે. સમગ્ર ભારતમાંથી અગિયાર ટીમો આ લીગમાં રમે છે. વર્ષ 2013થી આ લીગ  ઓગસ્ટથી મે દરમિયાન રમાય છે. પ્રોત્સાહન આપવા અને ભારતીય ફૂટબોલને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવા માટે તેની રચના 2013માં કરવામાં આવી હતી.

કઈ કલબે કેટલી વાર જીતી મેચ

લીગની ઉદ્ઘાટન સીઝનથી કુલ પાંચ ક્લબોને ચેમ્પિયન તરીકે સામે આવી છે. જેમાં ATK મોહોન બાગાન ટીમએ 3 વાર, ચેન્નાઈનની કલબે 2 વાર, બેંગલુરુની કલબે 1 વાર, મુંબઈ સિટી 1 વાર અને હૈદરાબાદ કલબ 1 વાર ચેમ્પિયન બની છે. 2019-20 સીઝનમાં લીગ વિનર્સ શીલ્ડની રજૂઆત બાદથી, મુંબઈ સિટીએ તેને બે વાર જ્યારે જમશેદપુર અને ગોવાએ લીગ વિનર્સ શીલ્ડ એકવાર જીતી છે.

g clip-path="url(#clip0_868_265)">