Hockey: દિગ્ગજ પૂર્વ હોકી ખેલાડી કેશવ દત્તનું અવસાન, ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું હતું

ઓલિમ્પિક (Olympic)માં હોકીની રમત દ્વારા ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનારી ટીમના કેશવ દત્ત (Keshav Dutt) અંતિમ જીવીત સભ્ય હતા. તેઓએ પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા.

Hockey: દિગ્ગજ પૂર્વ હોકી ખેલાડી કેશવ દત્તનું અવસાન, ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું હતું
Keshav Dutt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 11:52 PM

ઓલમ્પિક (Olympic)માં 1948 અને 1952ના ગોલ્ડ મેડાલીસ્ટ હોકી ટીમના હિસ્સો રહેલા ખેલાડી કેશવ દત્તનું (Keshav Dutt) 95 વર્ષની વયે બુધવારે અવસાન થયુ હતુ. દત્તે કલકત્તાના સંતોષપુર સ્થિત પોતાના ઘરે જ બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. કેશવ દત્તના નિધન પર હોકી ઈન્ડીયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોમબમ અને પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamta Banerjee)એ શોક દર્શાવ્યો છે. ભારતીય ટીમ પછી તેઓ બંગાળની મોહન બાગાનની હોકી ટીમ (Hockey Team) તરફથી પણ રમી ચુક્યા છે.

ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો રહી ચુકેલા કેશવ દત્ત 1951થી 1953 અને ત્યારબાદ 1957-1958માં મોહન બાગાન હોકી ટીમની આગેવાની નિભાવી હતી. તેમની ઉપસ્થિતી ધરાવતી મોહન બાગાનની ટીમ 10 વર્ષમાં હોકી લીગનું ટાઈટલ છ વખત અને બેટન કપ ત્રણ વખત જીત્યો હતો. તેમણે 2019માં મોહન બાગાન રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેઓ આ સન્માન મેળવનારા પ્રથમ ફુટબોલર સિવાયના ખેલાડી હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કેશવ દત્તના અવસાનને લઈ શોક દર્શાવ્યો હતો. બેનર્જીએ ટ્વીટ કર્યુ હતુ, હોકી જગતે આજે એક વાસ્તવિક મહાન ખેલાડી ગુમાવી દીધા છે. કેશવ દત્તના અવસાનથી દુ:ખી છુ. તે 1948 અને 1952માં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનારી ભારતીય ટીમના હિસ્સો હતા. ભારત અને બંગાળના ચેમ્પિયન. તેમના પરીવાર અને મિત્રો પ્રત્યે સંવેદનાઓ.

1948-1952 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક ટીમના એક માત્ર જીવીત સભ્ય હતા

કેશવ દત્ત 1948માં લંડન રમતોમાં ભારતીય ટીમના હિસ્સો હતા. જ્યાં ભારતે સ્વતંત્રતા બાદ પ્રથમ વખત હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ હેલ્સિંકી ઓલિમ્પિકમાં 1952માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના તેઓ હિસ્સો રહ્યા હતા. હોકી ઈન્ડીયાના અધ્યક્ષ જ્ઞાનેદ્રો નિંગોમબમે કહ્યું હતુ, આજ જબરદસ્ત દિગ્ગજ હાફબેક કેશવ દત્તના અવસાન અંગે સાંભળીને અમને સૌને ખૂબ દુખ થયુ. તેઓ 1948 અને 1952 ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનારી ભારતીય ટીમોના એક માત્ર જીવીત સભ્ય હતા. આજે એમ લાગે છે કે એક યુગનો અંત થયો.

તેઓએ કહ્યું, અમે બધા સ્વતંત્ર ભારત માટે ઓલિમ્પિકમાં તેમની યાદગાર મેચોની શાનદાર કહાનીઓ સાંભળીને મોટા થયા છીએ. તેમને દેશમાં હોકી ખેલાડીઓની પેઢીઓને પ્રેરણા આપી છે. તેઓ એ કહ્યું હોકી ઈન્ડીયા તેમના અવસાન પર શોક દર્શાવે છે અને મહાસંઘ તરફથી હું તેમના પરિવારના પ્રત્યે સંવેદનાઓ જાહેર કરુ છું.

આ પણ વાંચો: ICC Ranking: ODI-T20 રેન્કિંગમાં કેએલ રાહુલને ફાયદો, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા યથાવત સ્થાને

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">