Khelo India Youth Gamesનું સંપૂર્ણ શેડયૂલ જાહેર, જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ

TV9 GUJARATI

|

Updated on: Jan 30, 2023 | 8:14 PM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (Khelo India Games)ની આગામી સિઝન 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશના 8 શહેરોમાં આયોજિત કરવામાં આવશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું સંપૂર્ણ શેડયુલ હાલમાં જાહેર થયું છે.

Khelo India Youth Gamesનું સંપૂર્ણ શેડયૂલ જાહેર, જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ
Full schedule of Khelo India Youth Games
Image Credit source: twitter

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની આગામી સિઝન 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશના 8 શહેરમાં આયોજિત કરવામાં આવશે. આ ગેમ્સમાં 27 ઈવેન્ટ થશે. ટ્રેક એન્ડ ફિલ્ડ ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક, સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મધ્યપ્રદેશના રમતગમત મંત્રી યશોધરા રાજે સિંધિયાની હાજરીમાં ઉદ્ઘાટન આજે આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્દઘાટન થઈ કરવામાં આવી રહ્યું છે.

આ સિવાય ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, ખરગોન અને બાલાઘાટમાં પણ રમતો રમાશે. સરકારના ઓલિમ્પિક અભિયાન સેલમાં સામેલ અંજુનું માનવું છે કે ખેલો ઈન્ડિયા ગેમ્સ ખેલાડીઓના પ્રતિભાઓના કૌશલ્યને વધારવામાં ઘણી મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને રમત મંત્રાલયના પ્રયાસોથી આ એક અનોખી પહેલ છે. આ ગેમ્સના સારા પરિણામો પણ આવવા લાગ્યા છે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું સંપૂર્ણ શેડયુલ

ગાયક શાન પરફોર્મ કરશે

જાણીતા ટીવી સ્ટાર જય ભાનુશાલી ઓપનિંગ સેરેમનીનું એન્કર કરશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના થીમ સોંગ માટે અવાજ આપનાર પ્રખ્યાત ગાયક શાન સમારોહમાં પરફોર્મ કરશે. ગાયિકા નીતિ મોહન નર્મદા અષ્ટક રજૂ કરશે. દક્ષિણ ભારતના પ્રખ્યાત ડ્રમ્સ શિવમણી અને જૂથ દ્વારા 100 લોક કલાકારોની ટુકડી દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારત રજૂ કરવામાં આવશે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ દ્વારા તેઓ ગ્રાસરુટ પ્રોગ્રામ્સ અને મોટી ટુર્નામેન્ટ વચ્ચે એક મહાન સેતુનું કામ કરી રહ્યા છે. તે ખેલાડીઓ માટે એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati