ફિફા વર્લ્ડકપમાં આજે રાઉન્ડ ઓફ 16ની મેચનો છેલ્લો દિવસ છે એટલે કે,ક્વાર્ટર ફાઈનલ માટે ટિકિટ લેવાનો આજે છેલ્લો દિવસ છે આજે વધેલી 4 ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં 2ની આશા રાઉન્ડઓફ 16માં જ પુરી થઈ જશે. જ્યારે અન્ય 2 ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે. ટિકિટ ટુ ક્વાર્ટર ફાઈનલ માટે પોર્ટુગલ અને સ્પેને તો પોતાની દાવેદારી રજુ કરી છે. આ સિવાય મોરક્કો અને સ્વિઝરલેન્ડ પણ મેદાનમાં ઉતરશે.
આજે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આકર્ષણનું કોન્દ્ર બનશે. તેના સિવાય સ્પેનની ટીમના સ્ટાર પર સૌની નજર રહેશે. આ ટીમે રાઉન્ડ ઓફ 16ની ટિકિટ માટે ગ્રુપ સ્ટેજમાં તેમના ગ્રુપની છેલ્લી મેચના પરિણામની રાહ જોવી પડી હતી. આ સિવાય મોરોક્કો અને સ્વિટ્ઝર્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16 માટે સરળતાથી ક્વોલિફાય થઈ ગયા છે. જો કે, હવે આ ચારમાંથી કઈ બે ટીમને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળે છે તે જોવાનો સમય આવી ગયો છે.
FIFA WCમાં ક્યારે અને ક્યાં કઈ રીતે તમામ મેચ જોઈ શકશો ?
ફિફા વર્લ્ડકપના રાઉન્ડ ઓફ 16માં આજે પણ 2 મેચ રમાશે. પ્રથમ મેચ મોરક્કો અને સ્પેનમાં રમાશે. જ્યારે બીજી મેચ પોર્ટુગલ અને સ્વિઝરલેન્ડ વચ્ચે રમાશે.
ભારતીય સમય અનુસાર આજે રાત્રે તમામ મેચ રમાશે. મોરક્કો અને સ્પેન વચ્ચે મેચ રાત્રે 08:30 કલાકે રમાશે. બીજી મેચ જે પોર્ટુગલ અને સ્વિઝરલેન્ડ વચ્ચે રમાશે. તે મોડી રાત્રે 12 કાલાકે શરુ થશે.
ફિફા વર્લ્ડકપમાં આજે રમાનાર 2 મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD થશે.
ફિફા વર્લ્ડકપની તમામ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર કરવામાં આવશે.